• Gujarati News
  • National
  • As Soon As The Team Reached Varanasi, They Started Chanting Har Har Mahadev And Allah Hu Akbar.

જ્ઞાનવાપી મસ્જિદ સર્વે:મુસ્લિમ પક્ષે કહ્યું- દીવાલોને આંગળીથી ખોતરવામાં આવી રહી છે, કાલે કમિશનર બદલવાની માગ કરીશું

વારાણસી2 મહિનો પહેલા
  • ટીમ વારાણસી પહોંચ્તા જ હર હર મહાદેવ અને અલ્લાહ હૂ અકબરના નારા લાગ્યા

વારાણસીમાં સામાન્ય બબાલ અને નારેબાજી વચ્ચે શ્રીકાશી વિશ્વનાથ ધામ-જ્ઞાનવાપી મસ્જિદમાં પહેલા દિવસની વીડિયોગ્રાફી અને સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું. સર્વેનું કામ આવતીકાલે એટલે કે શનિવારે પણ થશે. બહાર આવેલા અંજુમનન ઈંતઝામિયા મસ્જિદ કમિટીના અધિવક્તા અભયનાથ યાદવે એડવોકેટ કમિશનર પર ગંભીર આરોપ લગાવ્યા છે.

તેમને કહ્યું- 'જ્ઞાનવાપી પરિસરમાં પશ્ચિમ તરફ આવેલા ચબૂતરાની વીડિયોગ્રાફી કરાવવામાં આવી. જે બાદ 5:45 વાગ્યે એડવોકેટ કમિશનરે જ્ઞાનવાપી મસ્જિદના પ્રવેશ દ્વારને ખોલીને અંદર જવાનો પ્રયાસ કર્યો તો અમે વિરોધ કર્યો. તેમને જણાવ્યું કે કોર્ટનો એવો કોઈ આદેશ નથી કે તમે બેરિકેડિંગની અંદર જઈને વીડિયોગ્રાફી ન કરી શકો. પરંતુ એડવોકેટ કમિશનરે કહ્યું કે તેમને એવા આદેશ છે.

મસ્જિદની દીવાલને આંગળીથી ખોદવામાં આવી, જ્યારે એવા કોઈ આદેશ કોર્ટે આપ્યા ન હતા. તેથી અમે એડવોકેટ કમિશનરથી સંપૂર્ણપણે અસંતુષ્ટ છીએ. આવતીકાલે કોર્ટે બીજા એડવોકેટ કમિશનર નિયુક્ત કરે તેવી માગ કરીશું.'

તો હિન્દુ પક્ષના અધિવક્તાએ કહ્યું કે આજે જ્ઞાનવાપી પરિસરમાં કેટલાંક ભાગમાં વીડિયોગ્રાફી કરાઈ. પરિસરની અંદર જવાનો પ્રયાસ કર્યો તો પ્રતિવાદી પક્ષે વિરોધ કર્યો અને કહ્યું કે તમે ન જઈ શકો. શનિવારે 3 વાગ્યે ફરી એડવોકેટ કમિશનર સર્વેની કાર્યવાહી શરૂ કરશે. એડવોકેટ કમિશનરે જિલ્લા મેજિસ્ટ્રેટને કહ્યું કે કાલે અમે બેરિકેડિંગની અંદર જઈશું અને સર્વેનું કામ કરીશું.

રવિવાર સુધી ચાલી શકે છે સર્વે
એડવોકેટ કમિશ્નર અનિલ કુમાર મિશ્રા અને વાદી પક્ષના 18 લોકો જ્ઞાનવાપી પહોંચી ગયા છે. સર્વે શરૂ થઈ ગયો છે. આ પહેલા ટીમ જ્યારે પહોંચી ત્યારે કેટલાંક યુવકોએ હર હર મહાદેવના ઉદ્ઘોષ કર્યા હતા. જેને લઈને કેટલાંક મુસ્લિમ યુવકોએ પણ અલ્લાહ હૂ અકબરના નારા લગાવ્યા હતા. હાલ સુરક્ષા વ્યવસ્થાની સઘન વ્યવસ્થા કરાઈ છે.

અરજી કરનારી પાંચ મહિલાઓના વકીલે જણાવ્યું કે સર્વે ત્રણ દિવસમાં પૂરો થાય તેવી સંભાવના છે. કોર્ટના આદેશમાં આખા પરિસરના સર્વેનો આદેશ છે. જેમાં સંપૂર્ણ જ્ઞાનવાપી મસ્જિદ પરિસર અને શૃંગાર ગૌરી સમાહિત છે. એવામાં આટલા મોટા એરિયાના સર્વેમાં ત્રણ દિવસનો સમયો લાગી શકે છે અને આ સર્વે રવિવાર સુધીમાં પૂરો થાય તેવી શક્યતા છે.

