ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથની પાસે સુરક્ષાનું એવું ચક્ર છે, જેને એક અભેદ કિલ્લો માનવામાં આવે છે. વડાપ્રધાન મોદી બાદ યોગી સૌથી મોટી સુરક્ષા વ્યવસ્થા ધરાવે છે. CM પાસે ઝેડ પ્લસ સુરક્ષા છે. CM યોગી જે ગાડીમાં હોય છે એ બુલેટ ઉપરાંત બોમ્બપ્રૂફ પણ છે. દરેક કાર્યક્રમમાં જ્યાં જાય છે ત્યાં 15 ગાડીના કાફલામાં તેમની ગાડી રહે છે. મંગળવારે CM મેરઠમાં ક્રાંતિ દિવસ પ્રસંગે અમર શહીદોને નમન કર્યા. આ સંજોગોમાં ભાસ્કરે CMની સુરક્ષા અંગે અનેક અધિકારીઓ સાથે વાતચીત કરી. ચાલો જાણીએ CM યોગીની સુરક્ષા..
CM યોગી સાથે હંમેશાં NSGના 25 કમાન્ડ રહે છે
પ્રથમ CMની સુરક્ષામાં રહેલા એક અધિકારીએ જણાવ્યું કે દેશમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષા વિશ્વસ્તરીય છે. યોગી આદિત્યનાથ બીજી વખત UPના CM બન્યા છે. તે હિન્દુત્વના લોકપ્રિય નેતા પણ છે. તેમણે કટ્ટરપંથી સંગઠનો તરફથી અગાઉ અનેક વખત ધમકી પણ મળી ચુકી છે.
CM યોગી સાથે દરેક સમયે NSG (નેશનલ સિક્યોરિટી ગાર્ડ)ના 25 કમાન્ડો રહે છે. એટલે કે તેમની શિફ્ટ 8 કલાક હોય છે, તો એકંદરે 75 કમાન્ડર ફરજ પર હોય છે. આ બ્લેક વર્દીમાં રહે છે. બ્લેક વર્દી પર બેઝ લગાવેલ છે. તેમની પાસે આધુનિક હથિયારો સાથે બુલેટ પ્રૂફ જેકેટ પણ રહે છે. આ કમાન્ડો CRPF,ITBPના જવાન હોય છે, જે દરેક સ્થિતિનો સામનો કરવાની તાલીમ પામેલા હોય છે.
ઝેડ પ્લસ સુરક્ષાનું કવચ
CM યોગીને ગૃહ મંત્રાલય પાસેથી ઝેડ પ્લસ સુરક્ષા મળી છે.SPG બાદ તે દેશમાં બીજી સુરક્ષા માનવામાં આવે છે. આ સુરક્ષા 2017થી મુખ્યમંત્રીને મળી છે. તેમા 28 સુરક્ષા કર્મચારીને ગોઠવવામાં આવેલ છે. SPG, NCG કમાન્ડો ઉપરાંત UP આર્મ્ડ પોલીસના જવાનનો પણ સમાવેશ થાય છે.
IG, DIG અને કેપ્ટન પોતે સંભાળે છે સુરક્ષા કમાન
CM જ્યા જાય છે ત્યાં IG, DIG અને કેપ્ટન પોતે સુરક્ષા સંભાળે છે. કાર્યક્રમ સ્થળ, મંચ, હેલિપેડ પર 4 સુરક્ષા રિંગ બનેલી હોય છે. બહારની બાજુ લોકલ પોલીસ કે જેમાં એક SP, એક એડિશનલ SP અને DSP રેન્કના અધિકારી સુરક્ષા વ્યવસ્થા સંભાળે છે. બીજો ઘેરો આઉટર રિંગનો રહે છે, જેમાં CM સિક્યોરિટી રહે છે.
