• Gujarati News
  • National
  • Vaccines Will Be Given Only To Pre registered People On Priority Basis, Monitoring Will Last For 30 Minutes

વેક્સિનેશન માટે ગાઈડલાઈન:અગાઉથી રજિસ્ટર્ડ લોકોને જ વેક્સિન અપાશે, આધાર-મતદાર ઓળખ કાર્ડ જેવા 12 ફોટો ID મારફતે રજિસ્ટ્રેશન થશે

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનેશનને લઈ રાજ્યોને ગાઈડલાઈન મોકલી છે. આ ગાઈડલાઈન પ્રમાણે દરરોજ એક સેશનમાં 100થી 200 લોકોને વેક્સિન આપવામાં આવશે. વેક્સિનેશન બાદ 30 મિનિટ સુધી મોનિટરીંગ કરવામાં આવશે કે આ વેક્સિનની કોઈ આડઅસર તો થઈ રહી નથી. ગાઈડલાઈન પ્રમાણે પ્રાથમિકતાના આધાર પર ફક્ત એવા લોકોને જ વેક્સિન આપવામાં આવશે કે જેમનું અગાઉથી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ હોય.

વેક્સિનને લગતી ગાઈડલાઈન

  • ગાઈડલાઈન પ્રમાણે કોવિડ વેક્સિન ઈન્ટેલિજન્સ નેટવર્ક સિસ્ટમ કોવિન મારફતે રજિસ્ટર્ડ લોકોને ટ્રેક કરવામાં આવશે અને તે સાથે જ એન્ટી-કોરોના વાઈરસ વેક્સિનની રિયલ ટાઈમ ઈન્ફોર્મેશન મેળવવામાં આવશે.
  • અગાઉથી રજિસ્ટર્ડ વ્યક્તિનું જ વેક્સિનેશન કરવામા આવશે. સ્થળ પર જ વેક્સિનેશનની કોઈ જ જોગવાઈ કરવામાં આવી નથી.
  • રાજ્યોને એક જિલ્લામાં એક જ વેક્સિન મેન્યુફેક્ચરરની વેક્સિનની ફાળવણી કરવા કહેવામાં આવ્યુ છે, જેથી ફિલ્ડમાં વિવિધ પ્રકારની કોવિડ વેક્સિન મિક્સ ન થઈ શકે.
  • વેક્સિન લઈ જનારા વાહન, વેક્સિનની શીશી અને આઈસ પેકને સીધા સુર્ય પ્રકાશથી બચાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.
  • વેક્સિન વોઈલ મોનિટર્સ હોઈ શકશે નહીં અને શીશી પર ડેટ ઓફ એક્સપાયરી પણ લખેલી નહીં હોય. અલબત તેનાથી વેક્સિનેશન પર કોઈ પ્રતિકૂળ અસર થવી જોઈએ નહીં.
  • વેક્સિનેશનનું સેશન પૂરું થયા બાદ તમામ અનઓપન વેક્સિનની શીશીઓને આઈસપેકમાં રાખી ડિસ્ટ્રીબ્યુટીંગ કોલ્ડ ચેઈન પોઇન્ટ પર લઈ જવામાં આવશે.
  • શરૂઆતમાં વેક્સિનેશનના દરેક સેશનમાં ફક્ત 100 લોકોને જ વેક્સિન આપવામાં આવશે. વેક્સિનની ઉપલબ્ધતા અને વ્યવસ્થા વધારે સારી થશે તો આ સંખ્યા વધારી 200 પણ કરી શકાય છે.
  • કોવિડ વેક્સિન પહેલા હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 50 વર્ષથી વધારે ઉંમરના લોકો તથા 50 વર્ષથી ઉપરના એવા લોકો કે જે અગાઉથી જ ગંભીર બીમારીથી પીડિત છે તેમને આપવામાં આવશે. આ ઉપરાંત બાકીના લોકોને સંક્રમણ અને વેક્સિનની ઉપલબ્ધતા પ્રમાણે વેક્સિન આપવામાં આવશે.
  • 50 વર્ષથી વધારે ઉંમરના 50થી 60 વર્ષ અને 60 વર્ષથી ઉપરમાં પણ વેક્સિનનું વિતરણ કરવામાં આવશે. તેને તબક્કાવાર રીતે વેક્સિન આપવામાં આવશે. 50 વર્ષથી ઉપર અથવા વૃદ્ધો લોકોની ઓળખ કરવા માટે લેટેસ્ટ લોકસભા અને વિધાનસભા ચૂંટણી યાદીનો ઉપયોગ કરવામાં આવશે.
  • પહેલા તબક્કા હેઠળ 30 કરોડ લોકોનું વેક્સિનેશન કરવાની યોજના છે.
  • 12 પ્રકારના ફોટો ઓળખ ધરાવતા દસ્તાવેજોનો ઉપયોગ કોવિન વેબસાઈટ પર નોંધણી માટે કરવામાં આવશે. તેમા મતદાર ઓળખ કાર્ડ, આધાર, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ અને પેન્શન ડોક્યુમેન્ટનો સમાવેશ થાય છે.