દેશભરમાં કોરોના સંક્રમણ સામે વેક્સિનેશનનો બીજો તબક્કો સોમવાર, 1 માર્ચથી શરૂ થઈ ગયો છે. આ તબક્કામાં, 60 વર્ષથી વધુ અને 45 વર્ષથી વધુની ગંભીર રોગો પીડિત લોકોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જેમની વય 1 જાન્યુઆરી 2022ના રોજ 60 વર્ષની હશે તેઓ પણ આ વખતે વેક્સિન મુકાવી શકશે. વેક્સિનેશન બપોરે 3 વાગ્યા સુધી ચાલશે. આ માટે કો-વિન 2.0 પોર્ટલ સાથે આરોગ્ય સેતુ પર સોમવારે સવારે 9 વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ થશે.
ગંભીર બીમારીનું પ્રમાણપત્ર બતાવવું પડશે, સરકારે ફોર્મેટ બહાર પાડ્યું
જે લોકોની ઉમર 60 વર્ષ કે તેથી વધુ છે તેમણે રજિસ્ટ્રેશન અને વેક્સિનેશન સમયે આઈડી કાર્ડ સાથે રાખવું પડશે. 45થી 60 વર્ષના લોકોને ગંભીર બીમારી હોય તો મેડિકન સર્ટિફિકેટ બતાવવું પડશે. સરકારે આ મારે ડિકલેરેશન ફોર્મેટ સાથે આ માપદંડમાં આવતા 20 રોગોની યાદી પણ બહાર પાડી છે. આ ફોર્મને ડોક્ટર દ્વારા પ્રમાણિત કરવું પડશે.
9 પોઇન્ટમાં વેક્સિનેશનની સમગ્ર જાણકારી...
કોને લગાવાશે વેક્સિન?
60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે. આની સાથે જ 45થી 60 વર્ષની વયના લોકોને પણ વેક્સિન આપવામાં આવશે, જેઓ ગંભીર રોગોથી પીડિત છે. જેમની ઉંમર 1 જાન્યુઆરી 2022એ 60 વર્ષ થશે તે લોકોને વેક્સિન મુકાવી શકશે. કેન્દ્ર સરકારનો અંદાજ છે કે આશરે 27 કરોડ લોકો આ કેટેગરીમાં આવે છે. પ્રથમ ડોઝ લેનાર લોકો 29મા દિવસે બીજો ડોઝ માટે પોર્ટલ પર નોંધણી કરી શકે છે, પરંતુ જો કોઈ લાભાર્થી પ્રથમ ડોઝની નોંધણી રદ કરે છે, તો પછી તેમના બંને ડોઝની નોંધણી રદ કરવામાં આવશે.
કેટલા રૂપિયા ચૂકવવા પડશે?
લગભગ 12 હજાર સરકારી હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વેક્સિન મફત મળશે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનેશન માટે 250 રૂપિયા ચૂકવવા લડશે. એમાં 150 રૂપિયા વેક્સિન માટે અને 100 રૂપિયા સર્વિસ ચાર્જ હશે.
શું વેક્સિનની પસંદગી કરી શકાય છે?
ના. હાલના સમયમાં વેક્સિનેશન અભિયાનમાં ઇન્ડિયા બાયોટેકની સ્વદેશી વેક્સિન- કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કોવિશીલ્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વેક્સિનને પસંદ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે નહીં. જે ઉપલબ્ધ રહેશે એ વેક્સિન આપવામાં આવશે.
શું હું રસી લેવાની તારીખ પસંદ કરી શકું છું?
હા, લોકો એ પસંદગી કરી શકે છે કયા દિવસે વેક્સિન લેવી છે અને કયા કેન્દ્રમાં. તેમને આ વિકલ્પ ફક્ત કોવિન પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન સમયે જ મળશે.
કેટલા સેન્ટર પર વેક્સિન લગાવાશે?
લોકો તેમના ઘરની નજીકના કેન્દ્રમાં એપોઇન્ટમેન્ટ લઈ શકશે. હાલમાં સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં જ વેક્સિન આપવામાં આવી રહી છે. આ આશરે 12 હજાર છે. ભારતમાં આયુષ્માન એમ્પનલ્ડ હોસ્પિટલ અથવા CGHS હોસ્પિટલો પણ સામેલ હશે, જે 12,000 છે. આ રીતે કુલ 24 હજાર સ્થળો પર વેક્સિન આપવામાં આવશે.
એક ફોન પર કેટલાં રજિસ્ટ્રેશન કરી શકાય છે?
વેક્સિનેશનમાં ભાગ લેવા માટે પોતાનો સ્માર્ટફોન હોવો જરૂરી નથી. તમે બીજા કોઈના સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકો છો. મોબાઇલ ફોનથી ચાર એપોઇન્ટમેંટ લઈ શકાય છે.
શું રજિસ્ટ્રેશન માટે અલગથી એપ ડાઉનલોડ કરવી પડશે?
ના, એની કોઈ જરૂર નથી. તમે કોરોના વેક્સિનેશનમાં ભાગ લેવા માટે આરોગ્ય સેતુ એપ પર પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ માટે જલદીથી એમાં નવું ફીચર સામેલ કરવામાં આવશે. કોવિન (Co-WIN) એપના વેબ પોર્ટલ (cowin.gov.in)ની સાથે જ IVRS અને કોલ સેન્ટર પણ રજિસ્ટ્રેશન કરશે. ભારતનાં 6 લાખ ગામોમાં રહેતી લગભગ 2.5 લાખ સમાનતા સર્વિસ સેન્ટર (સેવા કેન્દ્ર) પર પણ રજિસ્ટ્રેશન થશે.
શું રજિસ્ટ્રેશન વિના વેક્સિનેશન કરાવી શકાશે?
હા, જેમ ટ્રેનમાં રિઝર્વેશન વિના પણ સીટ મળે છે એવી જ રીતે વેક્સિન પણ સેન્ટર પર જઈને લગાવી શકાય છે, પરંતુ આ ત્યારે જ થશે જ્યારે ખાલી જગ્યા હશે. આ રાજ્ય સરકારો નક્કી કરશે કે કોઈ કેન્દ્રની ક્ષમતાની દૃષ્ટિએ ઓનલાઇન અને ઓફલાઇનનું પ્રમાણ કેટલું રહેશે?
વેક્સિનેશનના સમયે શું-શું સાથે રાખવા પડશે?
જે લોકોની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે, તેમણે પોતાની ID કાર્ડ સાથે રાખવું પડશે. રજિસ્ટ્રેશન અને વેક્સિન મૂકાવતા સમયે. 45થી 60 વર્ષના લોકોને સર્ટિફિકેટ બતાવવું પડશે, જે સાબિત કરશે કે તેઓ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. આ સર્ટિફિકેટ ડોકટર પાસે ભરાવવું પડશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.