વરુણ ગાંધીનો ખેડૂતોને ખુલ્લો સાથ:અટલજીનો ખેડૂતો સાથે જોડાયેલો 41 વર્ષ જુનો VIDEO પોસ્ટ કર્યો, લખ્યું- ખેડૂતો ડરે તેમ નથી

પીલીભીત13 દિવસ પહેલા
વરુણ ગાંધી(ફાઈલ ફોટો)

પીલીભીતથી ભાજપના સાંસદ વરુણ ગાંધી હવે આરપારના મૂડમાં આવી ગયા છે. તે સતત ખેડૂતોને સમર્થન કરીને સરકારને ચેતવણી આપી રહ્યાં છે. આજે તેમની 40 દિવસમાં 8મી પોસ્ટ પૂર્વ PM અટલ બિહારી વાજપેયી સાથે જોડાયેલી છે. જે પ્રકાશમાં આવી છે. તેમણે પૂર્વ PMનો 41 વર્ષ જુનો 1980નો એક વીડિયો શેર કર્યો છે. તેની સાથે તેમણે લખ્યું કે ઉદાર દિલના નેતાના સમજદાર શબ્દ...રાજકારણમાં આને સરકારને વરુણનું અલ્ટીમેટમ કહેવાઈ રહ્યું છે.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં 1980 લખીને આવી રહ્યું છે. અટલ બિહારી વાજપેયી કોઈ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના સમર્થનમાં બોલતા તત્કાલીન સરકારને ચેતવણી આપી રહ્યાં છે. તે કહે છે કે હું સરકારને ચેતવણી આપવા માંગુ છું. દમનની રીતો છોડી દો. અમને ડરાવવાની કોશિશ ન કરો. ખેડૂતો ડરવાવાળા નથી. અમે ખેડૂતોના આંદોલનનો રાજકારણ માટે પ્રયોગ કરવા ઈચ્છતા નથી, જોકે અમે ખેડૂતોની ઉચિત માંગનું સમર્થન કરીએ છીએ. જો સરકાર દમન કરશે. કાયદાનો દૂરઉપયોગ કરશે. શાંતિપૂર્ણ આંદોલનને દબાવવાની કોશિશ કરશે તો ખેડૂતોના સંઘર્ષમાં કૂદવાથી અમે સંકોચ કરીશું નહિ. અમે તેમની સાથે ખભે-ખભા મિલાવીને ઉભા રહીશું.

વરુણની પોસ્ટના 3 સંયોગ
1980ના પૂર્વ પીએમ એટલે કે અટલ બિહાર વાજપેયીનો આ વીડિયો વરુણ ગાંધી માટે ખૂબ જ મહત્ત્વનો છે. એટલા માટે કે તે 1980નો છે. આ વર્ષે વરુણનો જન્મ થયો હતો. આ સિવાય તે એ જ વર્ષ છે, જેમાં જૂનમાં સંજય ગાંધીનું વિમાન દર્ઘટનામાં મૃત્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...