ત્રીજો ઘેરો NSG કમાન્ડો સંભાળે છે. ચોથા ઘેરામાં CM પાસે NSG કમાન્ડો રહે છે. સ્થાનિક રીતે PAC સહિત 1200થી 1500 જવાન અલગ-અલગ સ્થાનો પર સતત ગોઠવવામાં આવે છે. 800 મીટરથી એક કિમી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક હોય છે.
NSG કમાન્ડો પાસે રહે છે બ્રીફકેસ
NSG કમાન્ડો પાસે હંમેશાં એક બ્રીફકેસ સાથે રહે છે. ઝેડ પ્લસ સુરક્ષામાં રહેલા કમાન્ડો ખૂબ જ સ્ફૂર્તિ ધરાવે છે અને ચાપતી નજર રાખે છે. કોઈ જોખમ દેખાઈ આવે તો કમાન્ડો બ્રીફકેસ ખોલી દે છે. એમાં બુલેટપ્રૂફ કવર હોય છે, જે VIPને ઢાકી દે છે. કોઈપણ સ્થિતિમાં VIPનો બચાવ કરી શકાય છે.
15 ગાડીના કાફલામાં રહે છે
CM 15 ગાડીના કાફલામાં રહે છે.જ્યાં પણ તે જાય છે ત્યા હાઈવે તથા માર્ગને 5થી દસ મિનિટ અગાઉ જ સ્થાનિક પોલીસ દ્વારા ખાલી કરાવી દેવામાં આવે છે. એટલે કે પોલીસ કોઈપણ વાહનને માર્ગ પર આવવા દેતા નથી. જ્યાં જ્યાં પણ કટ હોય છે ત્યા પોલીસની સુરક્ષા લગાવવામાં આવે છે.
આ અગાઉ કોઈ વાહન કાફલા નજીક પણ આવી શકતુ નથી. CMની ગાડી બુલેટ તથા બોમ્બ પ્રૂફ હોય છે. કાફલામાં એક DSP રેન્કના અધિકારી પણ રહે છે. CM સિક્યોરિટી, ઝેડ પ્લસ સુરક્ષા, સ્થાનિક પોલીસ, એમ્બ્યુલન્સનો કાફલો હોય છે. આ કાફલામાં રિઝર્વ ગાડી પણ રાખવામાં આવે છે.
કાર્યક્રમના સુરક્ષાચક્રને પણ જાણો
CMના કાર્યક્રમનું સુરક્ષા ચક્ર પણ ઘણુ ખાસ હોય છે. હેલિપેડ પર એક એડિશનલ SP અથવા DSP રેન્કના અધિકારી હોય છે. અહીં સ્થાનિક પોલીસના શસ્ત્રધારી જવાનને પાછળ રાખવામાં આવે છે અને સુરક્ષાની તમામ જવાબદારી CM સિક્યોરિટી તથા NSG પાસે રહે છે. મંચ અથવા અન્ય કાર્યક્રમ સ્થળ પર એક ASP, ઓછામાં ઓછા 2 DSP લાગેલા હોય છે.
મંચ તથા કાર્યક્રમમાં એકંદરે એક કમાન્ડ રેન્કના અધિકારી, 5થી 6 એડિશનલ SP, 15 CO અલગ-અલગ સ્થળ પર ફરજ પર હોય છે. કાર્યક્રમ સ્થળની આજુબાજુ ઇન્ટેલિજન્સ તથા બોમ્બ ડિસ્પોઝલ ટીમ એલર્ટ પર રહે છે. કાર્યક્રમના 800 મીટરના ઘેરાવામાં પોલીસ મકાનોની છત પરથી પણ ચાંપતી નજર રાખે છે. સ્થાનિક પોલીસ અલગ-અલગ રીતે સુરક્ષામાં 1500 જવાન ગોઠવવામાં આવેલ હોય છે. અન્ય જિલ્લાથી પણ પોલીસ ફોર્સને ફરજ પર ગોઠવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.