તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઈરલ વીડિયો:લોકડાઉનમાં ઘરની બારી પર મોરે ચાંચથી ટકોરા માર્યા, યુઝરે કહ્યું-‘મહેમાનને ચા-નાસ્તો કરાવો’

દિલ્હી10 મહિનો પહેલા

લોકડાઉનમાં તમારા ઘરે અચાનક કોઈ મહેમાન આવી જાય તો ! અને આ મહેમાન બીજું કોઈ નહિ પણ ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર હોય તો ! સોશિયલ મીડિયામાં હાલ આ નવા લોકડાઉન મહેમાનનો વીડિયો વાઈરલ થઇ રહ્યો છે. વીડિયો એક મોર ઘરની બારીને પોતાની ચાંચથી ટકોરા મારતો દેખાય છે. જો કે, આ વીડિયો કઇ જગ્યાનો છે તે હજુ ખબર પડી નથી. 

આ વીડિયો ગુંજન મહેતા નામની ટ્વિટર યુઝરે શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, જ્યારે તમને જોઈતા ના  હોય તેવા મહેમાન ઘરે આવી જાય તો તમે શું કરો ? 52 સેકન્ડના આ વીડિયોમાં તે ઘરની અંદરથી કોઈકને બોલાવી રહ્યો હોય તેવું લાગે છે. એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે, આવી પરિસ્થિતિમાં હું સૌથી પહેલાં ગૂગલ પર સર્ચ કરું કે મોર શું ખાય ? તો અન્ય યુઝરે લખ્યું કે, આ મહેમાનને ચા-નાસ્તો કરાવો. પછી તેમની સાથે વાતો કરો. અત્યાર સુધી મોરના ઘરની બારી પર ટકોરા મારતા વીડિયોને 24 હજારથી વધારે લોકોએ જોયો છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો