તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vaccine Recipients In Chennai Were Offered Gold Coins, Mixers, Initially 50 People Benefited Now In 700 Lines

વેક્સિનેશન માટે અવનવા પ્રલોભન:ચેન્નઇમાં રસી લેનારને સોનાના સિક્કા, મિક્સરની ઓફર કરાઈ, પ્રારંભમાં 50 લોકોએ લાભ લીધો હવે 700 લાઈનમાં

ચેન્નઇ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ મશિન સહિત ફ્રીઝ પણ ઓફરમાં મૂકવામાં આવ્યા - Divya Bhaskar
વોશિંગ મશિન સહિત ફ્રીઝ પણ ઓફરમાં મૂકવામાં આવ્યા

તમિલનાડુમાં ફ્રી ગિફ્ટ સરકારી યોજનાઓ અને ચૂંટણી અભિયાનોનો હિસ્સો રહી છે. હવે વેક્સિનેશન વધારવા ફ્રી ગિફ્ટની મદદ લેવાઇ રહી છે. કોવલમ જિલ્લામાં રસી લેનારા એક પ્લેટ બિરયાની, મોબાઇલ, સોનાના સિક્કા, મિક્સર-ગ્રાઇન્ડર, ટુ-વ્હીલર તથા વોશિંગ મશીન પણ જીતી શકે છે.

સ્કૂટી સહિતની વસ્તુઓ ઓફરમાં મૂકવામાં આવી
સ્કૂટી સહિતની વસ્તુઓ ઓફરમાં મૂકવામાં આવી

700 લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું
માછીમારોના કોવલમની વસતી 14,300 છે, જેમાં 18 વર્ષ કે તેથી વધુ વયના 6,400 લોકો છે. આ પહેલ અગાઉ અહીંના 50 લોકોએ જ રસી લીધી હતી પણ હવે 650થી વધુ લોકો પહેલો ડોઝ લઇ ચૂક્યા છે. 700થી વધુ લોકોનું એડવાન્સ બુકિંગ છે. એસટીએસ ફાઉન્ડેશનના ટ્રસ્ટી જે. સુંદર જણાવે છે કે અમારો હેતુ લોકોનો વેક્સિન માટેનો ખચકાટ દૂર કરવાનો છે. મફત બિરયાનીનું લોકોમાં આકર્ષણ છે. જિલ્લાને દેશમાં રોલમોડલ બનાવવાનું અમારું લક્ષ્ય છે.

લોકોને વિવિધ ઓફર કરવામાં આવી
લોકોને વિવિધ ઓફર કરવામાં આવી

હવે બીજા સ્થળે પણ શરૂ કરાશે
​​​​​​​કોવલમમાં સીએન રામદાસ સીડી ટ્રસ્ટે આ અભિયાન શરૂ કર્યું છે. કોવલમમાં સફળતા મળતા હવે બીજે પણ શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...