તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Video Of Glacier Torn In Uttarakhand 'flooded Dhauli River Goes Viral; Alert In Many Districts Of Uttar Pradesh

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 તસવીરમાં જળપ્રલય:ગ્લેશિયર ફાટવાથી ગાંડીતૂર થયેલી ઋષિગંગા નદી ગામ અને ડેમને તાણી લઈ ગઈ, દરેક બાજું તબાહી સર્જાઈ

દેહરાદૂન25 દિવસ પહેલા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે સવારે 10 થી 11 વાગ્યા વચ્ચે ગ્લેશિયર તૂટ્યું.આનાથી ઋષિગંગા ઘાટીમાં પૂર આવી ગયું. પાણી ઘાટીઓમાંથી પસાર થઈને ઘમા ગામોને પોતાના સકંજામાં લઈને ચાલ્યું ગયું. ત્યાં જાનમાલનું ભારે નુકસાન થયું છે,જેની આકારણી બાકી છે.

લગભગ સાડા સાત વર્ષ પહેલા 16 જૂન 2013માં કેદારનાથમાં આવી જ તબાહી થઈ હતી. ત્યારપછી રાજ્યમાં આ બીજી સૌથી મોટી દુર્ઘટના છે. તસવીરોમાં જુઓ જળ પ્રલય..

તપોવનમાં પાવર પ્લાન્ટના ટનલથી ITBPના એક વ્યક્તિને સુરક્ષિત બહાર કઢાયો
તપોવનમાં પાવર પ્લાન્ટના ટનલથી ITBPના એક વ્યક્તિને સુરક્ષિત બહાર કઢાયો
મોતના મોઢામાંથી નીકળ્યા પછી યુવક ખુશીથી નાચી ઉઠ્યો.
મોતના મોઢામાંથી નીકળ્યા પછી યુવક ખુશીથી નાચી ઉઠ્યો.
તપોવનની પહેલી ટનલથી જીવતા નીકળેલા લોકોને ઓક્સિજન આપવામાં આવ્યું
તપોવનની પહેલી ટનલથી જીવતા નીકળેલા લોકોને ઓક્સિજન આપવામાં આવ્યું
તપોવન ટનલની તસવીર. આ સુરંગથી અત્યાર સુધી 16 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી ચૂક્યા છે.
તપોવન ટનલની તસવીર. આ સુરંગથી અત્યાર સુધી 16 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી ચૂક્યા છે.
ટનલમાં રેસ્ક્યૂની તૈયારીમાં લાગ્યા ITBPના જવાન
ટનલમાં રેસ્ક્યૂની તૈયારીમાં લાગ્યા ITBPના જવાન
ટનલની અંદર લોકોની તપાસ કરી રહેલા સેનાના જવાન. અહીં કાટમાળ અંદર સુધી ભરાઈ ગયો છે.
ટનલની અંદર લોકોની તપાસ કરી રહેલા સેનાના જવાન. અહીં કાટમાળ અંદર સુધી ભરાઈ ગયો છે.
ટનલની આસપાસન જામેલા કાટમાળને જેસીબીથી હટાવવામાં આવી રહ્યો છે
ટનલની આસપાસન જામેલા કાટમાળને જેસીબીથી હટાવવામાં આવી રહ્યો છે
તપોવનમાં આ સ્થળે ઘણા લોકો માટીમાં દબાયા છે. અહીંયા લોકોને કાઢવાની કામગીરી ચાલું છે.
તપોવનમાં આ સ્થળે ઘણા લોકો માટીમાં દબાયા છે. અહીંયા લોકોને કાઢવાની કામગીરી ચાલું છે.
પાણી હટ્યા પછી પાવર પ્લાન્ટમાં ઊભેલા વાહનો અને મશીનો પર કાટમાળ જામી ગયો હતો
પાણી હટ્યા પછી પાવર પ્લાન્ટમાં ઊભેલા વાહનો અને મશીનો પર કાટમાળ જામી ગયો હતો
તપોવનમાં સ્થાનિક લોકોના જવાનોને રાહત સામગ્રી વહેચવામાં આવી
તપોવનમાં સ્થાનિક લોકોના જવાનોને રાહત સામગ્રી વહેચવામાં આવી

અફવા ફેલાવવા અંગે કાર્યવાહી થશે
ચમોલી પોલીસે લોકોને અપીલ કરી છે આપદાથી થયેલા જાનમાલના નુકસાન વિશે અફવા, ભ્રામક વિડિયો અથવા સંદેશ સોશિયલ મીડિયા પર વાઈરલ ન કરો. પોલીસ સોશિયલ મીડિયાની દેખરેખ કરી રહી છે. આવું કરનાર પર સખત કાર્યવાહી કરાશે.

ઉત્તરાખંડમાં 30 વર્ષની 4 મોટી પ્રાકૃતિક આપદાઓ
1991માં ઉત્તરકાશીમાં ભૂકંપઃ ઓક્ટોબર 1991માં ઉત્તરકાશીમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 768 લોકોના મોત થયા હતા. હજારો ઘર તબાહ થઈ ગયા હતા. ત્યારે ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશનો જ હિસ્સો હતો.

1998 માલ્પામાં લેન્ડસ્લાઈડઃ માલ્પા પિથૌરાગઢ જિલ્લાનું નાનકડું ગામ છે. 1998માં અહીં થયેલા લેન્ડસ્લાઈડમાં 255 લોકોના મોત થયા હતા.જેમાંથી 55 કૈલાશ માનસરોવર જઈ રહેલા તીર્થયાત્રી હતા.

1999 ચમોલીમાં ભૂકંપઃઆ ભૂકંપની તીવ્રતા પણ 6.8 હતી. ઘટનામાં 100 લોકોના મોત થયા હતા. લગભગ જિલ્લાના રુદ્રપ્રયાગમાં પણ ઘણું નુકસાન થયું હતું.

2013માં કેદારનાથમાં પૂરઃ જૂન 2013માં વાદળ ફાટવા અને ગ્લેશિયર તૂટવાના કારણે પણ પૂર આવ્યું અને ભૂસ્ખલન પણ થયું. લગભગ 5700 લોકોના મોત થયા. આ દરમિયાન લગભગ ત્રણ લાખ લોકો ફસાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો