• Gujarati News
  • National
  • New Omicron Variant Could Also Pose Major Problem For India, Country Beset By Corona Storm

ઓમિક્રોન અંગે નિષ્ણાતની આશંકા:નવો ઓમિક્રોન વેરિયન્ટ પણ ભારત માટે સર્જી શકે છે મોટી મુશ્કેલી, દેશ કોરોનાના તોફાનમાં ઘેરાયો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બૂસ્ટર ડોઝથી પણ વસ્તીનો ઘણો હિસ્સો ઓમિક્રોનથી ફરી સંક્રમિત થતા જલ્દી રિકવરી કરશે.

ભારતમાં કોવિડ-19ના કેસમાં અસાધારણ ઉછાળો આવ્યો છે. ભારતમાં 7 મહિના બાદ એક લાખને પાર કેસનો આંકડો પહોંચ્યો છે. ડેલ્ટા વેરિયન્ટની સાથે ઓમિક્રોન વેરિયન્ટ પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને અનેક રાજ્યોમાં સ્થિતિ પડકારજનક બનતી નજર આવી રહી છે.

તાજેતરમાં જ વિશ્વના અગ્રણી વૈજ્ઞાનિક અને મિશિગન યુનિવર્સિટીમાં બાયોસ્ટેટીસ્ટીક્સના પ્રોફેસર ભ્રમર મુખર્જીએ ભારતમાં ઓમિક્રોન તથા કોરોનાની સ્થિતિને લઈ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે દેશ કોવિડ-19ના તોફાન વચ્ચે ફસાયો છે. આ ઉપરાંત તેમણે અનેક આશંકા વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભ્રમર મુખર્જી છેલ્લા 2 વર્ષથી ભારતના કોવિડ-19ની સ્થિતિ અંગે નજર રાખી રહ્યા છે.

તેમણે ટેલિગ્રાફ સાથેની મુલાકાતમાં કહ્યું કે દેશ કોવિડ-19ના તોફાન વચ્ચે ઘેરાયઈ ચુક્યો છે. અમારા મોડલ પ્રમાણે ભારતમાં ઓમિક્રોનના ઘણાબધા કેસ આવશે. અમારા સંશોધન પ્રમાણે ભારતમાં જેટલા લોકોએ ઓછામાં ઓછી એક એક વેક્સિનનો ડોઝ લીધો અથવા તો જે લોકો અગાઉ પણ સંક્રમિત થઈ ચુક્યા છે તે લોકો પૈકી 50 ટકા લોકો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થઈ શકે છે.

બીજી લહેર સમયે જેટલા મોત થયા તેમની 30થી 50 ટકા મોત ઓમિક્રોનથી થઈ
દક્ષિણ આફ્રિકાની સ્થિતિના આધારે જોઈએ તો ભારતમાં કોરોનાની બીજી લહેર સમયે જેટલા મોત થયા તેમની 30થી 50 ટકા મોત ઓમિક્રોનથી થઈ શકે છે. ભારતમાં મોટી સંખ્યામાં લોકો એક અથવા બે ડોઝ લગાવી ચુક્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં પણ સંક્રમિત પણ થઈ ચુક્યા છે. અમારું માનવું છે કે આવા લોકોની સંખ્યા 40 ટકા છે. એટલે કે કોઈ બૂસ્ટર ડોઝથી પણ વસ્તીનો ઘણો હિસ્સો ઓમિક્રોનથી ફરી સંક્રમિત થતા જલ્દી રિકવરી કરશે. એવું બની શકે છે કે વેક્સિનેશનના કારણ ઓમિક્રોનવાળા સંક્રમિતોને હોસ્પિટલમાં દાખલ ન પડે. મુખર્જીએ કહ્યું કે આ પૈકી તમામ બાબત તેમના અનુમાન પર આધારિત છે, આ પૈકી કેટલીક બાબત સાચી સાબીત થઈ શકે છે અને કેટલીક બાબત ખોટી સાબિત થઈ શકે છે.

