• Gujarati News
 • National
 • UttarPradesh The Second Phase, Polling Has Started For 55 Seats In 9 Districts, With Azam Khan Contesting From Jail

UPના સેકન્ડ ફેઝમાં 61.8% વોટિંગ:સપાના ગઢમાં મુસ્લિમ બહુમતીવાળી સીટ પર 11% વધુ મતદાન; બુરખો, નકલી વોટિંગ અને EVMને લઈને થયું ઘમાસાણ

ઉત્તરપ્રદેશ6 મહિનો પહેલા

ઉત્તરપ્રદેશમાં ફર્સ્ટ ફેઝની જેમ બીજા તબક્કામાં ફર્સ્ટ ક્લાસ વોટિંગ શરુ થયું. બીજા તબક્કામાં પશ્ચિમી યુપીના 9 જિલ્લાની 55 સીટ પર સોમવારે 61.8% વોટ નાખવામાં આવ્યા. 3 મુસ્લિમ બહુમતીવાળી સીટ પર 72%થી વધુ વોટિંગ થયું એટલે કે લગભગ 11% વધુ. વોટિંગ દરમિયાન બુરખો, નકલી વોટિંગ, EVM અને નિવેદનોને લઈને ઘમાસાણ જોવા મળ્યું.

વોટિંગ વચ્ચે ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી કે સેકન્ડ ફેઝમાં બુરખામાં જતી મહિલાઓની ઓળખ કર્યા વગર વોટ નખાવવામાં આવી રહ્યાં છે. જેના કારણે ફ્રોડ વોટિંગ થઈ રહ્યું છે. આવી મહિલાઓની ઓળખ મહિલા પોલીસ કર્મચારી અને ચૂંટણી કર્મચારી પાસે કરાવવામાં આવે.

મુરાદાબાદમાં સપા અને બસપા સમર્થકો વચ્ચે મારામારી અને પથ્થરમારો થયો. જે બાદ 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. સહારનપુરમાં સમાજવાદી પાર્ટી અને ભાજપના સમર્થકો વચ્ચે હિંસા થઈ. અમરોહામાં સપા ઉમેદવારે પોતાના સમર્થકો પર લાઠીચાર્જનો આરોપ લગાવ્યો અને જોરદાર હોબાળો કર્યો

2017માં આ 55 બેઠકોમાંથી ભાજપે 38, સપાએ 15 અને કોંગ્રેસે 2 બેઠક જીતી હતી. આ વખતે મોદી અહીંની રેલીમાં હાજર રહ્યા હતા. અખિલેશ યાદવ ઉન્નની લાલ પોટલી લઈને ફરી રહ્યા છે અને ભાજપને હરાવવાનું વચન આપ્યું છે.

ઉત્તરાખંડની 70 બેઠકો પર મતદાન
આજે ઉત્તરાખંડની 70 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. દેવભૂમિ ઉત્તરાખંડની 70 બેઠકો પર મતદાન શરૂ થતાની સાથે જ ઈવીએમને લઈને સમસ્યાઓ દેખાવા લાગી છે. દેહરાદૂનના હાથી બડકલા ખાતે બૂથ નંબર 84માં EVM બગડ્યાના સમાચાર છે. આ સિવાય અલમોડા જિલ્લામાં પણ ઈવીએમમાં ખામી હોવાના સમાચાર છે.

ઉત્તરપ્રદેશ મતદાન અપડેટ્સ...

 • આઝમના પુત્ર અબ્દુલ્લા આઝમે કહ્યું- આઝમ સાહેબની ઉણપ કોઈ પૂરી ન કરી શકે. જો કોઈને લાગે છે કે એક નિર્દોષને જેલમાં રાખવાની વાત સારી છે તો તે ભાજપની ભૂલ છે. ભાજપને 10 માર્ચે બધું જ ખબર પડી જશે.
 • આઝમખાનની પત્ની ડો. તનીઝ ફાતિમાએ રામપુરમાં મતદાન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે આઝમ ન હોવા છતા જનતામાં જુસ્સો જોવા મળી રહ્યો છે, અમારી જીત નક્કી જ છે.
 • મુરાદાબાદમાં SP-BSPના કાર્યકરો વચ્ચે મારામારી થઈ છે.
 • સંભલમાં અસમોલી વિધાનસભાના ભાજપના ઉમેદવાર હરેન્દ્ર ઉર્ફે રિંકુની કાર પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો.
 • સહારનપુરમાં નકુડ વિધાનસભાના ઢિક્કામાં ડ્યુટી પર આવેલ એક પોલિંગ બુથનાં અધિકારીને મોડી રાત્રે હાર્ટએટેક આવતા મોત થયુ છે.
 • યુપીમાં બીજા તબક્કાના મતદાન વચ્ચે પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું હતુ. તેંણે લખ્યું છે કે યુપીના મારા ભાઈઓ અને બહેનો, વિકાસ અને પ્રગતિ માટે મતદાન કરો. ઉત્તર પ્રદેશમાં નવી રાજનીતિ, જનતાના મુદ્દાઓ સાથેની રાજનીતિ માટે તમારો મત આપો.
 • ભાજપના નેતા જિતિન પ્રસાદે શાહજહાંપુરમાં મતદાન કર્યું. તેમણે કહ્યું કે, "હું વિશ્વાસ સાથે કહી શકું છું કે ભાજપ રાજ્યમાં 300થી વધુ બેઠકો મેળવશે.
 • RLDના જયંત ચૌધરીએ ટ્વીટ કર્યું હતુ. તેમણે લખ્યું- ઉત્તરપ્રદેશની જનતાએ ભાઈચારા અને વિકાસ માટે મતદાન કરવું જોઈએ.
 • યોગી આદિત્યનાથે કહ્યું- ઉત્તર પ્રદેશમાં 80 V/S 20ની ચૂંટણી. આ વિધાનસભા ચૂંટણીમાં 300થી વધુ બેઠકો જીતીશું. મારી આ વાતનો ધર્મ અને જાતિ સાથે કોઈ લેવાદેવા નથી.
 • રામપુરમાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મતદાન કર્યુ છે.
 • વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને મતદાન કરવાની અપીલ કરી હતી. લખ્યું- પહેલા મતદાન, પછી બીજા કામ.
 • બરેલીના દામખોડા ગામમાં, બિજનૌરના ધામપુર અને ધનૌરા સીટમાં ઈવીએમ બગડવાના કારણે મતદાન બંધ થઈ ગયું.

