• Gujarati News
  • National
  • Varun Singh's Mother Put Her Hand On Her Daughter in law's Shoulder And Said You Are The Bravest Daughter Of The Greatest Veerang.

ભોપાલમાં ગ્રુપ કેપ્ટનની વિદાયની ક્ષણ:વરુણ સિંહની માતાએ પુત્રવધૂના ખભ્ભા પર હાથ રાખીને કહ્યું- તું સૌથી મોટી વીરાંગના, બહાદુર દીકરી છો

એક મહિનો પહેલા
  • એરપોર્ટથી નિવાસ સ્થાને પાર્થિવ દેહ લઈ જવાયો ત્યારે CM સતત સાથે રહ્યા
  • શહીદ વરુણના પિતા અને સેનાના રિટાયર્ડ કર્નલ કેપી સિંહ ભોપાલ રહે છે
  • નાનો ભાઈ તનુજ નેવીમાં લેફટનન્ટ કમાન્ડર છે, તેમનું પોસ્ટિંગ મુંબઈમાં છે

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના પાર્થિવ દેહ તેમના ઘરે પહોંચ્યો તે બાદ તેમની માતા ઉમા સિંહે પુત્રવધૂ ગીતાંજલિ સિંહના ખભ્ભા પર હાથ રાખીને સાંત્વના આપી. તેઓએ પુત્રવધૂને કહ્યું- તું બહાદુર દીકરી છો ઘરની, સૌથી મોટી વીરાંગના છો...ભોપાલના સન સિટી કોલોનીમાં ગ્રુપ કેપ્ટનના પાર્થિવ શરીરને થોડો વખત દર્શન માટે રાખવામાં આવ્યો હતો, જે બાદ સેનાની મિલિટ્રી હોસ્પિટલ લઈ જવાયો.

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું પાર્થિવ શરીર સેનાના પ્લેનમાં ગુરુવારે બપોરે 2.35 વાગ્યે બેંગલુરુથી ભોપાલ એરપોર્ટ લવાયો હતો. જ્યાં મધ્યપ્રદેશ સરકારના મંત્રી-ધારાસભ્યોએ કેપ્ટનને શ્રદ્ધાંજલિ આપી. જે બાદ પાર્થિવ શરીરને સેનાના વાહનમાં ભોપાલ સ્થિત સન સિટી કોલોની તેમના ઘરે લઈ જવાયો. તિલક વંદન બાદ પાર્થિવ દેહ ઘરમાં લઈ જવામાં આવ્યો.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર સેનાના વાહનની પાછળ ચાલ્યા અને થોડે દૂર ગયા બાદ શ્રદ્ધાંજલિ આપી. તમિલનાડુનાના કુન્નૂરમાં 8 ડિસેમ્બરે CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું જેમાં વરુણ સિંહ ઈજાગ્રસ્ત થયા હતા, જેમનું પણ બુધવારે નિધન થઈ ગયું. વરુણની સારવાર 7 દિવસથી બેંગલુરુની હોસ્પિટલમાં ચાલતી હતી.

કેપ્ટનનો પાર્થિવ દેહ સેનાના હેલિકોપ્ટરમાં બેંગલુરુથી ભોપાલ એરપોર્ટ લવાયો
કેપ્ટનનો પાર્થિવ દેહ સેનાના હેલિકોપ્ટરમાં બેંગલુરુથી ભોપાલ એરપોર્ટ લવાયો
પરિવારજનો પણ એરપોર્ટ પહોંચ્યા
પરિવારજનો પણ એરપોર્ટ પહોંચ્યા
એરપોર્ટ પર પરિવારજનો
એરપોર્ટ પર પરિવારજનો

શુક્રવારે બૈરાગઢમાં થશે અંતિમ સંસ્કાર
પ્રશાસનનો પ્લાન વરુણના અંતિમ સંસ્કાર ભદભદા વિશ્રામ ઘાટ પર કરાવવાનો હતો પરંતુ વરુણના પિતાના કહેવાથી હવે સંત હિરદારામ નગર (બૈરાગઢ)માં શુક્રવારે સવારે 11 વાગ્યે અંતિમ સંસ્કાર થશે. પિતા કેપી સિંહે કલેક્ટરને જણાવ્યું કે અંતિ યાત્રા ભદભદા લઈ જઈશું તો શહેરમાં ટ્રાફિક જામ થશે. તેઓ નથી ઈચ્છતા કે લોકો તેમના પુત્રના કારણે પરેશાન થાય.

કેપ્ટનની યાદમાં છલકાયા આંસુ
કેપ્ટનની યાદમાં છલકાયા આંસુ

ભોપાલમાં જ રહે છે શહીદના પિતા
શહીદ વરુણના પિતા અને સેનાના રિટાયર્ડ કર્નલ કેપી સિંહ ભોપાલના એરપોર્ટ રોડ સ્થિત સન સિટી કોલોનીમાં રહે છે. વરુણ પણ વારંવાર ભોપાલ આવતા-જતા રહેતા હતા. જો કે વરુણ સિંહના પરિવારના કોઈ પણ સભ્ય હાલ અહીં નથી રહેતા અને ઘરને તાળું મારેલું છે.

ભાસ્કરે વરુણના ભોપાલ સ્થિત ઘર અને તેમના ગૃહક્ષેત્ર દેવરિયાના લોકોને મળીને તેમની ભાવનાઓ જાણવાનો પ્રયાસ કર્યો. બંને જગ્યાએ માતમ જોવા મળી રહ્યો છે. બંને જગ્યાએ એક જ વાત જ સામે આવી રહી છે કે વરુણ બાળકોમાં ઘણાં જ લોકપ્રિય હતા. કરિયર ટિપ્સ આપતા રહેતા હતા. યૌદ્ધાઓની વાત કરતા હતા.

ભોપાલના તેમના પાડોસી અને સન સિટી ઉત્સવ સમિતિ કોલોનીના અધ્યક્ષ દલજીતસિંહ ગુરુદત્તાએ જણાવ્યું કે વરુણ હમણાં જ દિવાળી પર આવ્યા હતા. તેઓ ઘણાં જ મળતાવડા સ્વભાવના હતા. આખી કોલોનીમાં તેઓ લોકોના પ્રિય હતા. કોલોનીના બાળકોને તેઓ ઘણો પ્રેમ આપતા હતા. જ્યારે પણ આવતા તેઓ બધાં જ બાળકોને મળતા હતા. તેમની ઉત્સાહ વધારતા સાથે જ બાળકોને તેમના લક્ષ્ય અંગે પણ પૂછતા જે પછી તેમને કરિયર ટિપ્સ પણ આપતા હતા. જ્યારે પણ તેઓ આવતા હતા, કોલોનીમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેતું હતું. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને ઘણું જ દુઃખ થયું છે.

એક પ્રોગ્રામમાં બાળકોની સાથે દિવંગત વરુણ સિંહ (ફાઈલ ફોટો)
એક પ્રોગ્રામમાં બાળકોની સાથે દિવંગત વરુણ સિંહ (ફાઈલ ફોટો)

રજાઓને પણ દેશ માટે સમર્પિત કરતા હતા વરુણ
પાડોસી અનિલ મૂલચંદાનીએ જણાવ્યું કે વરુણ સિંહને જ્યારે પણ રજા મળતી હતી ત્યારે તેઓ ભોપાલ આવતા હતા. ભોપાલ શહેર તેમનું પસંદગીનું શહેર હતું. કોલોનીમાં જ્યારે આંટો મારતા ત્યારે બાળકોથી લઈને મોટાઓ સુધી વાત કરતા હતા. તેઓ બાળકોને યૌદ્ધાઓની વાત કરતા રહેતા. જે વાત બાળકો અમને જણાવતા હતા. વરુણ સિંહ હંમેશા બાળકોમાં સાહસિક વૃતિ દાખવવાનો પ્રયાસ કરતા. તેઓ રજાનો દિવસ પણ દેશ માટે સમર્પિત કરતા હતા. દીકરીઓને પણ પ્રોત્સાહિત કરતા હતા. તેઓ કહેતા હતા દીકરીઓ પણ કોઈનાથી ઉતરતી નથી.

વિશ્વાસ નથી થતો કે વરુણ હવે નથી રહ્યા
વરુણના અન્ય એક પાડોસી કર્નલ મહેન્દ્ર ત્યાગીએ કહ્યું- વરુણ સિંહના જવાથી અમે પણ શોકમાં છીએ. તેઓ ઘણાં પરાક્રમી હતા, પરંતુ આપણને છોડીને જતા રહ્યાં. વરુણના પિતા મારા સારા મિત્ર છે. વરુણ અંગે તેઓ સાથે થોડાં દિવસ પહેલાં જ વાત થઈ હતી. તેઓએ કહ્યું હતું કે હાલ પુત્રની તબિયત સારી છે. આજે વરુણના નિધનના દુઃખદ સમાચાર મળ્યા છે. અમને વિશ્વાસ નથી થતો કે વરુણ હવે આપણી વચ્ચે નથી રહ્યાં.

ભાઈ નેવીમાં છે
લગભગ 20 વર્ષ પહેલાં વરુણ સિંહનો પરિવાર ભોપાલ શિફ્ટ થયો હતો. સન સિટી કોલોનીમાં તેમના પિતા કેપી સિંહ અને માતા ઉમા સિંહ રહે છે. તો વરુણ સિંહ પોતાની પત્ની અને બે બાળકોની સાથે તમિલનાડુના વેલિંગ્ટનમાં રહે છે. તેમનો નાનો ભાઈ તનુજ નેવીમાં લેફટનન્ટ કમાન્ડર છે, તેમનું પોસ્ટિંગ મુંબઈમાં છે. વર્તમાનમાં માતા ઉમા સિંહ નાના ભાઈ સાથે રહે છે. માતા ખાનગી સ્કૂલમાં ટીચર હતા.

દેવરિયાઃ રિટાયર્ડ થયા બાદ ખેતી કરવા માગતા હતા
તો દેવરિયાના કન્હૌલી ગામથી સંબંધીઓ ભોપાલ આવી રહ્યાં છે. કન્હૌલી વરુણ સિંહનું પૈતૃક ગામ છે, જ્યાં પણ માતમ જોવા મળી રહ્યો છે. ભાસ્કર સાથે ચર્ચા કરતા કાકા રાજીવ સિંહે જણાવ્યું કે તેઓ અધિકારી હતા પણ સામાન્ય જીવન જીવતા હતા. રિટાયર્ડ થયા બાદ ગામમાં જ ખેતી કરવા માગતા હતા. ગામમાં બનેલી મિઠાઈ તેમને ઘણી જ પસંદ હતી. કહેતા હતા- જય જવાન જય કિસાનવાળું જીવન પસંદ છે.

અભિનંદનના બેચમેટ હતા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ
ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્તમાનના બેચમેટ રહ્યાં છે. અભિનંદન હાલમાં જ 27 ફેબ્રુઆરી 2019નાં રોજ ભારતની સરહદમાં ઘુસેલા પાકિસ્તાની વિમાનને ભગાડ્યું હતું. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ DSSCમાં પદસ્થ હોવાને કારણે તેમનો આખો પરિવાર તમિલનાડુમાં રહે છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ, કોંગ્રેસના નેતા અને પ્રવક્તા અખિલેશ પ્રતાપ સિંહના ભત્રીજા છે.

અન્ય સમાચારો પણ છે...