• Gujarati News
  • National
  • Vande Bharat Train Speed; Reaching Mumbai From Ahmadiabad In 5 Hours, 0 To 100 Kmph In 52 Seconds

નવી વંદેભારતે બુલેટ ટ્રેનનો રેકોર્ડ તોડ્યો:52 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી, માત્ર 5 કલાકમાં અમદાવાદથી મુંબઇ પહોંચી

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશની પ્રથમ સેમી હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેને ટ્રાયલ દરમિયાન નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ટ્રેને 52 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડીને બુલેટ ટ્રેનને પાછળ પાડી દીધી છે. આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે. આ દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન છે. જેને અમદાવાદ-મુંબઈ રૂટ પર ચલાવવામાં આવશે.

વૈષ્ણવે જણાવ્યું કે, વંદે ભારત ટ્રેનનું ત્રીજું ટ્રાયલ ગુરુવારે થયું. ટ્રેને 52 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી, જ્યારે બુલેટ ટ્રેનને આ સ્પીડ સુધી પહોંચવા 54.6 સેકન્ડનો સમય લાગ્યો. નવી ટ્રેનની મહત્તમ સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે. જ્યારે જૂની વંદેભારત ટ્રેનની મહત્તમ સ્પીડ 160 કિમી પ્રતિ કલાક છે.

આ ટ્રેન અમદાવાદથી 5 કલાકમાં મુંબઇ પહોંચી
નવી વંદેભારત ટ્રેનનું શુક્રવારે અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ ટ્રેન અમદાવાદથી સુરત માત્ર 2 કલાક 32 મિનિટમાં પહોંચી, જ્યારે શતાબ્દી એક્સપ્રેસને પહોંચતા ત્રણ કલાક લાગ્યા. અમદાવાદથી સવારે 7.06 કલાકે ટ્રેન ઉપડી અને સુરત સ્ટેશન પર સવારે 9.38 કલાકે પહોંચી. અહીંથી રોકાયા વગર ટ્રેન બપોરે 12.16 કલાકે મુંબઈ સેન્ટ્રલ પર પહોંચી. ટ્રેનને અમદાવાદથી મુંબઈ વચ્ચે 492 કિમીનું અંતર કાપતા માત્ર 5 કલાક 10 મિનિટનો સમય લાગ્યો. જ્યારે શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ પહોંચવામાં 6 કલાક 20 મિનિટ લે છે.

વંદે ભારત ટ્રેનની ખાસિયત
રેલવે મંત્રાલયના સૂત્રો મુજબ, વંદેભારત એક્સપ્રેસની નવી ડિઝાઇનમાં ફોટોકેટાલિટીક એર પ્યુરિફાયર સિસ્ટમ છે, જે 99% જંતુઓ અને વાયરસને મારી શકે છે. વંદે ભારત ટ્રેનમાં પ્લેન જેવી સુવિધાઓ છે. આ ટ્રેનમાં એસી, ટીવી, ઓટોમેટિક દરવાજા, હાઈ ક્લાસ પેન્ટ્રી અને વોશરૂમ છે. વંદેભારત સંપૂર્ણપણે મેડ ઈન ઈન્ડિયા છે.

ટ્રેનમાં સ્વ-સંચાલિત એન્જિન છે. તેમજ, એક્ઝિક્યુટિવ કોચની સીટ વિસ્ટાડોમ સીટની જેમ 180 ડિગ્રી સુધી ફેરવી શકાય છે. નવી ટ્રેનની ગુણવત્તા અને સુવિધાના આધારે ટ્રેનનો સ્કોર 3.2 છે. જ્યારે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ સ્કોર 2.9 છે. મંત્રાલયની અપેક્ષા મુજબ, નવી વંદેભારત ટ્રેન ઓક્ટોબરથી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...