• Gujarati News
  • National
  • Vaccine Certificates Were Issued In The Names Of Several Ministers, Including Amit Shah, From Sunday To Monday.

યુપીમાં વેક્સિનેશનમાં કૌભાંડ:સન્ડે-મન્ડેથી લઈને અમિત શાહ સહિત અનેક મંત્રીઓના નામે વેક્સિન સર્ટિફિકેટ જારી કરાયાં

લખનઉએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તરપ્રદેશના ઈટાવામાં અનેક કેન્દ્રીય મંત્રીઓના નામે વેક્સિનેશન સર્ટિફિકેટ જારી કરાયાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ અને લોકસભા સ્પીકર ઓમ બિરલાનું પણ ફેક વેક્સિનેશનવાળું સર્ટિફિકેટ જારી કરી દેવાયું છે.

ઈટાવાના ચીફ મેડિકલ ઓફિસર ભગવાન સિંહે જણાવ્યું કે આ મામલે તપાસ ચાલુ છે. 12 ડિસેમ્બરે તેમના નામ નોંધી પ્રથમ ડોઝનું વેક્સિનેશન નોંધવામાં આવ્યું હતું. બીજા ડૉઝ માટે 6 માર્ચની તારીખ અપાઇ હતી. તપાસમાં રાજનેતાઓ સહિત કુલ 10 એવાં નામ સામે આવ્યાં છે જેમના નામે ફેક વેક્સિનેશન સર્ટિ. ઈશ્યૂ કરાયાં હતાં.

અમુક હસ્તીઓના નામે પણ ફેક ડૉઝ અપાયા હતા પણ તેમનાં નામ આખા લખાયાં નહોતા જેમ કે નિર્મલા સીતા, સ્મૃતિ, નરેન્દ્ર નામે પણ ફેક વેક્સિનેશન થયું. આ નામોને પોર્ટલ પરથી હટાવવાની કામગીરી ચાલુ છે. ઉપરાંત અમુક દિવસોના નામે પણ વેક્સિન આપી દેવાઈ હતી જેમ કે ફ્રાઈડે, સન્ડે સિંહ, મન્ડે સિંહના નામે પણ સર્ટિફિકેટ બનાવી દેવાયાં.

અન્ય સમાચારો પણ છે...