• Gujarati News
  • National
  • Videocon Case NCLT Members Do Not Get Extension; Decision By Looking At Character, Background, Workings

ભાસ્કર એક્સક્લૂઝિવ:વીડિયોકોન કેસ - NCLTના સભ્યોને એક્ષ્ટેન્શન નહીં મળે; કેરેક્ટર, બેકગ્રાઉન્ડ, કામકાજ જોઇને નિર્ણય

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 64 હજાર કરોડનું દેવું ધરાવતા જૂથની માત્ર 2,692 કરોડમાં પતાવટ કરી હતી

64,637.6 કરોડ રૂપિયાનું દેવું ધરાવતા વીડિયોકોન ગ્રુપને 2,692 કરોડ રૂપિયામાં વેદાંતા ગ્રુપને સોંપવાની મંજૂરી આપનારા નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)ના બે સભ્ય- સુચિત્રા કનુપર્થી અને ચંદ્રભાન સિંહને એક્ષ્ટેન્શન નથી મળ્યું.

સરકારે ‘કેરેક્ટર, બેકગ્રાઉન્ડ અને કામકાજ’નું કારણ આપીને એનસીએલટીના 23માંથી 15 સભ્યને એક્ષ્ટેન્શન આપવાનો ઇનકાર કર્યો. માત્ર 8 સભ્યને 2 વર્ષનું એક્ષ્ટેન્શન અપાયું છે. જૂન-જુલાઇમાં એનસીએલટીના 25 સભ્ય નિવૃત્ત થઇ રહ્યા છે, જેમાંથી 23ની વય 63 વર્ષથી ઓછી છે. તેઓ 2 વર્ષના એક્ષ્ટેન્શનને પાત્ર હતા. એનસીએલટીના પ્રેસિડેન્ટ રિટાયર્ડ જસ્ટિસ રામલિંગમ સુધાકરે વર્કલોડનું કારણ આપીને આ સભ્યોનો કાર્યકાળ 2 વર્ષ સુધી લંબાવવા માગ કરી હતી. જોકે, સરકારે તેમાંથી માત્ર 8 સભ્યનો કાર્યકાળ લંબાવ્યો. અન્યોનો ફગાવી દીધો. તેને સુપ્રીમકોર્ટમાં પડકારતી જાહેરહિતની અરજી થઇ. તેના જવાબમાં કંપની બાબતોના મંત્રાલયનાં જોઇન્ટ સેક્રેટરી અનીતા શાહ અકેલાએ કેન્દ્ર સરકાર વતી એફિડેવિટ દાખલ કરી, જેમાં જણાવાયું કે કેરેક્ટર બેકગ્રાઉન્ડ વેરિફિકેશન રિપોર્ટ અને વર્ક પરફોર્મન્સ રિપોર્ટના આધારે 8 સભ્યનો કાર્યકાળ લંબાવવા મંજૂરી અપાઇ છે.

એફિડેવિટમાં એમ પણ જણાવાયું કે એનસીએલટીમાં ઇન્સોલ્વન્સી અને બેંકરપ્સી કોડ 2016 હેઠળના કરોડો રૂપિયાના કેસો રોજ આવે છે. આવા ટ્રિબ્યુનલમાં વ્યક્તિગત સત્યનિષ્ઠાનો સવાલ બે પક્ષો વચ્ચેના વિવાદોની જ્યાં સુનાવણી થતી હોય તેવા ટ્રિબ્યુનલ્સની સરખામણીમાં ખૂબ મહત્વનો છે. એનસીએલટીના નિર્ણયોની દેશના અર્થતંત્ર પર નાણાકીય અસર થતી હોય છે.

NCLTમાં 17 લાખ કરોડનાં કેસ પડતર
NCLTમાં સભ્યોના કુલ 47 પદ છે, જેમાંથી 15 આગામી 2 અઠવાડિયામાં ખાલી થશે. સભ્યોની અછતને કારણે NCLTમાં 17.5 લાખ કરોડ રૂપિયાનાં કેસ પડતર છે. જોકે, સરકારે એફિડેવિટમાં જણાવ્યું છે કે ખાલી પદો માટે ભરતીપ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે.

આ સભ્યોને એક્ષ્ટેન્શન મળ્યું

  • પી. સત્યનારાયણ પ્રસાદ (જ્યુડિશિયલ)
  • વેંકટ સુબ્બારાવ હરી (જ્યુડિશિયલ)
  • બિનોદ કુમાર સિન્હા
  • વીર બ્રહ્મ રાવ
  • શ્યામ બાબુ ગૌતમ
  • પ્રશાંતા કુમાર મોહંતી
  • ​​​​​​​લક્ષ્મી નારાયણ ગુપ્તા
  • ​​​​​​​સત્ય રંજન પ્રસાદ

સભ્યોના ચરિત્ર અને તેમની કામગીરીનું કારણ ધર્યા વિના તેમને એક્ષ્ટેન્શન આપવાનો ઇનકાર કરવાનો કેન્દ્રને અધિકાર છે. આવી ટિપ્પણીઓ બાદ સભ્યો માટે બીજા ટ્રિબ્યુનલ્સમાં જવાના રસ્તા બંધ થયા છે. - નિપુણ સંઘવી, ઇન્સોલ્વન્સી એક્સપર્ટ

અન્ય સમાચારો પણ છે...