તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vaccines For Children Can Be Obtained From September; Zydus Cadillac Vaccine Expert Panel President Says Green Flag May Be Coming Soon

ટૂંક સમયમાં જ બાળકોની વેક્સિન:સપ્ટેમ્બરથી મળી શકે છે બાળકોની વેક્સિન; ઝાયડસ કેડિલાના વેક્સિન એક્સપર્ટ પેનલના પ્રમુખે કહ્યું, ટૂંક સમયમાં જ મળશે લીલી ઝંડી

નવી દિલ્હીએક મહિનો પહેલા
ઝાયડસની કોરોનાની વેક્સિનને ઇમર્જન્સી ઉપયોગ માટે કેટલાંક સપ્તાહની અંદર જ લીલી ઝંડી મળી શકે છે.
  • દેશમાં બાળકો માટેની કોરોનાની વેક્સિન સપ્ટેમ્બરથી મળવાની આશા
  • બાળકોની કોરોના વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે ટૂંક સમયમાં જ લીલી ઝંડી મળી શકે છે

ભારતમાં 12થી 18 વર્ષનાં બાળકોની ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન સપ્ટેમ્બરથી મળવાની શરૂ થઈ શકે છે. વેક્સિન બાબતો પર બનેલી એક્સપર્ટ કમિટીના પ્રમુખે આ વાત જણાવી છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર વધુ અસર થવાની આશંકાઓ વચ્ચે રાહતભર્યા સમાચાર મળી રહ્યા છે. ઝાયડસ કેડિલાની વેક્સિનની બાળકો પર કરવામાં આવેલી ટ્રાયલનાં પરિણામ સપ્ટેમ્બર પહેલાં જ ઉપલબ્ધ થઈ જવાની આશા છે. નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિનના પ્રમુખ ડો. એન.કે.અરોરાએ આ જાણકારી આપી હતી. એક જાણીતા મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં અરોરાએ કહ્યું હતું કે ઝાયડસની કોરોનાની વેક્સિનને ઈમર્જન્સી ઉપયોગ માટે કેટલાંક સપ્તાહની અંદર જ લીલી ઝંડી મળી શકે છે.

બાળકોની ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન સપ્ટેમ્બરથી મળવાની શરૂ થઈ શકે છે.
બાળકોની ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન સપ્ટેમ્બરથી મળવાની શરૂ થઈ શકે છે.

ભારતમાં બાળકો માટે ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિન (Covaxin) પણ ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થઈ શકે છે. કોવેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થઈ ચૂકી છે અને સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની આશા છે. એવામાં ઓક્ટોબરથી ડિસેમ્બર અથવા જાન્યુઆરી-ફેબ્રુઆરીના મધ્યમાં 2થી 18 વર્ષનાં બાળકો માટે વેક્સિનેશન શરૂ થઈ શકે છે, પરંતુ ઝાયડસ કેડિલાની ટ્રાયલના ડેટા ઘણા વહેલા જ ઉપલબ્ધ થઈ જશે.

ડો. અરોરાએ જણાવ્યું હતું કે દેશમાં સ્કૂલોને ખોલવા સહિત અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે. આશા છે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં અમે આ વેક્સિનનું કામકાજ શરૂ કરી શકીશું. જોકે પીડિયાટ્રિક એસોસિયેશન સહિત બાળકોમાં જોડાયેલા અનેક ગ્રુપ કહી ચૂક્યા છે કે કોરોનાની ત્રીજી લહેરની બાળકો પર વધુ અસર થવાની શક્યતા ખોટી પણ સાબિત થઈ શકે છે અને મજબૂત રોગપ્રતિકારક ક્ષમતાને કારણે બાળકો સુરક્ષિત રહેશે, પરંતુ સરકાર આ વખતે કોઈ જ કચાશ રાખવા માગતી નથી.

ઝાયડસ કેડિલાની વેક્સિનની બાળકો પર કરવામાં આવેલી ટ્રાયલનાં પરિણામ સપ્ટેમ્બર પહેલાં જ ઉપલબ્ધ થઈ જવાની આશા છે.
ઝાયડસ કેડિલાની વેક્સિનની બાળકો પર કરવામાં આવેલી ટ્રાયલનાં પરિણામ સપ્ટેમ્બર પહેલાં જ ઉપલબ્ધ થઈ જવાની આશા છે.

આ પહેલાં દેશના નવા આરોગ્યમંત્રી માનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સરકાર એક હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર પેકેજની તૈયારી કરી રહી છે, જેના દ્વારા દેશના 736 જિલ્લામાં પીડિયાટ્રિક સેન્ટર બનાવવામાં આવશે, જે હેઠળ લગભગ 4000 ICU બેડ પણ બાળકો માટે તૈયાર કરવામાં આવશે. આ પેકેજ 9 મહિનાની અંદર લાગુ કરવામાં આવશે. દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોની સરકાર પણ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખતાં બાળકોની સારવાર સંબંધિત વિશેષ વ્યવસ્થા કરવામાં લાગેલી છે.