કાનપુરમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પ્રેમી સાથે લગ્ન કરવા અને પતિની કરોડોની મિલકત હડપવા મહિલાએ પહેલા પોતાના સસરા અને ત્યાર પછી પતિને દવાનો ઓવરડોઝ આપીને મારી નાખ્યા છે. ત્રણ મહિના પહેલા સસરાને દવાનો ઓવરડોઝ આપીને એવી રીતે હત્યા કરી જેની કોઈને ભનક પણ ન પડી.
મહિલાએ ત્યાર પછી પતિની હત્યા માટે 3 લાખની સોપારી પોતાના પ્રેમીને આપી. પતિ ઘાતક હુમલાથી બચી ગયો. 5 દિવસ હોસ્પિટલમાં રહ્યો, ત્યાર પછી ડિસ્ચાર્જ થઈને ઘરે પહોંચ્યો. ત્યાં પત્નીએ તેને દવાનો ઓવરડોઝ આપ્યો. બે દિવસ પછી તબિયત બગડતા પતિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં તેનું મોત થઈ ગયું. મૃતકનું નામ ઋષભ તિવારી હતું. ઘટના કલ્યાણપુરના શિવલી રોડની છે.
ઘટનાના 13 દિવસ બાદ પોલીસે શુક્રવારે મોડી સાંજે આ સનસનીખેજ હત્યા કેસનો ખુલાસો કર્યો હતો. તેમાં આરોપી સપના અને પ્રેમી રાજ કપુર ગુપ્તાની વોટ્સએપ ચેટ સામે આવી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, ઋષભનું મોત દવાઓના ઓવરડોઝના કારણે થયું હતું. ઋષભ તડપવા લાગ્યો અને તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો ત્યારે સપનાએ તેના પ્રેમીને વીડિયો કોલ કર્યો. પછી વોટ્સઅપ પર વાત કરી.
પોલીસે હત્યાકાંડમાં સામેલ પત્ની સપના, તેના પ્રેમી રાજ કુમાર ગુપ્તા, તેના મિત્ર સતેન્દ્ર અને મેડિકલ સ્ટોર સંચાલક સુરેનદ્ર યાદવની ધરપકડ કરી છે. આ 4ને શનિવારે જેલ મોકલવામાં આવશે. ચાલો હવે હત્યાકાંડની સંપૂર્ણ કહાની તમને જણાવીએ...
સપના-લાલ વાળી દવા આપી છે, કેટલો સમય લાગશે?
રાજ કપુર-30 મિનિટમાં દવાની અસર આખા શરીરમાં થવા લાગશે.
સપના-10 મિનિટ પછી, હા હવે તડપી રહ્યો છે, લાગી રહ્યું છે કે હવે જીવ નીકળી રહ્યો છે.
રાજ કપુર- જલ્દી વીડિયો કોલ કર...
સપના- મને સમજાતું નથી કે હવે શું કરવું.
રાજ કપુર- ગભરાઈશ નહીં, હવે પતિનો શ્વાસ બંધ થવાનો છે, તેને ઝડપથી હોસ્પિટલ લઈ જા અને સારવારનું નાટક કર. જેના કારણે બધાને લાગે કે બીમારીથી મોત થયું છે.
સપના- તું ક્યાં છે...?
રાજ કપુર- હું તને પછી મળીશ.
હવે અમે તમને ઋષભ મર્ડર કેસ વિશે જણાવીએ, જેના ખુલાસા પર પોલીસ પણ ચોંકી ગઈ હતી.
આ હુમલો લગ્નમાંથી પરત ફરતી વખતે થયો હતો
કલ્યાણપુરના શિવલી રોડ પર રહેતો ઋષભ 27 નવેમ્બરના રોજ ચકરપુર ગામમાં લગ્નમાં હાજરી આપવા માટે તેના મિત્ર મનીષ સાથે સ્કૂટી પર ગયો હતો. મોડી રાત્રે ઘરે પરત ફરતી વખતે ગામના બે બદમાશોએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. ઋષભ ગંભીર રીતે ઘાયલ થયો. તેને સ્વરૂપનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. લગભગ 5 દિવસ પછી તેને રજા મળી અને ઘરે પહોંચ્યો. બે દિવસ પછી ઋષભની તબિયત અચાનક બગડી. તેને હેલેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેમનું મૃત્યુ થયું હતું.
ઋષભે મૃત્યુ પહેલા સચેંદી પોલીસ સ્ટેશનમાં પાડોશી રામકૃષ્ણ વિશ્વકર્મા વિરુદ્ધ નામજોગ FIR નોંધાવી હતી. ઋષભનો રામકૃષ્ણ સાથે પૈસાને લઈને વિવાદ થયો હતો. પોલીસે તપાસ કરી તો પાડોશીની કોઈ ભૂમિકા બહાર આવી ન હતી. દરમિયાન ઋષભનું મોત થયું હતું. પોલીસે સમગ્ર મામલાની તપાસ માટે સ્પેશિયલ ટીમની નિમણૂક કરી ત્યારે સત્ય સામે આવ્યું.
હવે વાંચો કેવી રીતે સપનાએ હત્યાનું કાવતરું ઘડ્યું, તેનું કારણ અને પોલીસ કેવી રીતે પત્ની સુધી પહોંચી.
પતિની ઉપેક્ષાને કારણે જૂનો પ્રેમ જાગ્યો
કલ્યાણપુરમાં રહેનારી સપના અનુસાર, તેની અને ઋષભ વચ્ચે અણબન હતી. બંને વચ્ચે ઘરેલું ઝઘડો અને મારપીટ થતી હતી. આ કારણોસર તે નેરવાલના રાયપુરમાં રહેતા રાજ કપૂર ગુપ્તાની નજીક આવી હતી.
બંને વચ્ચે પ્રેમ એટલો વધી ગયો કે આખા પરિવારની હત્યા કર્યા બાદ લગ્ન કરીને કરોડોની સંપત્તિ હડપ કરવાનો પ્લાન તૈયાર કર્યો. સૌથી પહેલા સપનાએ પોલીસ વિભાગમાંથી સબ ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થયેલા સસરા કિશોર ચંદ્ર ત્રિપાઠીને દવાનો ઓવરડોઝ આપીને મારી નાખ્યા. ત્યારબાદ પતિ ઋષભ ત્રિપાઠીની હત્યાનો પ્લાન ઘડ્યો હતો.
સપનાએ તેના પતિની હત્યા માટે 3 લાખ રૂપિયાની સોપારી આપી હતી
હત્યા કેસનો ખુલાસો કરતા DCP પશ્ચિમ વિજય ધુલે જણાવ્યું કે સપનાએ પતિ ઋષભની હત્યા માટે પ્રેમી રાજ કપૂરને 3 લાખ રૂપિયાની સોપારી આપી હતી. ચકેરી ભાભા નગરમાં રાજ કપૂરની કાચની દુકાન છે.
રાજ કપૂરે તેમની દુકાનમાં કામ કરતા સતેન્દ્ર વિશ્વકર્માને પૈસાની લાલચ આપીને પોતાની યોજનામાં સામેલ કર્યો હતો. સપનાની પૂછપરછમાં ખુલાસો થયો કે તેણે જ રાજ કપૂરને 27 નવેમ્બરે તેના પતિના લગ્નમાં જવાની વાત કહી હતી. વાહનનો નંબર આપ્યો અને લગ્નનું કાર્ડ વોટ્સએપ પર મોકલ્યું. કહ્યું કે ત્યાંથી પાછા ફરતી વખતે તમે સરળતાથી હત્યા કરી શકો છો.
સ્કૂટીનું પંચર કરી હુમલો કર્યો
લગ્નમાં જવાની માહિતી મળતાં જ રાજ કપૂર અને તેમના પાર્ટનર સતેન્દ્ર ચકરપુર ગામ લગ્ન સમારોહમાં પહોંચી ગયા હતા. આ પછી ઋષભની સ્કૂટી પંચર થઈ ગઈ હતી. બીજી તરફ લગ્નમાંથી બહાર આવેલા ઋષભ અને તેના મિત્ર મનીષે કારને પંચર થયેલી જોઈ તેને દોરીને લઈ જવાનું શરૂ કર્યું. અંધારામાં પહોંચતા જ રાજ કપૂર અને સતેન્દ્રએ જીવલેણ હુમલો કર્યો હતો.
લડાઈ દરમિયાન, જ્યારે ઋષભે બુમો પાડી, ત્યારે બંને હત્યા કર્યા વિના સ્થળ પરથી ભાગી ગયા. ઋષભને ગંભીર હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 30 નવેમ્બરે રાહત મળતાં હોસ્પિટલે તેને રજા આપી દીધી.
સપનાએ હત્યા માટે પ્લાન B તૈયાર કર્યું
સોપારી આપી ઋષભની હત્યાનો પ્લાન નિષ્ફળ જતા સપનાએ પ્લાન B તૈયાર કર્યો. મેડિકલ સ્ટોરના સંચાલક સુરેન્દ્ર યાદવ ઋષભના ઘરમાં જ ભાડે રહી ચૂક્યા હતા. સપનાના સત્યેન્દ્ર સાથે પણ સંબંધો હતા. ઋષભ ડાયાબિટીસનો દર્દી હતો. તેણે આ માહિતી સુરેન્દ્રને આપી. પતિની હત્યા કરવાના પ્લાનમાં તે પણ સામેલ થયો.
તેણે સુરેન્દ્ર પાસેથી દવાઓ લીધી અને ઘાયલ પતિની ચાલી રહેલી દવાઓ સાથે આપવા લાગી. ડાયાબિટીસનો દર્દી હોવા છતા ઋષભને ગ્લુકોઝની બોટલ ચડાવી. એક ઝહેરનું ઈન્જેક્શન પણ તેને આપ્યું. ઋષભની હાલત બગડી. મલ્ટી ઓર્ગન ફેલ થઈ જતા 3 ડિસેમ્બરના રોજ તેનું મોત થયું.
પોલીસે આવી રીતે હત્યાનો ભેદ ઉકેલ્યો
DCP પશ્ચિમ વિજય ધુલે જણાવ્યું કે જ્યારે ઋષભ ત્રિપાઠી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો ત્યારે તેણે પોતાના પાડોશી રામકૃષ્ણ વિશ્વકર્મા વિરુદ્ધ દુશ્મનાવટની શંકાના આધારે FIR નોંધાવી હતી. તપાસમાં તેની કોઈ ભૂમિકા હોવાનું જાણવા મળ્યું નથી. દરમિયાન ઋષભનું મોત થયું હતું. તપાસ ઝડપી કરવામાં આવી.
જ્યાં ઘટના બની ત્યાં લોકેશન પર એક નંબર સતત એક્ટિવ દેખાતો હતો અને આ નંબર ઋષભની પત્નીના સંપર્કમાં હતો. એક પછી એક કડી જોડતા હત્યાકાંડનો ખુલાસો થયો છે. ડીસીપીએ કહ્યું કે જો પાડોશી વિરુદ્ધ એફઆઈઆર ન હોત તો ઋષભની હત્યાના કાવતરા વિશે કોઈને ખબર ન પડી હોત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.