તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Video Of Stray Dogs Inside A Patient Ward At The Government Medical College And Hospital (GMCH), Nagpur

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની લાલિયાવાડી:હોસ્પિટલના જનરલ વોર્ડમાં રઝળતા કૂતરા આંટાફેરા મારે, દર્દીઓ સૂતા હોય ને શ્વાન ખાવાનું શોધતા દેખાયા

3 મહિનો પહેલા
  • આ ઘટના બાદ હવે સફાળા જાગેલા તંત્રએ પણ તપાસના આદેશ આપ્યા હતા.

વીડિયો ડેસ્ક- આ દૃશ્યો છે મહારાષ્ટ્રના નાગપુરની સરકારી હોસ્પિટલનો. જ્યાં શ્વાનો પણ છેક વોર્ડની અંદર ઘૂસીને બિન્દાસ્ત આંટાફેરા મારે છે. ગર્વમેન્ટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના જનરલ વોર્ડમાં ઘૂસી ગયેલા આ શ્વાનોએ તંત્રની લાલિયાવાડી સામે લાવી હતી. જનરલ વોર્ડમાં સૂતેલા દર્દીઓની પથારી પાસે પહોંચેલા આ શ્વાનને કોઈ રોકવાવાળું પણ નહોતું. રઝળતા શ્વાનોએ અંદર જઈને ખોરાકની શોધમાં દર્દીઓનો સામાન પણ ફેંદ્યો હતો. આ સરકારી હોસ્પિટલના જાણે કે પોતે જ ચોકિદાર હોય તેમ તેઓ ફરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયામાં તંત્રની લાપરવાહી ઉજાગર કરતો આ વીડિયો વાઈરલ થતાં જ યૂઝર્સે પણ જાતજાતની પ્રતિક્રિયાઓ આપી હતી. કોઈએ કહ્યું હતું કે, આવું દરેક સરકારી હોસ્પિટલમાં થાય છે તો કોઈ યૂઝર્સે તો જવાબદાર તંત્ર અને ગાર્ડની ગેરહાજરી પર સવાલ કર્યા હતા. જો કે, આમ પણ આવી ઘટના પહેલીવાર પણ સામે નથી જ આવી. આ પહેલાં પણ અનેક સરકારી દવાખાનાઓમાં શ્વાન આંટાફેરા મારતા જોવા મળ્યા જ હતા. સતત આવી ઘટનાઓ થઈ રહી હોવાથી સારવાર લઈ રહેલા દર્દીઓના મન ઉપર શું વીતતી હશે તે પણ એક સવાલ છે. જો કે, આ ઘટના બાદ હવે સફાળા જાગેલા તંત્રએ પણ તપાસના આદેશ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો