• Gujarati News
  • National
  • Vehicles Will Now Be Identified By The Number Plates Of The BH India Series, Not By The Names Of States Like GJ, UP; Learn The Full Details

વાહનો માટે નવી સિરિઝ:ભારત સરકારે વ્હીકલ માટે BH સિરિઝ લોન્ચ કરી, જાણો તેને મેળવવાની રીત અને ફાયદા

5 મહિનો પહેલા
  • બીજા રાજ્યોમાં ગાડી રિ-રજિસ્ટ્રેશન કરાવવાની ઝંઝટથી છૂટકારો
  • વન રોડ વન ટેક્સ અંતર્ગત નવી BH સિરીઝ લોન્ચ કરવામાં આવશે

ભારત સરકારે તાજેતરમાં જ વાહનો માટે ભારત સિરીઝ (BH) રજિસ્ટ્રેશન લોન્ચ કરી છે. આ અંતર્ગત ઈસ્યુ કરવામાં આવતી નંબર પ્લેટ સમગ્ર ભારતમાં માન્ય છે. આ કારણે હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ રહેલા લોકોને તેમની કારનું 12 મહિના પછી ફરીથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે નહિ. સામાન્ય રીતે દેશમાં મોટાભાગના લોકો વાહનની નંબર પ્લેટ પરથી તે વાહન ક્યાં રાજયનું છે, તે જાણતા હોય છે. જેમકે MH એટલે મહારાષ્ટ્ર, DL એટલે દિલ્હી અને એવી જ રીતે HR એટલે હરિયાણા. જોકે હવે BH ઈનિશિયલ સાથેની કારની નંબર પ્લેટ એટલે ભારત. આ સિરીઝ માટે કોણ અરજી કરી શકે છે, કેટલા પૈસા ખર્ચવા પડશે, જાણો આ નંબર પ્લેટ સંબંધિત તમામ જાણકારી..

BH રજિસ્ટ્રેશનનું ફોર્મેટ YY BH #### XX રાખવામાં આવ્યું છે. જ્યાં BH પ્રથમ નોંધણીનું વર્ષ દર્શાવે છે, BHએ ભારત સિરીઝ માટેનો કોડ છે, ####માં 0000થી 9999 સુધીના રેન્ડમ નંબરો હશે, XXએ AAથી ZZ અક્ષરો હશે).

BH સિરીઝ માટે કોણ અપ્લાઈ કરી શકે છે?
જેમની ઓફિસ ચાર કે તેથી વધુ રાજ્યોમાં છે તેમના કર્મચારીઓ અરજી કરી શકે છે. સરકારી અને ખાનગી બંને સંસ્થાઓના કર્મચારીઓ નવી BH સિરીઝ માટે અરજી કરી શકે છે. જો કે, નવી BH સિરીઝ માટે અરજી કરવી ફરજિયાત નથી. તે લોકોની ઇચ્છા પર નિર્ભર રહેશે.

1. સંરક્ષણ કર્મચારીઓના વાહનો
2. કેન્દ્ર અને રાજ્ય સરકારોના કર્મચારીઓના વાહનો 3. જાહેર ક્ષેત્રના ઉપક્રમોના વાહનો
4. ખાનગી ક્ષેત્રની કંપનીઓના વાહનો
5. સંસ્થાઓની માલિકીના ખાનગી વાહનો

  • જો વાહન માલિક સરકારી ક્ષેત્રમાં કામ કરતો હોય તો તેને વાહન રજિસ્ટ્રેશન કરાવવા દસ્તાવેજ સાથે ઓફિશિયલ ઓળખપત્ર આપવું પડશે.
  • જો વાહન માલિક પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતો હોય તો તેને BH રજિસ્ટ્રેશન કરાવવા વાહન રજિસ્ટ્રેશન દસ્તાવેજ સાથે જોડાયેલું ફોર્મ 60 આપવું પડશે.
  • આ સિરીઝ પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે. તેની માટે એક પોર્ટલ તૈયાર કરવામાં આવશે. BH નંબર રેન્ડમ રીતે જનરેટ થશે.

BH સિરીઝ અન્ય નંબર પ્લેટથી કેવી રીતે અલગ?
ઉપરોક્ત કેટેગરીમાંથી BH સિરીઝના વાહનો જેમની પાસે હશે, જો તેમનું ટ્રાન્સફર કોઈ અન્ય રાજ્યમાં થાય છે તો ત્યાં ગાડીને ફરીવાર રજિસ્ટ્રેશન કરાવવાની જરુરત નહીં પડે.

બીજા રાજ્યોમાં રજિસ્ટ્રેશનના નિયમ
વર્તમાન નિયમો અનુસાર, બીજા રાજ્યના વાહનને વધુમાં વધુ 12 મહિના સુધી કોઈપણ રાજ્યમાં રાખવાની છૂટ છે. તમે બીજા રાજ્યમાં નોંધણી કરાવ્યા વિના ચોક્કસ સમયગાળા માટે વાહન રાખી શકો છો. 12 મહિનાના નિર્ધારિત સમયગાળાના અંત પહેલા નોંધણી કરાવવી જરૂરી છે. BH સિરીઝ પછી તેની જરૂર રહેશે નહીં.

કેવી હશે નવી BH સિરીઝની નંબર પ્લેટ
નંબર પ્લેટ BHથી શરૂ થશે. આ પછી નોંધણીના વર્ષના છેલ્લા બે અંકો અને પછી આગળનો નંબર આવશે. નંબર પ્લેટ બ્લેક એન્ડ વ્હાઇટ કલરની હશે. નંબર સફેદ બેકગ્રાઉન્ડ પર કાળા રંગમાં ચિહ્નિત કરવામાં આવશે.

કેટલા વર્ષ માટે અને કેટલો ટેક્સ લાગશે?
કાર માલિકને બે વિકલ્પ મળશે. આમાં રોડ ટેક્સ 2 વર્ષમાં અથવા 2ના ગુણાંકમાં ભરવાનો રહેશે. RTO જવાની જરૂર નહીં પડે. સમગ્ર પ્રક્રિયા માત્ર ઓનલાઈન કરવામાં આવશે. 10 લાખ રૂપિયા સુધીની કાર પર 8 ટકા રોડ ટેક્સ લાગશે. તે જ સમયે, 10-20 લાખ રૂપિયાના વાહન પર 10 ટકા રોડ ટેક્સ લાગશે. 20 લાખથી વધુની કિંમતના વાહનો પર 12 ટકા રોડ ટેક્સ લાગશે. ડીઝલ વાહનો પર 2% વધારાની ફી ચૂકવવી પડશે. ઇલેક્ટ્રિક વાહનો પર 2% ઓછો ટેક્સ લાગશે.

અન્ય સમાચારો પણ છે...