- Gujarati News
- National
- Velvet Sand Dune Outing Amidst The Killer Cold: A Chance To Watch 60 Movies In The Middle Of The Ocean; Decorate With Murals On The Walls Of Delhi: Virus Protocols At Ecuador Festival, Sea Of Japan, Snowfall
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વભરના સમાચારો તસવીરોમાં:જાપાનમાં ભારે હિમવર્ષા, ચોતરફ બરફના થરઃ કાતિલ ઠંડી વચ્ચે મખમલી રેતીના ઢૂઆની સહેલગાહ; જર્મનીમાં ‘મીઠી કોરોના વેક્સિન’
Sea of Japanના વિવિધ વિસ્તારોમાં બરફનું તોફાન આવ્યું છે. ચોતરફ બરફના થર જામ્યા છે. સમગ્ર વિસ્તારમાં જાણે બરફની ચાદર છવાઈ છે. આ સ્થિતિમાં જનજીવન હાલાકીમાં મૂકાયું છે.
Sea of Japan: બરફના તોફાનથી જનજીવન થંભી ગયુ
જાપાનના ટોયોમા વિસ્તારમાં બરફના થર વચ્ચેથી પસાર થતી મહિલા. આ વિસ્તારમાં સેંકડો વાહનો બરફના કારણે અટવાઈ પડ્યા છે. આ ઉપરાંત વિમાન અને ટ્રેન સેવાઓને પણ અસર થઈ છે.
કાતિલ ઠંડી વચ્ચે મખમલી રેતીના ઢૂઆની સહેલગાહ
રાજસ્થાનમાં કાતિલ ઠંડી વચ્ચે સમ અને ખુહડીના મખમલી રેતીના ઢૂઆ પર્યટકોથી ભરેલા છે. નવા વર્ષમાં અહીં પર્યટકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ગત વર્ષે 1થી 10 જાન્યુ. સુધીમાં 8,322 પર્યટક આવ્યા હતા, જ્યારે આ વર્ષના પ્રથમ 10 દિવસમાં 9,500 પર્યટક આવી ચૂક્યા છે. સમમાં અંદાજે 125 રિસોર્ટ છે અને મોટા ભાગના બુકિંગ ફુલ છે. પર્યટકો વધતાં વ્યવસાયીઓને આશા છે કે માર્ચ સુધી આ રીતે સીઝન ચાલશે તો કોરોનાકાળમાં થયેલું નુકસાન સરભર થઈ જશે. પહેલીવાર પર્યટકો કોઇ એજન્ટ કે એજન્સીની મદદ વિના સીધા પહોંચી રહ્યા છે. જેસલમેર ફરવા 30% પર્યટક જ જઈ રહ્યા છે. 70% પર્યટક સીધા સમના ઢૂઆનો આનંદ લઈ રહ્યા છે.
જર્મનીમાં ‘મીઠી કોરોના વેક્સિન’, પ્રખ્યાત બેકરીએ બનાવી સિરિન્જ આકારની કેક!
શુએર્નર્સ બેકિંગ પેરેડાઇઝ જર્મનીની પ્રખ્યાત બેકરી છે, જે સાંપ્રત સમયની ઘટનાઓને આવરી લઈને એ સ્થિતિ કે ચીજના આકારની કેક બનાવે છે.
2020નું વર્ષ કોરોના વાઇરસના કહેરથી અસ્તવ્યસ્ત થઈ ગયું અને હવે 2021માં કોરોના માટેની વેક્સિન આવી રહી છે. એવામાં આ બેકરીમાં સિરિન્જ આકારની કેક તૈયાર કરવામાં આવી અને એ રીતે આશા વ્યક્ત કરવામાં આવી કે વેક્સિનને કારણે કોવિડ-19 મહામારીથી છુટકારો મળશે.
એવું નથી કે શુએર્નર્સ બેકિંગ પેરેડાઇઝ દ્વારા આ વખતે જ આ પ્રકારની નવીનતમ કેક બનાવવામાં આવી છે. અગાઉ લોકડાઉનના સમયમાં જ્યારે સુપરમાર્કેટ્સમાં ટોઇલેટ પેપર્સની રીતસર અછત વર્તાઈ ત્યારે પણ તેમણે ટોઇલેટ પેપર્સના આકારની કેક બનાવી હતી.
ઈક્વાડોર ફેસ્ટિવલમાં ‘શેતાનો’ દર્શકોની રાહમાં
ઈક્વાડોરના પિલારોમાં એન્ડિયન વિલેજ ફેસ્ટિવલ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ ફેસ્ટિવલને ડાયાબ્લાડા અથવા તો ડાન્સ ઓફ ધ ડેવિલ્સ કહેવાય છે. આ વખતે પણ આ ફેસ્ટિવલ યોજાયો, પણ તેમાં કોઈ રંગત નહોતી, કેમ કે કોરોનાકાળના પ્રતાપે દર્શકોના અભાવે થોડા આર્ટિસ્ટે આ ફેસ્ટિવલમાં સામેલ થઈને મન મનાવી લીધું હતું.
અગાઉનાં વર્ષોમાં ઈક્વાડોરમાં યોજાતા આ ડાયાબ્લાડા ફેસ્ટિવલમાં ઓછામાં ઓછા 1000 ડાન્સર્સ, મ્યુઝિયન્સ અને અન્ય કલાકારો સામેલ થયા હતા, પણ આ વખતે 25-30 કલાકારો જ સામેલ થયા. નવા વર્ષના આગમન સાથે એક સપ્તાહ માટે આ ફેસ્ટિવલ યોજાતો હોય છે, પરંતુ આ વખતે કોરોનાના લીધે આ ફેસ્ટિવલ ફિક્કો પડી ગયો છે.
ડાયાબ્લાડા ફેસ્ટિવલ મૂળ શા માટે અને ક્યાંથી શરૂ થયો એના વિશે સ્પષ્ટતા નથી, પણ કહેવાય છે કે હજારો વર્ષો અગાઉ બે ગામ વચ્ચે એક મહિલાના કારણે વિવાદ થયો પછી આ પ્રથા શરૂ થઈ અને તેમાં પુરુષો ડેવિલ એટલે કે શેતાનનો વેશ ધારણ કરીને દુશ્મનોને ડરાવવા પ્રયાસ કરતા હતા.
સમુદ્રની વચ્ચોવચ એકલા મૂવી જોવાની તક
સ્વીડનના યેતોબોર્જ ફિલ્મ ફેસ્ટિવલ 2021ના આયોજકોએ 30 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી કોઈ એક સિનેમા ફેનને સમુદ્રની વચ્ચોવચ પેટર નોસ્ટર ટાપુ પર 60 ફિલ્મ જોવા આમંત્રણ આપ્યું છે. આયોજકોનું કહેવું છે કે દર્શકને ફોન-લેપટોપ કે પુસ્તક લાવવાની છૂટ નહીં મળે. દર્શકને ટાપુના લાઈટહાઉસ કીપરના ઘરમાં રખાશે.
દિલ્હીની દીવાલો પર મ્યૂરલ્સનું આકર્ષણ
રાજધાની દિલ્હીના બ્યૂટીફિકેશન (સૌંદર્યીકરણ)ના ભાગરૂપે ત્યાંના ખાન માર્કેટ વિસ્તાર નજીક રસ્તા પરનાં મકાનોની બહારની દીવાલોને આકર્ષક રંગબેરંગી મ્યૂરલ્સથી સજાવાઈ છે.
દિલ્હીની દીવાલો પર બનાવાયેલા આ મ્યૂરલ્સ અહીંથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓને આકર્ષે છે.
દક્ષિણ કોરિયામાં માછલીઓ થીજી ગઈ
દક્ષિણ કોરિયાના મ્યુઆન ખાતે એક જળાશય હાડ થિજાવતી ઠંડીમાં થીજી ગયું, જેમો કારણે ઓમાં રહેલી માછલીઓ પણ થીજી જવાથી મરી ગઈ હતી.