• Home
  • National
  • Vijayawada CM Jagan Mohan Reddy| More then thousend Ambulances launched by CM Jagan Mohan Reddy in Vijayawada News and Updates.

આંધ્રપ્રદેશમાં સ્વાસ્થ્ય અંગે મોટી પહેલ / CM જગન મોહન વિજયવાડામાં 1088 એમ્બ્યુલન્સ લોન્ચ કરી, દરેકમાં ઈમરજન્સી સુવિધા હશે; 201 કરોડ ખર્ચ કરાયો

આંધ્રપ્રદેશના વિજયવાડામાં 1088 એમ્બ્યુલન્સને લોન્ચ કરાઈ રહી છે. જેની પાછળ 201 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે.
આંધ્રપ્રદેશના વિજયવાડામાં 1088 એમ્બ્યુલન્સને લોન્ચ કરાઈ રહી છે. જેની પાછળ 201 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે.
X
આંધ્રપ્રદેશના વિજયવાડામાં 1088 એમ્બ્યુલન્સને લોન્ચ કરાઈ રહી છે. જેની પાછળ 201 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે.આંધ્રપ્રદેશના વિજયવાડામાં 1088 એમ્બ્યુલન્સને લોન્ચ કરાઈ રહી છે. જેની પાછળ 201 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે.

  • મૂળ રીતે બે પ્રકારની એમ્બ્યુલન્સ છે, જેના નંબર 108 અને 104 છે
  • નવજાત માટે નિયો-નેટલ કેર એમ્બ્યુલન્સ પણ હશે

તારાચંદ ગવારિયા

તારાચંદ ગવારિયા

Jul 01, 2020, 11:24 AM IST

વિજયવાડા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ વિજયવાડામાં 1088 એમ્બ્યુલન્સ લોન્ચ કરી છે. જેના દ્વારા રાજ્યના દરે ભાગ સુધી હેલ્થ ઈમરજન્સી સર્વિસ પહોંચી શકશે. બેન્જ સર્કલથી રાઘવૈયા પાર્ક સુધી એમ્બ્યુલન્સ પાર્ક કરાઈ છે. મુખ્યમંત્રી તેને લીલી ઝંડી બતાવી દીધી છે. ત્યારબાદ આ એમ્બ્યુલન્સ નક્કી કરાયેલા જીલ્લા અને મંડળો માટે રવાના થઈ છે.
આ એમ્બ્યુલન્સ નેશનલ ઈમરજન્સી સર્વિસ 108 અને રાજ્ય હેલ્થ સર્વિસ 104 નંબર વાળી છે. પ્રોગ્રામના કવરેજ  માટે પાંચ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

ચાર લાઈનમાં 1088 એમ્બ્યુલન્સ ઊભી કરાઈ હતી
બેન્જ સર્કલથી રાઘવૈયા પાર્ક વચ્ચે 1088 એમ્બ્યુલન્સ પાર્ક કરવા માટે ચાર લાઈન બનાવાઈ હતી. દરેક એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર હાજર છે. મુખ્યમંત્રી તેને લીલી ઝંડી દેખાડી દીધી છે. ત્યારબાદ તે સ્ટેજ સામેથી પસાર થઈને 13 જિલ્લા અને મંડળ માટે રવાના થઈ છે. કાર્યક્રમ માટે રોડ મેપ પહેલાથી જ આપી દેવાયો છે.

દરેક એમ્બ્યુલન્સમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ
આ એમ્બ્યુલન્સ YSR આરોગ્યશ્રી કાર્યક્રમ હેઠળ લોન્ચ કરાઈ રહી છે. પ્રોગ્રામના CEO ડોક્ટર મલ્લિકાર્જુનના જણાવ્યા પ્રમાણે, 108 નંબર વાળી 412 અને 104 નંબર વાળી 282 એમ્બ્યુલન્સમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ છે. આ ઉપરાંત 26 નિયો નેટલ કેર એમ્બ્યુલન્સ(નવજાત બાળકોની સારવાર માટે) પણ છે. 

 આ સુવિધાઓ પણ હશે 
રાજ્યમાં કુલ 13 જિલ્લા છે.દરેક મંડળને એક એમ્બ્યુલન્સ મળશે. દરેક એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલેન્ડર, મિની વેન્ટીલેટર, ઈન્ફ્યૂઝન પમ્પ, સિરિંજ પમ્પ અને મોર્ડન સ્ટ્રેચર છે. ઈમરજન્સીમાં અહીંયા મેટરનિટી સુવિધા પણ મળશે. એટલે કે પ્રેગનેન્ટ મહિલાઓની ડિલેવરી કરાવી શકાશે. 

સમયની એકદમ ચોક્કસ રહેશે
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, શહેરી વિસ્તારમાં આ કોલ મળ્યાના 15 મિનિટમાં પહોચી જશે. ગ્રામીણ વિસ્તારમાં 20 મિનિટમાં પહોંચશે. 108 નંબરની એમ્બ્યુલન્સવ બ્લૂ એટલે કે વાદળી રંગમાં જ્યારે 104 નંબર એમ્બ્યુલન્સ લીલા રંગની હશે. આ એમ્બ્યુલન્સની ખરીદી અને ઈક્યુપમેન્ટ્સ પર કુલ 201 કરોડ રૂપિયા ખર્ચ કરાયા છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી