તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • Valentine Day Special Love Story; Pakistan Girl Hira Marries To Tariq From Madhya Praesh Bhopal After COVID Lockdown

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

LoC પાર વાળી લવ સ્ટોરી:પહેલા પુલવામા અટેક થયો પછી સર્જિકલ સ્ટ્રાઈક, જે બાદ CAA અને લોકડાઉને પણ અડચણ ઊભી કરી; અંતે 23 મહિના પછી લગ્નની વિધી પુરી થઈ

ભોપાલ12 દિવસ પહેલાલેખક: વિકાસ વર્મા
 • કૉપી લિંક

આમ તો તમે ઘણી કહાનીઓ સાંભળી હશે, LoC પાર વાળી ફિલ્મી લવ સ્ટોરીઝ પણ જોઈ હશે, પણ આજે અમે જે લવ સ્ટોરી વિશે જણાવી રહ્યાં છીએ, તેમાં ‘ગદર’ અથવા ‘વીર જારા’જેવા પાત્રો નથી, પણ આ પ્રેમ કહાનીમાં ઘણી અડચણ આવી.

ભોપાલના રહેવાસી 29 વર્ષના તારિક અને કરાચી(પાકિસ્તાન)ની 27 વર્ષની હીરાએ હમસફર બનવાનું વિચાર્યું તો પુલવામામાં આતંકી હુમલો થઈ ગયો. પછી ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી દીધી. ઉતાવળમાં જેમ તેમ લગ્ન થયા, પરંતુ વિદાઈની વિધી ન થઈ શકી. લગ્નની બાકીની વિધી નક્કી તારીખે થાય, એ પહેલા જ ભારતમાં CAA-NRCના વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. ફરી કોરોના મહામારી આવી ગઈ અને દેશમાં લાંબુ લોકડાઉન લાગી ગયું, પણ અંતે તારિક અને હીરાની લવ સ્ટોરી રંગ લાવી. તમામ અડચણોને પાર કરીને બન્ને 23 મહિના એટલે કે લગભગ 2 વર્ષ પછી 2 ફેબ્રુઆરી 2021ના રોજ લગ્નની બાકીની વિધી પુરી કરી. સરહદના તણાવ, રાજકારણ અને મહામારીથી ઘેરાયેલી આ પ્રેમ કહાની વિશે જરા વિસ્તારથી જાણીએ...

આ તસવીર એ વખતની છે જ્યારે તારિક અને હીરા વચ્ચે દોસ્તી થઈ હતી. બીજી તસવીર આ મહિના થયેલા લગ્નના કાર્યક્રમની છે.

અમ્મીએ પહેલી મુલાકાતમાં જ પુછી લીધું- શું તું મારી વહું બનીશ? કરાચીમાં રહેતી હીરાના મામાનું ઘર ભોપાલમાં છે અને તે તેની નાનીને મળવા આવતી જતી રહેતી હતી. 2013માં આ લવ સ્ટોરી ત્યારે શરૂ થઈ, જ્યારે ભોપાલના બિટ્ટન માર્કેટના એક હુક્કા લાઉન્જમાં પહેલી વખત એક કોમન ફ્રેન્ડે ભોપાલના તારિક અને કરાચીની હીરાની મુલાકાત કરાવી. આ મુલાકાત પછી બન્ને સારા મિત્ર બની ગયા. 2015માં હીરા લોન્ગ ટર્મ વિઝા પર 2 વર્ષ માટે ઈન્ડિયા આવી. ત્યારપછી તારિક અને હીરા ઘણી વખત મળતા હતા.તારિક જણાવે છે કે 2017માં જ્યારે હીરા પાછી પાકિસ્તાન જવાની હતી તો જતા પહેલા તેની આંખો ભીની થઈ ગઈ. તેને મને કહ્યું- એક વાર તારી મમ્મી સાથે મુલાકાત કરાવી દે.

તારિકે વધુમાં કહ્યું, જેવી જ અમ્મી અને હીરા એક બીજાને મળ્યા તો ભેટીને રડવા લાગ્યા. આ ઘણી ભાવુક ક્ષણો હતી. થોડીકવાર પછી અમ્મીએ હીરાને સીધું કહી દીધું કે, શું તું મારી વહું બનીશ. તારિક અને હીરાના લગ્ન વિશે આ પહેલી વાતચીત હતી.

પુલવામા અટેક, સર્જિકલ સ્ટ્રાઈક, NRC પ્રોટેસ્ટ અને લોકડાઉન બન્યાં અડચણ તારિકે વધુમાં કહ્યું, 2018માં જ્યારે હીરા ફરી ભારત આવી તો અમે બન્ને રિલેશનશીપમાં આવી ગયા. 2019ની શરૂઆતમાં બન્ને પરિવારોમાં અમારા લગ્નની તારીખ અંગે વાતચીત થઈ રહી હતી. આ બધાની વચ્ચે 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં અટેક થઈ ગયો. ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો. ત્યારપછી 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી. બન્ને દેશો વચ્ચે સંબંધ એટલી હદે બગડ્યાં કે હીરાના પાકિસ્તાન પાછા જવાની સ્થિતિ આવી ગઈ. આ બધાની વચ્ચે મારા પરિવારે નક્કી કર્યું કે, બન્નેના લગ્ન કરાવી દઈએ જેથી પેપર વર્ક થઈ શકે અને હીરા ભારતમાં રહી શકે.

તારિકે જણાવ્યું કે, આ દરમિયાન એટલી હદે ઉતાવળ હતી કે 2 માર્ચ 2019ના લગભગ 24 કલાકની તૈયારીમાં અમે બન્નેએ ભોપાલમાં લગ્ન કરી લીધા. પણ લગ્ન પછીની વિધી નહોતી થઈ શકી, એટલા માટે હીરા તારિકની જગ્યાએ તેની નાનીના ઘરે રહેવા લાગી. એ વખતે બન્ને પરિવારોએ નક્કી કર્યું કે, બધું બરાબર થશે ત્યારે બાકીની વિધી પણ પુરી કરી દેવાશે. વિદાઈ અને બાકીની વિધીની વાત ચાલી રહી હતી એવામાં દેશભરમાં CAA-NRC વિરુદ્ધ દેખાવ થવા લાગ્યા. જો કે પછી પણ બન્ને પરિવારોએ બાકીની વિધીઓને આગળ વધારવાનો નિર્ણય કર્યો, પણ અમે પણ અલગ અલગ જ રહી રહ્યા હતા.

લગ્ન છતા તારિક અને હીરા સાથે નહોતા રહી શકતા હતા, કારણ કે હીરાની વિદાઈની વિધી નહોતી થઈ.
લગ્ન છતા તારિક અને હીરા સાથે નહોતા રહી શકતા હતા, કારણ કે હીરાની વિદાઈની વિધી નહોતી થઈ.

તારિકે કહ્યું કે, લગ્ન પછી એકદમ સામાન્ય સમારોહ થયો હતો, એટલા માટે અમે બન્ને અમારા લગ્નને સેલિબ્રેટ કરવા માગતા હતા. બધુ બરાબર થાય ત્યારે એક ફંક્શન કરીને વિદાય વગેરેની વિધી પુરી કરવા માગતા હતા. પરંતુ કહાનીમાં એક વળાંક આવી ગયો. અમુક મહિના પછી ભારતમાં કોરોના મહામારીની એન્ટ્રી થઈ ગઈ અને લાંબું લોકડાઉન લાગી ગયું.

હીરા કહે છે કે તારિક અને મારા લગ્ન થઈ ગયા હતા, પણ તેમાં ઘણા મિત્ર અને સગા વ્હાલા નહોતા આવી શકતા. સતત અડચણોના કારણે લગ્ન પછી પણ અમે સાથે નહોતા રહી શકતા હતા.

તારિકે કહ્યું કે, જો કે, જૂન પછી લિમીટેડ ગેસ્ટ સાથે લગ્ન કાર્યક્રમ કરવાની મંજૂરી મળશે, પરંતુ અમે બન્નેએ વિચાર્યુ કે જ્યારે આટલી રાહ જોઈ છે તો થોડીક વધારે. અંતે લગ્નમાં ગેસ્ટની લિમિટેશન ખતમ થઈ તો 2 ફેબ્રુઆરી 2021ના રોજ લગ્ન થઈ શક્યા.

હીરાના ટૂંક સમયમાં ભારતની નાગરિકતા માટે અરજી કરશે, ત્યારપછી તે ભારતના જે શહેરમાં ફરી શકશે. વિઝા નિયમો હેઠળ હાલ આવું કરવા પર પ્રતિબંધ છે.
હીરાના ટૂંક સમયમાં ભારતની નાગરિકતા માટે અરજી કરશે, ત્યારપછી તે ભારતના જે શહેરમાં ફરી શકશે. વિઝા નિયમો હેઠળ હાલ આવું કરવા પર પ્રતિબંધ છે.

અધિકારીએ પૂછ્યું- પાકિસ્તાનમાં લગ્ન કેમ?
પાકિસ્તાની મૂળના નાગરિકોને ભારતમાં સિટી સ્પેસિફિક વિઝા જાહેર કરી શકાય છે, જો આ ઉપરાંત તે કોઈ અન્ય શહેરમાં જાય છે અથવા નાઈટ સ્ટે કરે છે તો તેમને તેની સૂચના સંબંધિત શહેરના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવાની હોય છે. આની સાથે જોડાયેલી એક કહાવત શેર કરતા તારિકે જણાવ્યું કે, જ્યારે જ્યારે હીરા ભારત આવીને કોઈ અન્ય શહેરથી ભોપાલ આવતી હતી તો અમારે એસપી ઓફિસ અને પોલીસ સ્ટેશન જવું પડતું હતું.એક વખત જ્યારે હું એસપી ઓફિસ ગયો તો ત્યાં હીરા બીજા કાઉન્ટર પર હતી અને હું અલગ કાઉન્ટર પર હતી. એક અધિકારીએ મને પૂછ્યું કે, પાકિસ્તાનમાં જ લગ્ન કેમ કર્યા. મેં હસીને મજાક કરતા કહ્યું- સર, પાકિસ્તાની સાનિયા મિર્ઝાને આપણા અહીંથી લઈને ગયા તો આપણે પણ તેમના ત્યાંથી હીરાને લઈને આવ્યા છીએ.તારિકે હસતા કહ્યું કે,આ કહાવતના કારણે આજે પમ મને એસપી ઓફિસમાં લોકો ઓળખે છે.

હીરાએ જણાવ્યું કે, મારી અમ્મા ભારતથી આવી છે અને મારા મામાનું ઘર ભોપાલમાં છે. ભારત આવીને મને લાગ્યું કે, ટીવી,સોશિયલ મીડિયા પર બન્ને દેશોમાં જેવું જોવા મળે છે એવું વાસ્તવિકતામાં નથી. તેણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાની નાગરિક થઈને ભારત આવવામાં એક જ મુશ્કેલી થાય છે કે તમે માત્ર અમુક જ શહેરોમાં જઈ શકો છો, જ્યાં માટે એમ્બેસી વિઝા આપે. ગ્રાન્ટ અને એલટીવીની પ્રક્રિયા પુરી થઈ ચૂકી છે, ઝડપથી જ ભારતની નાગરિકતા માટે અરજી કરીશ. ત્યારપછી આખું ભારત ફરી શકીશ.

આ મુશ્કેલ સવાલ છે કે ભારત-પાકિસ્તાનમાં મેચમાં કોણ કોને સપોર્ટ કરશે
ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ ક્રિકેટ મેચ થાય તો કોણ કોને સપોર્ટ કરશે? આ અંગેના સવાલ પર તારિકે કહ્યું કે, હાલ એવી સ્થિતિ નથી આવી કે અમે સાથે બેસીને ભારત-પાકિસ્તાનની કોઈ મેચ જોઈ હોય, પણ હું તો ભારતીય છું અને મને વિરાટ કોહલી અને ઈન્ડિયન ક્રિકેટ ટીમ પસંદ છે તો હું તેનો જ સપોર્ટ કરીશ. આ અંગેના સવાલ પર હીરા કહે છે કે હું તો પાકિસ્તાનની ટીમને સપોર્ટ કરીશ, પણ જો ભારતની મેચ કોઈ બીજા દેશ સાથે હશે તો હું ભારતને જ સપોર્ટ કરીશ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો