તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • BJP Releases Video And Asks: Did Nusrat Jahan Lie About His Marriage To Nikhil Jain In Front Of Parliament?

નુસરત સામે સવાલ:ભાજપના નેતાએ નુસરત જહાં પર સાધ્યું નિશાન, વીડિયો શેર કરી કહ્યું- શું સંસદમાં ખોટું બોલી હતી?

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીર) - Divya Bhaskar
(ફાઈલ તસવીર)
  • નુસરત જહાંનું નામ ભાજપના નેતા સાથે ચર્ચાઈ રહ્યું છે

તૃણમુલ કોંગ્રેસ પક્ષ (TMC)ની સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં તેના લગ્ન અંગે ભારે વિવાદમાં છે. TMCના સાંસદે તેના લગ્ન દરજ્જા અંગે સ્પષ્ટતા દર્શાવતું નિવેદન આપ્યા બાદ આ મુદ્દે ભાજપના નેતા અમિત માલવિયાએ તેને આ અંગે ઘેરી છે. નુસરત જહાં રુહિ જૈન તરીકે તેણે જ્યારે શપથ ગ્રહણ કર્યાં ત્યારે શું સંસદ સમક્ષ તે ખોટું બોલી હતી તેવો પ્રશ્ન કર્યો છે.

સંસદસભ્ય તરીકે નુસરત જહાંએ શપથ લીધેતા તે વીડિયો ક્લિપ શેર કરતાં માલવિયાએ સ્પષ્ટતા કરતાં ઉમેર્યું હતું કે કોની સાથે લગ્ન કરવા અથવા કોની સાથે રહેવું છે તે નુસરત જહાંની વ્યક્તિગત બાબત છે. પરંતુ નુસરત જહાં એક ચૂંટાયેલી પ્રતિનિધિ છે અને તેણે નિખિલ જૈન સાથે લગ્ન કર્યાં છે,જે સંસદના રેકોર્ડમાં છે.

નુસરતે બુધવારે જણાવ્યું હતું કે નિખિલ જૈન સાથેના તેના લગ્ન ભારતમાં ક્યારેય કાયદેસર, માન્ય અને ટકાઉ ન હતા. કારણ કે આ લગ્ન વર્ષ 2019માં તુર્કીમાં યોજાયા હતા,જેથી તે તુર્કી લગ્ન નિયમન પ્રમાણે હતા. ભારતમાં ખાસ લગ્ન ધારા હેઠળ તેની માન્યતા જરૂરી છે, જે ક્યારેય નોંધાયા ન હતા.

નિખિલ જૈન સાથે લીવ-ઈન રિલેશનશિપની વાત સ્વીકારી
TMC સાંસદે એક નિવેદનમાં કહ્યું હતું કે વિદેશી જમીન, તુર્કીમાં રીત-રિવાજથી લગ્ન થયા હોવાથી આ લગ્ન માન્ય નથી. આ એક આંતરજાતીય લગ્ન હતા, જેની ભારતમાં સ્પેશિયલ મેરિઝ એક્ટ હેઠળ નોંધણી કરાવવી જરૂરી હતી, પણ તે થઈ નથી. કાયદા પ્રમાણે આ લગ્ન નથી પણ એક લીવ-ઈન રિલેશનશીપ છે. માટે તલ્લાકનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આ ઉપરાંત નુસરત તથા નિખિલ લાંબા સમયથી અલગ રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જૂન,2019માં નુસરત અને જૈને તુર્કીના શહ બોડરૂમમાં લગ્ન કર્યાં હતા. નુસરત જહાંએ વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની બસીરહાટ બેઠક પરથી 3.5 લાખથી વધુ મતોથી જીત હાંસલ કરી હતી.

2019માં લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની બસીરહાટ બેઠક પરથી 3.5 લાખથી વધુ મતોથી જીત હાંસલ કરેલી
2019માં લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની બસીરહાટ બેઠક પરથી 3.5 લાખથી વધુ મતોથી જીત હાંસલ કરેલી

શું વિવાદ સર્જાયો છે
નુસરત જહાં અંગે ચર્ચા છે કે તે પ્રેગ્નન્ટ છે અને માતા બનશે, જોકે તેના પતિ નિખિલ જૈને કહ્યું છે કે જ્યારે તેઓ અલગ જ રહે છે તો આ બાળક તેનું કેવી રીતે હોઈ શકે છે? નિખિલનું કહેવું છે કે નુસરત ગયા વર્ષના ડિસેમ્બરથી જ તેનું ઘર છોડીને તેના મમ્મી-પપ્પા સાથે બાલીગંજમાં આવેલા ઘરે રહે છે.

ત્યારથી તે નુસરતને ક્યારે મળ્યો નથી, આ સંજોગોમાં આ બાળક તેનું કેવી રીતે હોઈ શકે છે? બીજી બાજુ એવી પણ ચર્ચા છે કે નુસરત જ્યાં બંગાળ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહેલા અને એક્ટર યશ દાસગુપ્તા સાથે રિલેશનમાં છે. બન્ને એક ફિલ્મના શૂટિંગ સમયે મળ્યા હતા અને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા.