તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તરાખંડના નવા CMના શપથ:45 વર્ષના પુષ્કર સિંહ ધામી રાજ્યના સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી બન્યા; 11 મંત્રીઓએ પણ લીધા શપથ, થોડીવારમાં મળશે પહેલી કેબિનેટ મીટિંગ

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધામી યુવાનોમાં ઘણા લોકપ્રિય છે
  • ABVP તેમજ RSS સાથે સંકળાયેલા છે

પુષ્કર સિંહ ધામીએ રવિવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ બેબી રાની મોર્યએ તેમને શપથ અપાવ્યા. શનિવારે ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળી હતી, જેમાં ધામીના નામ પર સહમતી બની હતી. ધામીને મુખ્યમંત્રી બનાવવાથી નારાજ જણાતા સતપાલ મહારાજ, હરક સિંહ રાવત, ધન સિંહ રાવત અને અન્ય નેતાઓ પણ સમારંભમાં પહોંચ્યા હતા. શપથ પહેલાં જ ધામી મંચ પરથી ઉતરીને સતપાલ મહારાજને મળવા ગયા હતા.

મંત્રીઓને શપથ અપાવવામાં આવ્યા
મુખ્યમંત્રી પછી સતપાલ મહારાજ, હરક સિંહ રાવત, બંશીધર ભગત, યશપાલ આર્ય અને બિશન સિંહને મંત્રી પદના શપથ અપાવવામાં આવ્યા. પહેલાં કહેવામાં આવતું કે માત્ર મુખ્યમંત્રીને જ શપથ અપાવવામાં આવશે.

ક્યારે મંત્રીપદ નથી સંભાળ્યું, સીધા જ CMની ખુરસી પર પહોંચ્યા
પિથૌરગઢમાં જન્મેલા 45 વર્ષનાં પુષ્કરસિંહ ધામી રાજ્યનાં સૌથી નાની ઉંમરના CM બન્યા છે. બે વારનાં ધારાસભ્ય રહી ચૂકેલા ધામી કદી ઉત્તરાખંડ સરકારમાં મંત્રી તરીકે નથી રહ્યા, પરંતુ હવે તે સીધા મુખ્યમંત્રીનું પદ સંભાળશે.શનિવારે મીડિયા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે એક સામાન્ય કાર્યકર્તાને રાજ્યની સેવાની તક આપવા માટે તેઓ પાર્ટી હાઈકમાન્ડના આભારી છે. બહુમતી હોવા છતા સતત નેતૃત્વની અસ્થિરતાનો સામનો કરી રહેલા ભાજપે મુખ્યમંત્રી બદલવાનો નિર્ણય કર્યો હતો.

શપથગ્રહણ પહેલા પુષ્કરસિંહ ધામીએ રવિવારે પૂર્વ મુખ્યમંત્રી તીરથસિંહ રાવત સાથે મુલાકાત કરી હતી
શપથગ્રહણ પહેલા પુષ્કરસિંહ ધામીએ રવિવારે પૂર્વ મુખ્યમંત્રી તીરથસિંહ રાવત સાથે મુલાકાત કરી હતી

શનિવારે મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે એક સામાન્ય કાર્યકરને રાજ્યની સેવા કરવાની તક આપવા બદલ તેઓ પાર્ટી હાઈકમાન્ડનાં આભારી છે. શનિવારે તીરથસિંહ રાવતનાં રાજીનામા પછી ભાજપનાં ધારાસભ્યોની બેઠક થઇ હતી, તે બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષક તરીકે નરેન્દ્રસિંહ તોમર અને ડી.પુરંદેશ્વરી હાજર હતા. બેઠકમાં તીરથસિંહ રાવત અને ભાજપના પ્રદેશ પ્રમુખ મદન કૌશિકે ખટીમાનાં ધારાસભ્ય પુષ્કરસિંહ ધામીના નામની દરખાસ્ત કરી હતી. આના પર, કેન્દ્રીય સુપરવાઈઝરની સંમતિ પછી, બીજા કોઈ નામની દરખાસ્ત કરવામાં આવી ન હતી.

ધામીનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો
પુષ્કરસિંહ ધામિનો જન્મ 16 સપ્ટેમ્બર 1975 માં પિથૌરગઢના ટુંડી ગામે થયો હતો. તેમના પિતા સૈનિક હતા. ત્રણ બહેનો પછી ઘરનો એકમાત્ર પુત્ર હોવાને કારણે, પરિવારની જવાબદારીઓ હંમેશા તેમના પર જ રહેતી.

ABVP અને યુવામોર્ચામાં કાર્ય કરી ચૂક્યા છે
ધામીએ માનવ સંશાધન પ્રબંધન અને ઔધોગિક સંબંધમાં માસ્ટર કર્યુ છે. તેઓ 1990 થી 1999સુધી ABVPમાં અલગ-અલગ પદો પર કાર્ય કરી ચૂક્યા છે. ધામી 2002 થી 2008 દરમિયાન યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ હતા. તેઓ 2010 થી 2012 સુધી અર્બન ડેવલપમેન્ટ કાઉન્સિલના વાઇસ ચેરમેન હતા. 2012માં તેઓ પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમના નેતૃત્વમાં રાજ્ય સરકાર ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને 70% અનામત આપવામાં સફળ રહી.

RSS અને કોશ્યારીનાં નજીકનાં હતાં
ધામી આર.એસ.એસ.ના નજીકનાં માનવામાં આવે છે. તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની પણ નજીક છે. રાજકીય નિષ્ણાંતો ધામી વિશે કહે છે કે તે એક એવું નામ છે જે હંમેશાં વિવાદોથી દૂર રહ્યું છે. પુષ્કરસિંહ ધામી ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર ઘણો અવાજ ઉઠાવી ચુક્યા છે. યુવાનોમાં તેમની સારી પકડ હોવાનું માનવામાં આવે છે.

જાતીય સંતુલન પણ ધામીનાં પક્ષમાં રહ્યું
રાજપૂત સમુદાયમાંથી આવતા ધામી રાજ્યના મોટા નેતાઓમાંના એક છે. રાજકીય નિષ્ણાતોના મતે, આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, પુષ્કરસિંહ ધામીને મુખ્યમંત્રી બનાવીને જાતીય સમુદાય સમીકરણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તીરથસિંહ રાવત મુખ્ય પ્રધાન બન્યા ત્યારે પણ પુષ્કરસિંહ ધામીનું નામ રેસમાં સામેલ હતું. ધામી રાજ્યના અન્ય મુખ્યમંત્રીઓ કરતા નાના છે. તેમનું યુવા હોવું પણ તેમના મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયાની તરફેણમાં ગયું છે.

અન્ય સમાચારો પણ છે...