મતદાન વચ્ચે મોદીનું નિવેદન
મતદાન વચ્ચે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનપુરમાં જાહેરસભામાં સંબોધન કર્યુ હતુ. મોદીએ સપા પર નિશાન સાધતા કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યુ કે જો તેમનું ચાલ્યું હોત તો તેઓ કાનપુર અને બીજા વિસ્તારોને માફિયાઓનો વિસ્તાર બનાવી દીધો હોત. હવે તેમની માફિયાગીરી અંતિમ શ્વાસ લઈ રહી છે. મુસ્લિમ મહિલાઓના વોટ પર તેમણે કહ્યું- મારી મુસ્લિમ બહેનો કોઈપણ અવાજ કર્યા વિના
આશીર્વાદ આપવા માટે ઘરેથી બહાર નીકળી રહી છે. તેઓ જાણે છે કે સુખ-દુઃખમાં જે કામ આવે છે, એ જ પોતાના હોય છે.

યુપીમાં બીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન સંભલમાં પ્રવીણ નામનો એક વેપારી પોતાનો મત આપવા માટે ઘોડા પર સવાર થઈને મતદાન કેન્દ્ર પર પહોંચીને મતદાન કર્યુ હતુ.

સંભલમાં વેપારીએ ઘોડા પર સવાર થઈને મતદાન કેન્દ્ર પર પહોંચીને મતદાન કર્યુ હતુ.
સંભલમાં વેપારીએ ઘોડા પર સવાર થઈને મતદાન કેન્દ્ર પર પહોંચીને મતદાન કર્યુ હતુ.

ગોવામાં 40 બેઠકો પર મતદાન
આજે ગોવા પણ 40 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યમાં એક તબક્કામાં જ મતદાન છે. 301 ઉમેદવાર મેદાનમાં છે. તેમા ભાજપના 40, કોંગ્રેસ 37, આપના 39, ટીએમસીના 26, એમજીપીના 13 અને અપક્ષ 68 ઉમેદવારો છે. રાજ્યમાં કુલ 11.56 લાખ મતદારો છે.

ગોવા મતદાન અપડેટ્સ...

 • ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલે પણજીમાં મતદાન કર્યું હતુ.
 • ગોવાના રાજ્યપાલ શ્રીધરન પિલ્લઈ અને તેમની પત્ની રીટા શ્રીધરને તેલીગાંવ વિધાનસભાના બૂથ નંબર 15 પર જઈને મતદાન કર્યું હતુ.
 • ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે મતદાન માટે રવાના થતા પહેલા રૂદ્રેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
ગોવાના રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈએ પત્ની સાથે મતદાન કર્યું હતું
ગોવાના રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈએ પત્ની સાથે મતદાન કર્યું હતું

ઉત્તરાખંડની 70 બેઠકો પર મતદાન
ઉત્તરાખંડની 70 બેઠકો પર મતદાન છે. 632 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યની રાજનીતિમાં મોટી અસર કરનાર ગઢવાલ મંડળના 7 જિલ્લાની 29 બેઠકો પર 391 ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે.

ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ તેમની પત્ની અને માતા સાથે ખટીમાના નગરા તરાઈ મતદાન મથક પર મતદાન કર્યા પછી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ તેમની પત્ની અને માતા સાથે ખટીમાના નગરા તરાઈ મતદાન મથક પર મતદાન કર્યા પછી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

ઉત્તરાખંડ મતદાન અપડેટ્સ...

 • ડોઇવાલા વિધાનસભાના તેલીવાલા મતદાન મથક પર EVM મશીન બંધ થઈ જતાં તેને બદલી દેવામાં આવ્યું છે.
 • દહેરાદૂનના કેન્દ્રીય વિદ્યાલય કાલિદાસ રોડ, ભવાની ઈન્ટર કોલેજના મતદાન કેન્દ્ર પર પણ ઈવીએમ બગડ્યું છે.
 • પ્રતાપનગર વિધાનસભાના મંદાર પશ્ચિમ મતદાન મથક પર પણ ખામીયુક્ત ઈવીએમના કારણે મતદાનમાં મોડું થયું છે.
 • અલ્મોડા વિધાનસભા સીટના ચૌમો બૂથ અને જાગેશ્વર વિધાનસભા સીટના કનારા બૂથ પર ઈવીએમમાં ​ખામી સર્જાઈ છે.
 • દેહરાદૂનના હાથી બડકલા સ્થિત બૂથ નંબર 84 પર EVM ખરાબ થવાના સમાચાર છે. જો કે ત્યાં નવા મશીનથી ફરી મતદાન શરૂ થયું છે.
અન્ય સમાચારો પણ છે...