વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાતના એક દિવસ પછી સરકારે વેક્સિનેશન પ્રોગ્રામની નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે. તે મુજબ કેન્દ્ર સરકાર વેક્સિન નિર્માતા કંપનીઓ પાસેથી 75 ટકા વેક્સિન ખરીદીને રાજ્યોને ફ્રીમાં આપશે. સાથે જ પ્રાઈવેટ હોસ્પિટલ માટે વેક્સિનની કિંમત મેન્યુફેકચરિંગ કંપનીઓ જાતે જાહેર કરશે.
કેન્દ્ર તરફથી રાજ્યોને વેક્સિનના જેટલા ડોઝ મળશે. તેમાં રાજ્યોએ ુપ્રાથમિકતા નક્કી કરવી પડશે. આ પ્રાયોરિટીમાં હેલ્થકેર વર્કર્સ સૌથી ઉપર રહેશે. તે પછી 45 વર્ષથી વધુ ઉંમરના લોકો અને પછી એવા લોકોને પ્રાથમિકતા આપવી પડશે, જેનો બીજો ડોઝ બાકી છે. તે પછી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનો નંબર આવશે. તેમના વેક્સિનેશન માટે રાજ્ય સરકાર પોતાના હિસાબથી પ્રાયોરિટી નક્કી કરશે.
નવી ગાઈડલાઈન્સમાં આ વાતો પણ સામેલ
વેક્સિન ખરીદીની વ્યવસ્થા બદલાશે, રાજ્યોને કેન્દ્ર પાસેથી મળશે પુરા ડોઝ
જુની પોલીસી | નવી પોલીસી |
કેન્દ્ર સરકાર 50% વેક્સિનેશન ખરીદતી હતી. | કેન્દ્ર સરકાર 75 ટકા વેક્સિન ખરીદશે. |
25 ટકા રાજ્યોએ ખરીદવાની થતી હતી. | રાજ્યોને વેક્સિન ખરીદવાની જરૂર નહિ પડે. |
25 ટકા પ્રાઈવેટ હોસ્પિટલ ખરીદી શકે છે. | પહેલાની જેમ 25 ટકા વેક્સિન સીધી મેન્યુફેકચરર પાસેથી ખરીદી શકાશે. |
હાલ શું હતુ, આગળ શું થશે
કેન્દ્ર સરકારઃ જેટલા ડોઝ ખરીદતી હતી તેમાંથી 50 ટકા ડોઝ પ્રાયોરિટી ગ્રુપ્સ અને 45+ની ઉંમરના લોકો માટે રાજ્યોને ફ્રી આપતી હતી. હાલ ફ્રી સપ્લાઈને 50 ટકાથી વધારીને 75 ટકા કરવામાં આવશે. આ સીમામાં 18-44 વર્ષ વાળા તમામને સામેલ કરવામાં આવશે.
રાજ્યઃ 1 મે સુધી રાજ્યોને 18-44 વર્ષ સુધીની ઉંમરના લોકો માટે 25 ટકા ડોઝ બજારમાંથી ખરીદવા પડતા હતા.
45+ ઉંમર વાળાઃ ફ્રી વેક્સિનનો સૌથી વધુ ફાયદો મળતો રહેશે, જોકે પ્રાઈવેટ હોસ્પિટલોમાં પહેલાની જેમ જ પૈસા ચુકવવા પડશે.
18-44 વર્ષની ઉંમરવાળાઃ 21 જૂનથી સરકારી કેન્દ્ર પર ફ્રી વેક્સિન લાગશે, જોકે પ્રાઈવેટ હોસ્પિટલમાં પૈસા ચૂકવવા પડશે.
પ્રાઈવેટ હોસ્પિટલઃ કેન્દ્ર સરકારની સાથે-સાથે વેક્સિન મેન્યુફેકચર્સ પણ ડીલ કરી શકે છે. વેક્સિન લગાવવા માટેનો 150 રૂપિયા ચાર્જ લઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.