તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરનું જોખમ કેવું?:વેક્સિનેશન, હર્ડ ઈમ્યુનિટી ત્રીજી લહેરથી બચાવશે

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: પવન કુમાર
  • હવે દેશની 35 ટકા વસતીને સિંગલ ડોઝ, 65 ટકા વસતીમાં એન્ટિબોડી હોવાથી જોખમ અત્યંત ઓછું
  • બીજી લહેર પહેલી લહેરના પિકના 6 મહિના પછી આવી હતી, બીજી લહેરનો પિક વીત્યે 4 મહિના થયા

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા અંગે ચર્ચા ફરી જોરમાં છે. મોટા ભાગના વિજ્ઞાનીઓનું માનવું છે કે હાલ ત્રીજી લહેરની આશંકા નથી. કેટલાક કહે છે કે ઓક્ટોબરમાં આવી શકે પણ પાછલા ટ્રેન્ડ અને બદલાયેલી સ્થિતિ એવો સંકેત આપે છે કે ત્રીજી લહેરનું જોખમ બહુ ઓછું છે.

વિજ્ઞાનીઓ તે માટે મુખ્ય 2 કારણ જણાવે છે. પહેલું- દેશની 35% વસતીને વેક્સિનનો પહેલો ડોઝ મળી ચૂક્યો છે. આગામી 2 મહિનામાં સિંગલ ડોઝ લેનારાઓની સંખ્યા 50%ને પાર જઇ શકે છે. બીજું કારણ- દેશની 65% વસતીમાં એન્ટિબૉડી જણાયા છે.

એન્ટિબૉડી સંક્રમણ થયા પછી જ બને છે. આને હર્ડ ઇમ્યુનિટી કહે છે. મતલબ કે આટલી મોટી વસતીમાં ફરી સંક્રમણનું જોખમ આગામી 6 મહિના સુધી નહિવત્ છે, કેમ કે શરીરમાં એન્ટિબૉડી સરેરાશ 6 મહિના સુધી રહે છે.

જેમને અત્યાર સુધી વેક્સિન નથી અપાઈ અને તેમનામાં એન્ટિબોડી પણ નથી... તેમને આવનારા દિવસોમાં વધારે સાવચેત રહેવાની જરૂર દેશમાં 45.61 કરોડ લોકોને પ્રથમ ડૉઝ, 13.28 કરોડને બંને ડૉઝ આપી દેવાયા છે. આ વસતી હવે કોરોનાના ગંભીર સંક્રમણના ખતરાથી બહાર છે.

તેમને જો સંક્રમણ થશે તોપણ ખૂબ જ ઓછા લોકોને હોસ્પિટલે જવાની જરૂર પડશે. બીજી બાજુ જે લોકોમાં એન્ટિબોડી છે, તેમને પણ ખતરો ઓછો છે. પણ જે લોકોએ ન તો વેક્સિન લીધી છે અને તેમનામાં એન્ટિબોડી પણ નથી તે સંક્રમણનો સૌથી પહેલાં શિકાર બનશે.

અન્ય સમાચારો પણ છે...