• Gujarati News
  • National
  • Video Made With Two Other Policemen While On Duty In Uttar Pradesh, Officials Kept Silent

'હીરો તું મેરા હીરો હૈ', VIDEO:મહિલા પોલીસકર્મીઓએ પોલીસ સ્ટેશનમાં રીલ્સ બનાવી, વરદી સાથે ગજબ ડાયલોગબાજી કરી

એક મહિનો પહેલા

ફિલ્મી ગીતો પર રીલ્સ બનાવવાનો મહિલા પોલીસ કર્મચારીઓનો ટ્રેન્ડ પુરુ થવાનું નામ નથી લઈ રહ્યો. અવારનવાર વર્દીની મર્યાદાનું અપમાલ કરતા વીડિયો સામે આવતા હોય છે,ત્યારે ઉત્તરપ્રદેશમાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા વર્ષા રાઠી નામનાં મહિલા કોન્સ્ટેબલે ડ્યુટી ફિલ્મી ગીતોની રીલ્સ બનાવી અને વાયરલ થઈ. એક પછી એક સૈનિકના છ વીડિયો સામે આવ્યા છે.

ઓન-ડ્યુટી રીલ્સ બનાવતી આ મહિલા કોન્સ્ટેબલનો વીડિયો સામે આવ્યો છે. કોન્સ્ટેબલ વર્ષા રાઠી અને અન્ય બે મહિલા પોલીસ કર્મચારીઓએ ફરજ દરમિયાન ફિલ્મોનાં ગીતો પર રીલ બનાવી હતી. કેટલાક વીડિયોમાં તે ડ્યૂટી પરના ડાયલોગ પર રીલ બનાવતી જોવા મળી હતી. વીડિયો સામે આવ્યા બાદ કોઈ પોલીસ અધિકારી તેના પર કંઈ કહેવા તૈયાર નથી.

અન્ય સમાચારો પણ છે...