LIVE અપડેટ્સ....

  • જ્ઞાનવાપીની આજુબાજુ 1 કિલોમીટરના વિસ્તારમાં ગલીઓમાં પણ પોલીસ રમખાણ નિયંત્રણ ઉપકરણની સાથે સજ્જ છે. કમિશનર એ સતીશ ગણેશે જણાવ્યું કે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં પણ પેટ્રોલિંગ વધારી દેવાયું છે.
  • સર્વેને લઈને સોશિયલ મીડિયા પર ધર્મ આધારિત આપત્તિજનક પોસ્ટ શેર કરવામાં આવી રહ્યાં છે. પોલીસે કહ્યું કે અરાજક તત્વોને ચિન્હિત કરીને તેમના વિરૂદ્ધ કોઈ પણ કાળે કાર્યવાહી કરાશે.
  • કાશી વિશ્વનાથ મંદિરના ટ્રસ્ટી બૃજભૂષણ ઓઝાએ નારેબાજી અંગે કહ્યું કે જે લોકો કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી રહ્યાં છે, તેમને પુરવાર કરવું જોઈએ કે તેઓ ભારતીય છે કે કોઈ અન્ય દેશના.
  • અયોધ્યાના તપસ્વી છાવણી પીઠાધીશ્વર જગદગુર પરમહંસાચાર્ચએ કહ્યું કે વીડિયોગ્રાફી અને સર્વેનું કામ શરુ થયું છે, પરંતુ કેટલાંક મુસ્લિમ વિરોધ કરી રહ્યાં છે. વિરોધ કરનારાઓ પર કઠોર કાર્યવાહી થવી જોઈએ, કે જેથી બીજી વખતે તેઓ આવું દુસાહસ ન કરે.
નારાબાજી પછી મુસ્લિમ સમુદાયના લોકોને સમજાવતા પોલીસ અધિકારી
નારાબાજી પછી મુસ્લિમ સમુદાયના લોકોને સમજાવતા પોલીસ અધિકારી

જુમ્માની નમાઝ પછી એક પક્ષના લોકોએ નારાઓ લગાવ્યા, પોલીસે ભગાડ્યા
વારાણસીમાં શ્રીકાશી વિશ્વનાથ ધામ-જ્ઞાનવાપી સ્થિત શૃંગાર ગૌરી અને અન્ય દેવ વિગ્રહોની વીડિયોગ્રાફી અને સર્વે પહેલા હોબાળો શરૂ થઈ ગયો છે. જુમાની નમાઝ માટે અન્ય દિવસની તુલનાએ વધુ લોકો પહોંચ્યા. નમાઝ પછી કેટલાંક લોકોએ ધાર્મિક નારાઓ લગાવી વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો. પોલીસ અને મુસ્લિમ સમાજના સંભ્રાંત લોકોએ શરારતી તત્વોને દૂર ભગાડ્યા. જ્ઞાનવાપીની આજુબાજુ ભારે ગરમીનો માહોલ જોવા મળ્યો. આજુબાજુની દુકાન પણ બંધ થઈ ગઈ. લોકોને દુકાનની અંદર ખાંખાખોળા કરતા જોવા મળ્યા.

જુમ્માની નમાઝ પછી હોબાળો વકરશે તેવી સ્થિતિ જોઈને પોલીસે લોકોને સમજાવ્યા હતા.
જુમ્માની નમાઝ પછી હોબાળો વકરશે તેવી સ્થિતિ જોઈને પોલીસે લોકોને સમજાવ્યા હતા.

10 મેનાં રોજ કોર્ટમાં રિપોર્ટ રાખવામાં આવશે
વારાણસી કોર્ટના આદેશ બાદ શ્રીકાશી વિશ્વનાથ ધામ-જ્ઞાનવાપી સ્થિત શૃંગાર ગૌરી અને અન્ય દેવ વિગ્રહોની વીડિયોગ્રાફી અને સર્વેનું કામ ચાલી રહ્યું છે. વીડિયોગ્રાફી-ફોટોગ્રાફી અને સર્વેથી સંબંધિત સાક્ષ્યને સુરક્ષિત સ્થાને પોલીસ કમિશનર રખાવશે.

સર્વે સંબંધિત રિપોર્ટ 10 મેનાં રોજ કોર્ટમાં રજૂ કરાશે. તો આ સર્વેને લઈને વારાણસી કમિશ્નરેટ અને વારાણસી ગ્રામીણના તમામ પોલીસની ફોર્સની સાથે જ લોકલ ઈન્ટેલિજન્સ યુનિટને વધુ સતર્કતા રાખવાનું કહ્યું છે.

જ્ઞાનવાપીની આજુબાજુની દુકાન બંધ થઈ ગઈ. લોકો દુકાનોની અંદર ઝાંખતા જોવા મળ્યા
જ્ઞાનવાપીની આજુબાજુની દુકાન બંધ થઈ ગઈ. લોકો દુકાનોની અંદર ઝાંખતા જોવા મળ્યા

મહિલાએ કાશી વિશ્વનાથ મંદિરની સામે નમાઝ પઢી
જ્ઞાનવપાી પરિસરમાં વીડિયોગ્રાફીને લઈને શુક્રવાર સવારથી સુરક્ષા વધારી દેવાઈ હતી. પરિસરને હોર્ડિંગથી ઢાંકી દેવાયો છે.મસ્જિદમાં કોઈને ન જવાની દેવાની વાત કરનાર અંજુમન ઈંતઝામિયા મસ્જિદ કમિટીના જોઈન્ટ સેક્રેટરી એમએસ યાસીને મીડિયા સાથે વાત કરવાનો ઈનકાર કરી દીધો છે. તેમનું સ્વાસ્થ્ય ઠીક ન હોવાનું કહ્યું છે. તો બપોરે એક મહિલા શ્રીકાશી વિશ્વનાથ મંદિરના ગેટ નંબર 4 સામે નમાઝ પઢવા લાગી. આ જોઈને પોલીસે તેની અટકાયત કરી હતી.

એક મહિલાએ રસ્તા પર જ બેસીને નમાઝ પઢી હતી, પોલીસે તેની અટકાયત કરી હતી.
એક મહિલાએ રસ્તા પર જ બેસીને નમાઝ પઢી હતી, પોલીસે તેની અટકાયત કરી હતી.

પૂછપરછમાં મહિલાએ કહ્યું કે તેના પતિને પહેલી પત્નીથી 7 બાળકો છે. પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી છે. હું માનસિક રીતે પરેશાન છું. ફરીદ બાબા મઝાર પંજાબમાં છે, ફરીદ બાબા જ રાત્રે સપનાંમાં આવ્યા હતા, જે બાદ તે અહીં નમાઝ પઢવા આવી ગઈ. મહિલાને સારવાર માટે મહિલા સિપાહીની દેખરેખમાં એસએપીજી કબીરચૌરા રવાના કરાઈ છે.

જ્ઞાનવાપી મસ્જિદમાં જુમ્માની નમાઝ માટે ભીડ ઉમટી પડી હતી.
જ્ઞાનવાપી મસ્જિદમાં જુમ્માની નમાઝ માટે ભીડ ઉમટી પડી હતી.

ઓગસ્ટ 2021માં કેસ દાખલ થયો હતો
દિલ્હીમાં રહેતી રાખી સિંહ, લક્ષ્મી દેવી, સીતા સાહૂ, મંજૂ વ્યાસ અને રેખા પાઠકે વિશ્વ વૈદિક સનાતન સંઘના જિતેન્દ્ર સિંહ વિસેનના નેતૃત્વમાં 18 ઓગસ્ટ 2021નાં રોજ વારાણસીની જિલ્લા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

રાખી સિંહ બનામ સરકાર ઉત્તરપ્રદેશ કેસના માધ્યમથી માં શૃંગાર ગૌરીના નિયમિત દર્શન-પૂજન અને અન્ય દેવી દેવતાઓના વિગ્રહોની સુરક્ષાની માગ કોર્ટમાં કરાઈ હતી. બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે અજય કુમાર મિશ્રાને એડવોકેટ કમિશનર નિયુક્ત કરીને જ્ઞાનવાપી પરિસરનો સર્વે કરવાના આદેશ આપ્યા હતા.

એડવોકેટ કમિશનર અજય કુમાર મિશ્રાએ સર્વે માટે 6 મેની બપોરે 3 વાગ્યાનો સમય નિર્ધારીત કર્યો હતો. જો કે સર્વે 4 વાગ્યાથી શરૂ થયો. અજય કુમાર મિશ્રાના જણાવ્યા મુજબ સર્વેનું કામ આજે જો પૂરું નહીં થાય તો 7 મેનાં રોજ પુરું કરાશે.

અન્ય સમાચારો પણ છે...