કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો નેપાળનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં કોંગ્રેસ નેતા એક પબમાં આયોજિત પાર્ટીમાં જોવા મળી રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતાઓએ વીડિયો શૅર કરી દાવો કર્યો કે રાહુલ કાઠમાંડુની નાઇટ ક્લબમાં ઉજવણી કરી રહ્યા છે.
ભાજપના નેતા અમિત માલવીયે કહ્યું, રાહુલ એવા સમયે નાઇટ ક્લબમાં છે, જ્યારે તેમની પાર્ટીમાં ઉથલ-પાથલ છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ વીડિયો શૅર કરતાં કહ્યું, વેકેશન, પાર્ટી, હોલિડે, પ્લેઝર ટ્રિપ, પ્રાઇવેટ ફોરેજ વિઝિટ દેશ માટે નવી વાત નથી. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું, જ્યારે જોધપુરમાં હિંસા થઈ રહી છે.
રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર છે, રાજસ્થાન સળગી રહ્યું છે. તેની પર ચિંતા વ્યક્ત કરવાને બદલે રાહુલ પાર્ટી કરતાં જોવા મળી રહ્યા છે. સૂત્રો મુજબ, રાહુલ એક પત્રકાર મિત્રના લગ્નમાં સામેલ થવા કાઠમંડુ ગયા છે.
કોંગ્રેસે કહ્યું, રાહુલ બોલાવ્યા વગર પાકિસ્તાન નથી ગયા
કોંગ્રેસ મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું, રાહુલ ગાંધી કાઠમંડુમાં પોતાના મિત્રના લગ્નમાં ગયા છે. આ તેમનો અંગત પ્રવાસ છે. લગ્ન કરવા, કોઈથી દોસ્તી કરવી કે લગ્ન સમારોહમાં સામેલ થવું હજુ પણ આ દેશમાં અપરાધ નથી. શક્ય છે કે ભાજપ તેને અપરાધ બનાવી દે. યુવા કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ કહ્યું, કાઠમંડુના અંગત પ્રવાસ પર લગ્ન સમારોહમાં જવું અપરાધ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.