તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • View Of Labyrinthine Scottish Caves: Is This Man Skiing Or Paragliding ?; This Spice Girl Is Cow!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:ભુલભુલામણી જેવી સ્કોજિયન ગુફાઓનો નજારોઃ વેલેન્ટાઇન ડે માટે ખરેખર લાવી શકશો ‘ચાંદ કા ટુકડા’; આ માણસ સ્કિઇંગ કરે છે કે પેરાગ્લાઇડિંગ?

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ છે સ્લોવેનિયાના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલી સ્કોજિયન ગુફાઓ. લાંબી અને ભુલભુલામણી જેવી ગુફાઓ 5800 મીટર લાંબી અને 209 મીટર ઊંડી છે. એના અસાધારણ મહત્ત્વને કારણે યુનેસ્કોએ 1986માં તેને કુદરતી અને સાંસ્કૃતિ વૈશ્વિક વારસાનાં સ્થળોની યાદીમાં સામેલ કરી હતી. આ ગુફાઓના ખડકોની વચ્ચેથી રેકા નદી વહે છે, જે આગળ જઈને એડ્રિયાટિક સાગરમાં મળી જાય છે. આ ગુફાઓને જોવા માટે દર વર્ષે લગભગ એક લાખ લોકો આવે છે. આ ગુફાઓમાં અનેક દુર્લભ જીવો સહિત ચામાચીડિયાની સાત પ્રજાતિઓ જોવા મળે છે. - Divya Bhaskar
આ છે સ્લોવેનિયાના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલી સ્કોજિયન ગુફાઓ. લાંબી અને ભુલભુલામણી જેવી ગુફાઓ 5800 મીટર લાંબી અને 209 મીટર ઊંડી છે. એના અસાધારણ મહત્ત્વને કારણે યુનેસ્કોએ 1986માં તેને કુદરતી અને સાંસ્કૃતિ વૈશ્વિક વારસાનાં સ્થળોની યાદીમાં સામેલ કરી હતી. આ ગુફાઓના ખડકોની વચ્ચેથી રેકા નદી વહે છે, જે આગળ જઈને એડ્રિયાટિક સાગરમાં મળી જાય છે. આ ગુફાઓને જોવા માટે દર વર્ષે લગભગ એક લાખ લોકો આવે છે. આ ગુફાઓમાં અનેક દુર્લભ જીવો સહિત ચામાચીડિયાની સાત પ્રજાતિઓ જોવા મળે છે.

આને કહેવાય પર્ફેક્ટ ક્લીક

તુર્કીના એક સ્કી રિસોર્ટમાં એક વ્યક્તિ પેરાગ્લાઈડિંગ કરી રહી હતી. આ દરમિયાન ત્યાંથી એક વિમાન પસાર થયું ત્યારે એક ફોટોગ્રાફરે એ દૃશ્ય કેમેરામાં કેદ કરી લીધું. આ તસવીર જોઈને લાગે છે કે પેરાગ્લાઈડર જાણે વિમાનના ધુમાડા પર સવાર થઈ ગયો છે.

ચંદ્ર, મંગળના ટુકડા સહિત દુર્લભ ઉલ્કાપિંડોની હરાજી

ક્રિસ્ટીઝ ઓક્શન હાઉસ મંગળવારથી ઓનલાઇન એસ્ટ્રોનોમિકલ હરાજી કરી રહ્યું છે, જેમાં ચંદ્ર અને મંગળના ટુકડા પણ સામેલ છે. 7 અબજ વર્ષ જૂનો એક ઉલ્કાપિંડ (તસવીરમાં) પણ હરાજી માટે મુકાયો છે, જેના 36 લાખ રૂ. ઊપજવાનો અંદાજ છે. 308 ટનના અન્ય એક ઉલ્કાપિંડના 1.3 કરોડ રૂ. ઊપજવાનો અંદાજ છે. તો વેલેન્ટાઈન ડે માટે ગિફ્ટ આપવા ચાંદ કા ટુકડા લાવી આપવાનું વચન હવે પૂરું થઈ શકશે.

આ સ્પાઈસ ગર્લ ગાય છે!

ફૂટબોલર ડેવિડ બેકહમની પત્ની, સ્પાઇસ ગર્લ ફેમ સિંગર વિક્ટોરિયા બેકહમના નામવાળી ગાય ‘પોશ સ્પાઇસ’ એક હરાજીમાં 2.61 કરોડ રૂ.માં વેચાઇ છે. એણે કોઇપણ ગાયને મળેલી સૌથી વધુ કિંમતનો અત્યારસુધીનો રેકોર્ડ તોડ્યો છે. આ ગાયનો જન્મ નવેમ્બર, 2019માં થયો હતો.

કાતિલ ઠંડીથી થીજી સ્પ્રી નદી

જર્મનીમાં સતત હિમવર્ષા બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હાડ થિજાવતી ઠંડીથી અહીંની પ્રસિદ્ધ સ્પ્રી નદીના નીર થીજી ગયા છે. હિમવર્ષા પછી બરફના થર પીગળ્યા છે, જેથી વિવિધ નદીઓમાં જળસ્તર પણ વધ્યો છે અને સાથે કડકડતી ઠંડીએ માઝા મૂકી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો