તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Gangster Vikas Dubey's Special Man Jayakant Vajpayee Arrested, Black Money Reign Likely

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાનપુર શૂટઆઉટ કેસ:ગેંગસ્ટર વિકાસ દુબેના ખાસ માણસ જયકાંત વાજપેયીની ધરપકડ, કાળી કમાણીનો રાઝ ખુલે તેવી શકયતા

કાનપુર10 મહિનો પહેલા
  • 2 જુલાઈની ઘટના પછી કાનપુરમાં કાકદેવ પોલીસે ત્રણ અજાણી કાર ઝડપી પાડી હતી
  • આરોપી જયકાંત વાજપેયી પર વિકાસની મદદ કરવાનો આરોપ, પૈસા અને કારતૂસ આપવા બિકરુ ગયો હતો

બિકરુના ગેંગસ્ટ વિકાસ દુબેના એન્કાઉન્ટર પછી કાનપુરના બ્રહ્મનગરમાં રહેનાર કારોબારી જયકાંત ઉર્ફે જય વાજપેયીની પોલીસે રવિવારે મોડી રાતે ધરપકડ કરી છે. તેની પર વિકાસને કારતૂસ સપ્લાઈ કરવાના આરોપની પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત અથડામણમાં મૃત્યુ પામેલા બઉઆ મિશ્રાના જીજા પ્રશાંત શુકલા ઉર્ફે ડબ્બૂને પકડવામાં આવ્યા છે. બંનેની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસ જયની ધરપકડ કરીને ઘણા દિવસોથી પુછપરછ કરી રહી હતી.

પોલીસે જણાવ્યું કે 3 જુલાઈની રાતે બિકરુ ગામમાં પોલીસની ટીમ પર વિકાસ અને તેના સાથીઓએ ફાયરિંગ કરી હતી. તેમાં 8 પોલીસ કર્મચારીઓના મોત થયા હતા. જ્યારે અન્ય 7 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી.

જયકાંત પર વિકાસની મદદ કરવાનો આરોપ
આ ઘટનાક્રમને લઈને ચૈબેપુરમાં એક કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસમાં એ વાત જાણવા મળી છે કે જયકાંત અને તેના સાથી પ્રશાંતે ઘટના પહેલા વિકાસની મદદ કરી હતી. 1 જુલાઈએ વિકાસે જયકાંતને ફોન કરીને કેટલાક રૂપિયાની સાથે કારતૂસની માંગણી કરી હતી.

2 જુલાઈએ ગામમાં પહોંચીને જયે વિકાસને 2 લાખ રૂપિયાની કેશ અને 25 હજાર રૂપિયાના કારતૂસ આપ્યા હતા. ઘટના પછી વિકાસ અને તેના સાથીઓને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા માટે 3 લકઝરી ગાડીઓ જઈ રહી હતી પરંતુ પોલીસની સક્રિયતાને પગલે ત્રણે ગાડીઓને કાકદેવ વિસ્તારમાં છોડીની જતા રહ્યાં હતા.

અથડામણ પછી કાકદેવ પોલીસે ત્રણ અજાણી ગાડીઓ ઝડપી હતી
ઘટના પછી કાનપુરમાં પોલીસને રસ્તા પર ત્રણ અજાણી કાર પાર્ક કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. તપાસ કરતા કાકદેવ પોલીસ જયકાંત સુધી પહોંચી છે. ઘટનાના એક દિવસ પછીથી જયકાંત પોલીસની કસ્ટડીમાં છે. પોલીસ પહેલા જ દિવસથી જયકાંત વિકાસનો એકાઉન્ટન્ટ હોવાનો દાવો કરી રહી હતી.

બેનામી એકાઉન્ટની શોધખોળ શરૂ 
વિદેશોમાં સંપત્તિઓની તપાસ કરી રહેલી ટીમને એ વાતનો અંદાજ છે કે આ સોદો બેનામી ખાતાઓ અને હવાલ નેટવર્ક દ્વારા કરવામાં આવ્યો છે. ઈન્કમ ટેક્સ ટીમ તે ખાતાઓ અને હવાલા રેકેટ સુધી પહોંચવાની કોશિશ કરશે. હાલ આ અંગે ફેમા અંતર્ગત કાર્યવાહી કરવાની કરવામાં આવી રહી છે. 
વિભાગ એ વાતની પણ તપાસ કરી રહ્યું છે કે વિદેશોમાં સંપત્તિ ખરીદવામાં આવી તો પૈસા કઈ રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા. હજી સુધી બેન્ક એકાઉન્ટ્સમાંથી એ વાતના પુરાવા મળ્યા નથી કે પૈસા વિદેશોમાં મોકલવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે પૈસા મોકલવા માટે હવાલા રેકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવું બની શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો