તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vaccines Will Be Delivered To All Corners Of The Country In The Air Force's 100 Plane Ready Mode For Vaccination

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એર ફોર્સની રૂપરેખા તૈયાર:રસી માટે એરફોર્સના 100 પ્લેન રેડી મોડમાં, નોટબંધી-ચૂંટણી સંચાલનની જેમ દેશના ખૂણે-ખૂણે વેક્સિન પહોંચાડશે

નવી દિલ્હી4 મહિનો પહેલાલેખક: મુકેશ કૌશિક
 • કૉપી લિંક
રસી પહોંચાડવા માટે એરફોર્સ તૈયાર - Divya Bhaskar
રસી પહોંચાડવા માટે એરફોર્સ તૈયાર
 • દેશભરમાં 28 હજાર કોલ્ડ ચેન સેન્ટર સુધી રસી પહોંચાડવા એર ફોર્સ સજ્જ

દેશના ખૂણે-ખૂણે કોરોના વેક્સિન પહોંચાડવાની સંભવિત જવાબદારી અદા કરવા એર ફોર્સ સજ્જ છે. અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં વેક્સિન પહોંચાડવાની જવાબદારી સૈન્યના શિરે જ આવશે. એર ફોર્સ હેડક્વાર્ટરે તેના આ આકલન પ્રમાણે પોતાને તૈયાર રાખવાના હેતુથી વેક્સિન ટ્રાન્સપોર્ટેશનના રાષ્ટ્રવ્યાપી અભિયાનની રૂપરેખા ઘડી કાઢી છે. સરકારનો આદેશ મળતાં જ તેને લાગુ કરી દેવાશે. એર ફોર્સના સૂત્રોએ જણાવ્યું કે પરિવહન વિમાનોને વેક્સિનના એરલિફ્ટિંગ માટે ઢાળવાની પદ્ધતિ, વેક્સિનના વિતરણ કેન્દ્રો અને લાસ્ટ પોઇન્ટ ડિલીવરી માટે હેલિકોપ્ટરોની સંખ્યા અને પ્રકાર નક્કી કરી લેવાયા છે.

ફોર્સને વેક્સિન ટ્રાન્સપોર્ટેશનનો પૂરતો અનુભવ વેક્સિનના 28 હજાર કોલ્ડ ચેન સેન્ટર સુધી વધુ ભાર લઇ જવામાં સક્ષમ કાર્ગો વિમાન તહેનાત થશે જ્યારે નાના કેન્દ્રો માટે વર્કહોર્સ એએન-32 અને ડોર્નિઅર વિમાનોનો ઉપયોગ કરાશે. ત્રીજી હરોળમાં હલકા મીડિયમ લિફ્ટ હેલિકોપ્ટરો રખાશે, જેમાં એએલએચ, શિનૂક, ચીતા અને ચેતક જેવા હેલિકોપ્ટરોની ભૂમિકા મહત્ત્વની રહેશે. એર ફોર્સના એક વરિષ્ઠ અધિકારીએ ભાસ્કરને જણાવ્યું કે એર ફોર્સને વેક્સિન ટ્રાન્સપોર્ટેશનનો પૂરતો અનુભવ છે. 2 વર્ષ અગાઉ મીસલ્સ અને રુબેલાની રસી લોકો સુધી પહોંચાડવામાં એર ફોર્સે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો