• Gujarati News
  • National
  • Video Viral Baraat Dance Death Video: Madhya Pradesh Boy Dies While Dancing On DDLJ Song In Ujjain

ડાન્સનો વીડિયો બનાવતી વખતે મોત:જાનમાં ડીજેની પાછળ ડાન્સ કરતો હતો, પડ્યો તો ફરી ઊભો જ ના થઈ શક્યો

14 દિવસ પહેલા

ઉજ્જૈનના ઈંગોરિયામાં એક યુવક ડીજે પર ડાન્સ કરતાં કરતાં અચાનક બેભાન થઈ ગયો હતો. ત્યાર પછી તેને ભાન જ ના આવ્યું. મિત્રો તેને તરત જ જિલ્લા હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. હવે આ ઘટનાની પવાંસા પોલીસ તપાસ કરી રહી છે.

પવાંસા પ્રભારી ગજેન્દ્ર પચોરિયાએ જણાવ્યું હતું કે ઉજ્જૈન પાસે ગ્રામ અમ્બોદિયા ડેમ પાસે રહેતો 18 વર્ષનો યુવક લાલ સિંહ તેના મિત્ર વિજયના લગ્નમાં તાજપુર આવ્યો હતો. ગુરુવારે સવારે વિજયની જાન જવાની હતી. ગુરુવારે રાતે 12.30 વાગે લાલ સિંહ તેના મિત્રો સાથે ડીજે પાછળ ડાન્સ કરતો હતો. તેના મિત્રોએ જણાવ્યું હતું કે રસ્તામાં એકવાર લાલ સિંહે એક જગ્યાએ પાણી પીધું હતું અને ફરી ડાન્સ શરૂ કરી દીધો હતો. આ દરમિયાન લાલ સિંહ અચાનક બેભાન થઈ ગયો હતો. મિત્ર પૂરણ સિંહ તેને તરત તાજપુરમાં ડોક્ટર પાસે લઈ ગયો હતો. ત્યાંથી તેને ઉજ્જૈન ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં જિલ્લા હોસ્પિટલમાં લાલ સિંહને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ યુવક આઈટીઆઈનો અભ્યાસ કરતો હતો.

ડાન્સ કરતાં કરતાં બનાવતો હતો વીડિયો
લાલ સિંહ જાનમાં ડાન્સ કરતાં કરતાં પોતાનો વીડિયો બનાવતો હતો. તેના મોબાઈલમાંથી મળેલા વીડિયોમાં દેખાય છે કે તે મિત્રો સાથે એન્જોય કરતો હતો. 14-15 સેકન્ડના વીડિયોમાં તેના ચહેરા પર સહેજે થાક દેખાતો નથી. આ વીડિયો બનાવ્યાના તરત જ તે રસ્તા પર પડી ગયો હતો. સાથે ડાન્સ કરતા મિત્રોએ તેને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. તેને પાણી પિવડાવવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ તે ભાનમાં જ ના આવ્યો.

યુવકના હાર્ટમાં ક્લોટ
ડૉ. જિતેન્દ્ર શર્માએ જણાવ્યું કે ડીજે અને અન્ય મોટા સ્પીકર્સથી અબનોર્મલ મૂવમેન્ટ આવે છે. તેના કારણે મોટી માત્રામાં આવતા ડેસિબલ સાઉન્ડ માનવ શરીરને નુકસાન પહોંચાડે છે. એની અસર હાર્ટ અને બ્રેન બંને પર થાય છે. એને કારણે જ છોકરાનું ડાન્સ કરતાં કરતાં મોત થયું છે. તેના વિસારા લેવામાં આવ્યા છે. તેના હાર્ટમાં ક્લોટ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...