ગંભીરતા અને મોતને લગતો સ્પષ્ટ અંદાજ લગાવવો મુશ્કેલ
ભારતમાં ઓમિક્રોન સંક્રમણની ગંભીરતા તથા મૃત્યુદરનો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ છે, કારણ કે અહીં હોસ્પિટલમાં ભરતી થવાના યોગ્ય આંકડા અને ત્યા સુધી મૃત્યુ દરનો આંકડો પણ નથી. અમે અમેરિકામાં પણ જોઈ છીએ કે ત્યા મોતના આંકડામાં વધારો ઓમિક્રોન અને ડેલ્ટા ઉપરાંત ખરાબ સ્વાસ્થ્ય સેવાને કારણે પણ વધ્યા છે.

દેશને લોકડાઉનથી બચાવી શકે છે
ડોક્ટર ભ્રમર મુખર્જી કહે છે કે ઓમિક્રોનથી સુરક્ષિત રહેવા માટે શું ઉપાય અપનાવવા જોઈએ,આ અંગે લોકો ઘણા ભ્રમિત છે, પછી ભલે ઓમિક્રોન એટલો ખતરનાક ન હોય તો પણ તે વ્યાપક પ્રમાણમાં ફેલાઈ શકે છે અને તેમનું વિશાળ સ્વરૂપ દેખાશે.

તેનાથી ફક્ત હેલ્થ સેક્ટર ઉપરાંત દરેક સેક્ટર પ્રભાવિત થશે. ભારતની વસ્તીની સ્થિતિને જોતા ઓમિક્રોનને હળવાશથી લઈ શકાય તેમ નથી. ભારત સહિત અન્ય દેશોએ સંક્રમણ ફેલાવાની રાહ જોઈ. આ સ્થિતિમાં સ્વાસ્થ્ય સેવાઓ પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવે તો દેશને ફરીથી લોકડાઉનથી બચાવી શકાય છે.

વેક્સિનેશન, માસ્ક અને તમામ મોટી રેલીઓ તથા સભાઓથી બચીને આ સંક્રમણથી સુરક્ષિત રહી શકે છે. જોકે હજુ પણ આ વેરિયન્ટને વધારે ખતરનાક નહીં માનવામાં આવે, તમામ નિયમોને કોરાણે રાખવામાં આવે તો સ્પષ્ટ છે કે તે ભીષણ સ્વરૂપ ધારણ કરી લેશે.

જોખમ બન્ને જગ્યાએ છે
ઓમિક્રોનને માઈલ્ડ તથા ઓછા જોખમ અંગે મુખર્જીએ કહ્યું કે વેક્સિનને લીધે મોતના આંકડા તથા હોસ્પિટલમાં ભરતી થવાની સંખ્યા ઓછી કરી શકાય છે. જોકે આ જોખમના બે ભાગ છે. પહેલો કે જો તમે સંક્રમિત થાય છે તો ગંભીર સ્વરૂપથી બીમારી પડે છે અને બીજુ કે શું તમે તેનાથી સંક્રમિત થાવ છો?

લોકો ફક્ત અગાઉ જોખમ પર ધ્યાન આપી રહ્યા છે. તમામ લોકો સંક્રમણ ઝડપભેર વધવા ભૂલી રહ્યા છે, જ્યારે જોખમ બન્ને જગ્યા છે. જ્યારે લોકોના જીવન તથા હોસ્પિટલ્સની સુવિધાઓની વાત આવે છે તો સંક્રમણનો દર ખાસ સ્થિતિ રાખે છે, જોકે તે ભૂલવું જોઈએ નહીં કે કુલ સંક્રમિતોની સંખ્યા પણ મહત્વની છે.

અનેક નિષ્ણાતોનું કહેવું છે કે 10-15 દિવસ અગાઉ જ દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચુકી છે. આ અંગે ભ્રમર મુખર્જીનું કહેવું છે કે ડિસેમ્બરમાં ઓમિક્રોનની ઓળખ થઈ ચુકી હતી અને જો હું સરકારમાં હોત તો તે સમયે માસ્ક લગાવવા અને બૂસ્ટર ડોઝ લગાવવાને લઈ સખત નિયમ બનાવ્યા હતા.