દેશમાં કોરોના વેક્સિન અભિયાનમાં ઝડપ લાવવામાં આવતા 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના ટીનેજર્સને વેક્સિન આપવાની શરૂઆત થઈ છે. એવામાં પહેલાં જ દિવસે એટલે સોમવારે 40 લાખથી વધુ કિશોરોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ સોમવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં 40 લાખથી વધુ ટીનેજર્સને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. તો વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવનારની સંખ્યા 50 લાખને પાર થઈ ગઈ છે.
મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલમાં 15-18 વર્ષની વચ્ચેની ઉંમરના કિશોરો માટે વેક્સિનેશન કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે આજે રાજ્યમાં કોવિડના 281 કેસો સામે આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે, આપણે તેનો સામનો કરવો પડશે. દરેક કિશોરોને અપીલ છે કે વેક્સિન જરુર લગાવો
MPમાં 7 હજાર સેન્ટર પર 12 લાખ ડોઝ લગાવવાનો ટાર્ગેટ
મધ્યપ્રદેશના ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, જબલપુર સહિત પ્રદેશના દરેક જિલ્લાઓમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે. ગુનામાં 10માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ કહ્યું કે કોરોનાના કેસો વધી રહ્યા છે, તેથી પોતાનું રક્ષણ કરવું જરુરી છે. માતા-પિતાએ પણ વેક્સિન લઈ લીધી હતી. તેથી મેં પણ પહેલા પહોંચીને વેક્સિન લગાવી લીધી.
તસ્વીરોમાં જુઓ 15 થી 18 વર્ષનાં બાળકોનું વેક્સિનેશન
દેશના 15થી 18 વર્ષના 7.40 કરોડ કિશોર-કિશોરીઓ આજથી (સોમવારથી) કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત થઈ ગઈ છે. આ માટે સ્કૂલોમાં રસીકેન્દ્રો બનાવાયા છે. આ ઉપરાંત પહેલેથી મોજૂદ કેન્દ્રો પર પણ જુદી વ્યવસ્થા કરાઈ છે. 2007 કે તે પહેલા જન્મેલા કિશોરો પણ નોંધણી કરાવી ના શક્યા હોય, તો તેઓ ઓન ધ સ્પોટ નોંધણી કરાવીને પણ રસી લઈ શકશે. આ માટે સ્કૂલનું આઈ કાર્ડ કે આધાર કાર્ડ માન્ય ગણાશે. બીજો ડોઝ 28 દિવસ પછી લેવાનો રહેશે. કોવિન પોર્ટલ પર રવિવાર સુધી 7.65 લાખ કિશોર નોંધણી કરાવી ચૂક્યા છે.
ટ્રાયલમાં સામેલ કિશોરોના પરિજનોએ કહ્યુંઃ રસી સંપૂર્ણ સુરક્ષિત
કોરોના રસીના છેલ્લા તબક્કાના ટ્રાયલમાં જયપુરના 100 કિશોર પણ સામેલ થયા હતા, જેમાંથી એક પણ કિશોરમાં આડઅસર જોવા નથી મળી. શશાંક (14) અને દક્ષિતા (12)ના પિતા જીતેન્દ્ર ગુપ્તા કહે છે કે, ‘મારા બંને બાળકો રસી લેવા ખુશીથી તૈયાર થઈ ગયા. હવે તેઓ સુરક્ષિત છે.’ તો 13 વર્ષની શુભમ સાહુના પિતા શંકરલાલ કહે છે કે, ‘મારી પુત્રી તુરંત રસી લેવા તૈયાર થઈ ગઈ હતી. રસીની કોઈ આડઅસર જોવા નથી મળી.’
કઈ વયનાં બાળકો છે કોરોના વેક્સિન માટે એલિજિબલ?
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, એ તમામ બાળકો, જે 15 વર્ષથી વધુ વયનાં છે, તેઓ વેક્સિનેશ માટે એલિજિબિલ છે. બીજા શબ્દોમાં કહીએ તો 2007 કે એના પછી જન્મ લેનારાં 15-18 વર્ષના બાળકો માટેના વેક્સિનેશન માટે એલિજિબિલ થશે.
15-18 વર્ષનાં બાળકોને લાગશે કઈ વેક્સિન?
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 15-18 વર્ષની વયનાં બાળકોને માત્ર ભારત બાયોટેકની કોવેક્સિન જ લગાવાશે.
15-18 વર્ષનાં બાળકો કેવી રીતે કરી શકે છે વેક્સિનનું બુકિંગ?
આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે બાળકોની વેક્સિનનું બુકિંગ કોવિન (Co-WIN) પ્લેટફોર્મ દ્વારા થશે. એમાં લાભાર્થી કોવિન પર પોતાના અગાઉથી રહેલા એકાઉન્ટ દ્વારા વેક્સિન માટે ખુદને રજિસ્ટર કરી શકે છે.
આ સાથે જ એક યુનિક મોબાઈલ દ્વારા કોવિન પર એક નવું એકાઉન્ટ બનાવીને પણ લાભાર્થી ખુદને સેલ્ફ-રજિસ્ટર કરી શકે છે.
બાળકો પોતાના પેરન્ટ્સના કોવિન એકાઉન્ટનો ઉપયોગ કરીને વેક્સિન માટે સ્લોટ બુક કરી શકે છે.
કોવિન પ્લેટફોર્મના ચીફ ડો. આરએસ શર્મા અનુસાર, “વેક્સિન સ્લોટ બુકિંગ માટે બાળકોના આધાર અને અન્ય આઈડેન્ટિટિટી પ્રૂફ સિવાય 10મી આઈડી કાર્ડના પણ ઉપયોગની અનુમતિ હશે.”
15-18 વર્ષનાં બાળકો ક્યારથી કરી શકે છે વેક્સિન બુકિંગ?
આરોગ્ય મંત્રાલયના અનુસાર, બાળકો 1 જાન્યુઆરી, 2022થી કોવિન દ્વારા વેક્સિન સ્લોટનું બુકિંગ કરી શકે છે. દેશમાં આ વયનાં બાળકોના વેક્સિનેશનની શરૂઆત 3 જાન્યુઆરી, 2022થી થવા જઈ રહી છે.
બાળકો માટે કોવિન ઉપરાંત કેવી રીતે બુક કરી શકે છે વેક્સિન સ્લોટ?
સરકારની ગાઈડલાઈન્સ અનુસાર, 15-18 વર્ષનાં બાળકો માટે કોવિન ઉપરાંત વેરિફાયર/વેક્સિનેટર દ્વારા ઓનસાઈટ પણ સ્લોટનું બુકિંગ કરી શકાય છે.
શું બાળકો માટે મફત છે વેક્સિનેશન?
15-18 વર્ષનાં તમામ બાળકોનું વેક્સિનેશન સરકારી વેક્સિન કેન્દ્રો પર મફત હશે. જોકે પ્રાઈવેટ હોસ્પિટલ કે ખાનગી વેક્સિન કેન્દ્રો પર જનારા લોકોએ જરૂરી ફી ચૂકવવી પડશે.
15-18 વર્ષનાં બાળકોના વેક્સિનેશન બુકિંગની સમગ્ર પ્રક્રિયા
પ્રિકૉશન ડોઝ માટે જારી થઈ છે કઈ ગાઈડલાઈન્સ?
ચાલો, જાણીએ કે હેલ્થવર્કર્સ અને 60+ લોકોના પ્રિકૉશન ડોઝ કે કોરોના વેક્સિનના ત્રીજા ડોઝ અંગે જારી ગાઈડલાઈન્સ શું છે?
શું છે પ્રિકૉશન ડોઝ અને ક્યારથી લગાવવામાં આવશે?
કેન્દ્ર સરકારે સોમવારે કોરોનાથી બચવા માટે પ્રિકૉશન ડોઝ અંગે પણ ગાઈડલાઈન્સ જારી કરી દીધી છે. દેશમાં પ્રિકૉશન ડોઝની શરૂઆત 10 જાન્યુઆરી 2022થી થવાની છે.
પ્રિકૉશન ડોઝ માટે કયા લોકો છે એલિજિબિલ?
દેશમાં પ્રિકૉશન ડોઝ ત્રણ પ્રાયોરિટી ગ્રુપ-હેલ્થવર્કર્સ, ફ્રન્ટલાઈનવર્કર્સ અને કોમોર્બિડિટી (અનેક બીમારીઓથી ગ્રસ્ત)વાળા 60 વર્ષથી વધુ વયના લોકોને આપવાની છે.
ક્યારે લગાવી શકાશે પ્રિકૉશન ડોઝ?
ગાઈડલાઈન્સ અનુસાર, પ્રિકૉશન ડોઝ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લગાવવાની તારીખથી 9 મહિના (39 સપ્તાહ) પછી લઈ શકાય છે.
શું સરકાર કરશે પ્રિકૉશન ડોઝ લેવાની જાણ?
ગાઈડલાઈન્સ અનુસાર, જ્યારે પણ સંબંધિત વ્યક્તિ પ્રિકૉશન ડોઝ માટે એલિજિબિલ થઈ જશે તો કોવિન એને ટેક્સ્ટ મેસેજ મોકલીને એ જાણ કરશે કે તેનો ત્રીજો ડોઝ કે પ્રિકૉશન ડોઝ લેવાનો છે.
શું પ્રિકૉશન ડોઝ લગાવવા માટે કોઈ સર્ટિફિકેટ હોવું જરૂરી છે?
શું પ્રિકૉશન ડોઝ 60 વર્ષથી વધુ વયના માત્ર એ લોકોને જ લગાવવાવો છે, જેઓ કોમોર્બિડિટી (એકથી વધુ બીમારીઓ)થી પીડિત છે. સરકારે કોમોર્બિડિટી અંતર્ગત આવનારી 22 બીમારીની યાદી જારી કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કોમોર્બિડિટીવાળા 60 વર્ષ અને એનાથી વધુ વયની તમામ વ્યક્તિઓએ પ્રિકૉશન ડોઝ સેવા માટે ડોક્ટર પાસેથી કોઈ સર્ટિફિકેટ આપવાની/રજૂ કરવાની જરૂર નહીં રહે.
શું વેક્સિન કેન્દ્રો પર પણ બુક થઈ શકશે પ્રિકૉશન ડોઝ?
હા, પ્રિકૉશન ડોઝ લેવા માટે અથવા તો ઓનલાઈન સ્લોટ બુક કરી શકાય છે અથવા તો વેક્સિન કેન્દ્રો પર પણ તેનું બુકિંગ કરી શકાય છે.
એટલે કે પ્રિકૉશન ડોઝ માટે માત્ર કોવિન (CoWIN) પર જ સ્લોટ બુક કરવા અનિવાર્ય નથી.
જોકે પ્રિકૉશન ડોઝ લેનારી વ્યક્તિએ કોવિન દ્વારા જ આ ડોઝ આપતાં વેક્સિને કેન્દ્રોની જાણકારી મળી જશે.
શું સરકાર જારી કરશે પ્રિકૉશન ડોઝ માટે અલગથી સર્ટિફિકેટ?
ગાઈડલાઈન્સ અનુસાર, પ્રિકૉશન ડોઝ કે ત્રીજો ડોઝ લીધા પછી એની જાણકારી લાભાર્થીના વેક્સિન સર્ટિફિકેટમાં દેખાવા લાગશે.
શું પ્રિકૉશન ડોઝ માટે આપવાના રહેશે પૈસા?
જી નહીં, સરકારે કહ્યું છે કે પ્રિકૉશન ડોઝ સરકારી વેક્સિન કેન્દ્રો પર મફત મળશે. જોકે પ્રાઈવેટ હોસ્પિટલ કે વેક્સિન કેન્દ્રો પર એના માટે પૈસા આપવાના રહેશે.
સરકારે કહ્યું છે કે તમામ નાગરિક મફત કોરોના વેક્સિનના હકદાર છે, ભલે તેમની ઈન્કમ ગમે તેટલી પણ હોય.
પરંતુ સરકારે લોકોને આગ્રહ કરીને કહ્યું છે કે જે ચૂકવવામાં સક્ષમ છે તેમને પ્રાઈવેટ હોસ્પિટલોનાં વેક્સિન કેન્દ્રોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
60+ લોકો માટે કોમોર્બિડિટીમાં સામેલ છે કઈ બીમારીઓ
સરકારે 60+ લોકો માટે કોમોર્બિડિટીમાં સામેલ બીમારીઓની અલગથી યાદી જારી કરી નથી, પરંતુ કોવિનના ડો. આરએસ શર્મા અનુસાર, આરોગ્ય મંત્રાલય દ્વારા 45થી 60 વર્ષની વયના લોકોના વેક્સિનેશન માટે અગાઉથી જ જારી કરાયેલી કોમોર્બિડિટી અંતર્ગત 20 મેડિકલ કંડિશન જ પ્રિકૉશન ડોઝ માટે પણ માન્ય હશે.
બુસ્ટરઃ દેશમાં આગામી સોમવારથી પ્રિકોશન ડોઝ પણ અપાશે, 84 દેશમાં શરૂઆત થઈ ચૂકી છે
દેશમાં 10 જાન્યુઆરીથી 60થી વધુ ઉંમરના ગંભીર રીતે બીમાર વૃદ્ધોને પ્રિકોશન (ત્રીજો) ડોઝ અપાશે. આ ઉંમરના લોકોની સંખ્યા આશરે 2.75 કરોડ છે. ફ્રંટલાઈન અને હેલ્થકેર વર્કર્સને પણ એ જ દિવસથી પ્રિકોશન ડોઝ અપાશે, જેમની સંખ્યા આશરે ચાર કરોડ છે. બ્લુમબર્ગ ટ્રેકર પ્રમાણે, દુનિયાના 84 દેશોએ બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કર્યું છે. તેમાં 12 દેશ એવા છે, જે રસી યોગ્ય 40%થી વધુ વસતીને બુસ્ટર આપી ચૂક્યા છે. આ દરમિયાન યુએઈએ બે ડોઝ લઈ ચૂકેલા લોકોને બુસ્ટર આપવાનું શરૂ કર્યું છે. દુનિયામાં સરેરાશ 100માંથી સાત લોકોને બુસ્ટર ડોઝ અપાઈ ચૂક્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.