યુવતીને લાતો વડે માર માર્યો:ઝારખંડના રોલાગ્રામનો વીડિયો વાઈરલ, યુવકે ખેતરમાં યુવતીને લાતો વડે ઢોરની જેમ માર માર્યો

3 મહિનો પહેલા

ઝારખંડના પાકુડ જિલ્લાના રોલાગ્રામનો એક વીડિયા સોશિયલ મીડિયામાં ખુબજ વાઈરલ થયો છે. આ વીડિયામાં એક યુવક યુવતીને ઢોરની જેમ માર મારતો જોવા મળે છે. યુવતી સ્કૂલ ડ્રેસ પહેરેલો છે. બેરેહેમ યુવક ખુલ્લા ખેતરમાં લાતો વડે માર મારે છે અને અન્ય યુવક વીડિયો બનાવી રહ્યો છે. આ ઘટનાને લઈ ગોડ્ડા કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર રજની મુર્મૂએ વીડિયો ટ્વિટ કર્યો હતો. ટ્વિટનો જવાબ આપતાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પોલીસ અધિકારીઓને તપાસના આદેશ આપ્યા હતા. ત્યાર બાદ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.