તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Fans Said I Didn't Even Get A Ventilator When I Was Alive, Now What's The Point Of Naming; The Son Said That Instead Of Temple idols, A Hospital Would Be Built

કાશીમાં પં.રાજન મિશ્રના નામે કોવિડ હોસ્પિટલ:પ્રશંસકોએ કહ્યું- જીવતા હતા ત્યારે તો વેન્ટિલેટર પણ ન મળ્યું, હવે નામ આપીને શું ફાયદો; પુત્રએ કહ્યું કે મંદિર-મૂર્તિઓની જગ્યાએ હોસ્પિટલ બને

વારાણસી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પં.રાજન મિશ્રનો અસ્થિ કળશ વારાણસી આવ્યો, ત્યારે સરકાર અને શાસન તરફથી કોઈ આવ્યું ન હતુ

બનારસના પદ્મભૂષણ પંડિત રાજન મિશ્રના નિધન પછી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવેલી ટેમ્પરરી હોસ્પિટલને તેમનુ નામ આપવામાં આવ્યું છે. હવે આ હોસ્પિટલને પં.રાજન મિશ્રના નામથી ઓળખવામાં આવશે. આ પગલા પછી સોશિયલ મીડિયા પર પં.રાજન મિશ્રના પ્રશંસકોએ સરકારની ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે જ્યારે પંડિતજી મૃત્યુ સામે લડી રહ્યાં હતા ત્યારે સરકાર તેમને વેન્ટીલેટર પણ ઉપલબ્ધ ન કરાવી શકી. હવે કોવિડ હોસ્પિટલને તેમનુ નામ આપીને દંભ કરવામાં આવી રહ્યો છે.

બીજી તરફ પં.રાજન મિશ્રના પુત્રએ પણ અપીલ કરતા સરકારને કહ્યું કે સંકટના આ સમયમાં મંદિર, મૂર્તિઓ અને નવી ઈમારતોની જરૂરીયાત નથી. તેના સ્થાને સારી હોસ્પિટલ બનાવવામાં, જેથી લોકોનો જીવ બચાવી શકાય.

વિચાર કરો...સામાન્ય લોકોની સ્થિતિ શું હશે?
પં.રજનીશ મિશ્રએ ભાસ્કર સાથે ખુલીને વાત કરી. તેમણે કહ્યું કે પિતાજી તો રહ્યાં નથી, અમે દોષ કોને આપીએ? જે નુકસાન થવાનું હતુ તે તો થઈ ગયું અને તેની ભરપાઈ હાલ શકય નથી. શાસ્ત્રીય સંગીતમાં વર્લ્ડ ફેમસ પંડિતજીની સારવારમાં આવું થતું હોય તો એક વિચાર કરો કે સામાન્ય માણસની શું સ્થિતિ હશે?

પીએમ આવાસની જગ્યાએ હોસ્પિટલો બનાવો
પં.રજનીશે કહ્યું કે પિતાજી હવે હોસ્પિટલ જોવા આવવાના નથી અને રામજી પણ પોતાનું મંદિર જોવા અયોધ્યા આવવાના નથી. હાલના સમયમાં દેશને સારી સુવિધા ધરાવતી હોય તેવી હોસ્પિટલની જરૂર છે. આ કારણે મંદિર, મૂર્તિઓ અને દિલ્હીમાં હજારો કરોડો રૂપિયાથી તૈયાર થઈ રહેલા વડાપ્રધાનના નવા આવાસની જગ્યાએ સરકારી હેલ્થ સિસ્ટમમાં સુધારો કરો. હું સરકારને યોગ્ય અનુરોધ કરીશ કે તે સામાન્ય માણસ અને તેના સ્વાસ્થ્ય પર ધ્યાન આપે.

પં.રાજન મિશ્રના પુત્ર અને ભાણીયાઓના સરકારને 2 સવાલ
1. એક તરફ પિતાજીના સન્માનમાં અસ્થાઈ કોવિડ હોસ્પિટલનું નામ આપવામાં આવ્યું. બીજી તરફ તેમની તસ્વીરની સાથે વડાપ્રધાનની પણ તસ્વીર લગાવાઈ રહી છે. આ કેવુ સન્માન છે અને શું સંદેશ અપાઈ રહ્યો છે?
2. જ્યારે પં.રાજન મિશ્રનો અસ્થિ કળશ વારાણસી આવ્યો, ત્યારે સરકાર અને શાસન તરફથી શાં માટે કોઈ ન આવ્યું?

અન્ય સમાચારો પણ છે...