• Gujarati News
  • National
  • After The Vaccination, Iron steel Luggage Started Hitting The Body Of The Old Man, Even The Doctors Who Were Examining Him Were Surprised, The Government Will Investigate.

નાસિકના પરિવારનો દાવો:વેક્સિનેશન બાદ વૃદ્ધના શરીર સાથે લોખંડ-સ્ટીલનો સામાન ચોંટવા લાગ્યો, તપાસ કરી રહેલા ડોક્ટરોને પણ ભારે આશ્ચર્ય થયું, સરકાર તપાસ કરાવશે

નાસિકએક વર્ષ પહેલા
અરવિંદ સોનારે કોવિશીલ્ડના બન્ને ડોઝ પૂરા કર્યા બાદ લોખંડ-સ્ટીલની વસ્તુઓ તેમના શરીર પર ચોંટવા લાગી હતી.

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી એક ખૂબ જ આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. એક પરિવારે દાવો કર્યો છે કે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ તેના પરિવારના એક વૃદ્ધ સભ્યને શરીરમાં ચુંબકીય શક્તિનું સર્જન થઈ ગયું છે. હવે તેમના શરીર પર ચમચી, સ્ટીલ તથા લોખંડનાં વાસણ તથા સિક્કા સરળતાથી ચોંટી રહ્યાં છે.

આ તમામ સામગ્રી એવી રીતે ચોંટી રહે છે કે જાણે લોહચુંબક લોખંડ સાથે ચીપકી રહી હતી. આ ઘટનાની માહિતી મળ્યા બાદ સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ ઘટનાની તપાસ માટે આદેશ આપ્યો છે. ગુરુવારે તેમણે કહ્યું હતું કે આ કેસમાં શું હકીકત છે એ અંગેની માહિતી સામે આવવી જોઈએ. શું એની પાછળ કોઈ તબીબી કારણ જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણ એની તપાસ કરવામાં આવી રહી છે. જોકે પરિવારે આ ઘટનાને પ્રમાણિત કરવા માટે એક વીડિયો પણ તૈયાર કર્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે તેમના શરીર સાથે ચમચી, નાની પ્લેટ અને ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતાં નાનાં વાસણો ચીપકી રહ્યાં છે.

ડોક્ટરોને ભારે આશ્ચર્ય, મહારાષ્ટ્ર સરકારને રિપોર્ટ મોકલશે
પરિવારે આ ઘટનાનો વીડિયો તૈયાર કર્યો છે અને જિલ્લા વહીવટીતંત્રને આ અંગે માહિતી આપી છે. સ્થાનિક વહીવટીતંત્રએ પણ ડોક્ટર્સની એક ટીમ બુધવારે અહીં તપાસ માટે પહોંચી હતી અને તેમને ભારે આશ્ચર્ય થયું હતું. અરવિંદ સોનારની તપાસ કરવા માટે પહોંચેલા ડોક્ટર અશોક થોરાટે જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. આ એક સંશોધનનો વિષય છે અને અત્યારસુધી કોઈ જ ટિપ્પણી કરવી એ ઘણી ઉતાવળ હશે. અત્યારે અમે આ અંગેનો રિપોર્ટ મહારાષ્ટ્ર સરકારને મોકલીશું અને તેમના દિશા-નિર્દેશ પ્રમાણે કામ કરીશું.

નાસિકના સિટી હોસ્પિટલના ડો.નવીન બાઝીના મતે આ પ્રથમ એવી ઘટના છે કે જ્યારે વેક્સિનેશન બાદ એક હાથ પર લોખંડ અને સ્ટીલનો સામાન ચીપકી રહ્યો છે. તેમણે એ ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરમાં સલાહ લેવી જોઈએ, જ્યાં તેમણે વેક્સિન લીધી છે. જોકે આ અગાઉ આ પ્રકારની ઘટના ક્યારેય સામે આવી ન હતી. આ એક સંશોધનનો વિષય છે.

શરૂઆતમાં પરિવારને લાગેલું કે પરસેવાથી થાય છે
નાસિકના શિવાજી ચોક વિસ્તારમાં રહેતા 71 વર્ષીય અરવિંદ જગન્નાથ સોનારે 2 જૂનના રોજ કોવિશીલ્ડના બન્ને ડોઝ પૂરા કરી લીધા હતા. ત્યાર બાદ તેમણે દાવો કર્યો હતો કે તેમના શરીરમાં આ પાવર આવ્યો છે. અગાઉ પરિવારને એવું લાગતું હતું કે કદાચ પરસેવાને લીધે તેમના શરીરમાં આ વસ્તુઓ ચીપકી રહ્યા છે, પણ અનેક વખત આમ થવાથી તેમની ધારણા પણ બદલવા લાગી.

પરિવારે અનેક પદ્ધતિથી એની પુષ્ટિ કરી છે
અરવિંદનો દીકરો જયંતે પણ આ અંગે માહિતી આપી હતી કે તે સમાચારો જોઈ રહ્યો હતો. મેં મારા પિતાના શરીરના ભાગ પર કેટલાક સિક્કા જોયા. શરૂઆતમાં મને લાગ્યું કે તે ઊંઘી રહ્યા હશે અને જ્યારે તે જાગ્યા ત્યારે પરસેવાને લીધે બેડ પર પડેલા સિક્કા તેમને ચોંટી ગયા હશે. થોડીવાર પછી તેમણે અન્ય કેટલીક વસ્તુઓ શરીર સાથે ચીપકાવી દીધી તો અમારી ધારણા સંપૂર્ણપણે બદલાઈ ગઈ. જોકે અમે આ વાતની પુષ્ટિ કરવા માટે તેમને સ્નાન કરાવ્યું અને ફરી તપાસ કરી તો સામાન્ય વજન ધરાવતી સામગ્રી પણ તેમના શરીર સાથે ચોંટી જતી હતી.