તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Uttarakhand Political Crisis LIVE; Tirath Singh Rawat Resign | BJP MLAs' Meet Today In Dehradun, Uttarakhand Latest News

ઉત્તરાખંડમાં 4 મહિનામાં ત્રીજા CM:પુષ્કર સિંહ ધામી આવતીકાલે રાજ્યના નવા CM તરીકે શપથ લેશે, ચાર મહિનામાં રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી હશે

એક મહિનો પહેલા

ઉત્તરાખંડમાં તીરથ સિંહ રાવતના રાજીનામા બાદ પુષ્કર સિંહ ધામી રાજ્યના 11માં મુખ્યમંત્રી બનશે. આજે ધારાસભ્યોની બેઠકમાં તીરથ સિંહ રાવતે ધામીના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેને મંજૂરી મળી ગઈ હતી.કેન્દ્ર દ્વારા કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરને સુપરવાઈઝર બનાવાયા હતા. આ વખતે ભાજપના તમામ અનુભવી ચહેરાઓને સાઈડમાં રાખીને યુવા ચહેરાને મહત્વ આપવામાં આવ્યું છે. આવતી કાલે ધામી રાજભવનમાં સીએમના શપથ લેશે. નામની જાહેરાત થયા પછી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે પાર્ટીએ એક સામાન્ય કાર્યકર્તા, એક ભૂતપૂર્વ સૈનિકના દિકરાની રાજ્યની સેવા માટે પસંદગી કરી છે. અમે લોકોના કલ્યાણ માટે સાથે મળી કામ કરીશું. અમે ઓછા સમયમાં લોકોની સેવા કરવાનો પડકાર સ્વીકારીએ છીએ.

પુષ્કર સિંહ ધામીનો જીવન પરિચય
પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડમાં ખટીમા વિધાનસભાના ધારાસભ્ય છે. પુષ્કર સિંહ ધામીનો જન્મ 16 સપ્ટેમ્બર 1975માં પિથૌરાગઢના ટુંડી ગામમાં થયો હતો. તેમના પિતા સૈનિક હતા. આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેમણે સરકારી સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લીધુ હતું. ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હોવાથી પરિવારની જવાબદારીઓ તેમના પર આવી ગઈ હતી.

દેહરાદૂનમાં ભાજપ ધારાસભ્ય પક્ષની બેઠકમાં પુષ્કર સિંહ ધામીના નામની જાહેરાત થતાં એકજૂથતા દેખાડતા પાર્ટી નેતા
દેહરાદૂનમાં ભાજપ ધારાસભ્ય પક્ષની બેઠકમાં પુષ્કર સિંહ ધામીના નામની જાહેરાત થતાં એકજૂથતા દેખાડતા પાર્ટી નેતા

ABVP અને યુવા મોર્ચામાં કામ કરી ચૂક્યા છે
ધામીએ માનવ સંસાધન પ્રબંઘન અને ઔદ્યોગિક વિષયમાં માસ્ટર્સ કર્યું છે. 1990થી 1999 સુધી તેમણે એબીવીપીના અલગ અલગ પદ પર કામ કર્યું છે. ધામી 2002થી 2008 સુધી યુવા મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ પણ રહ્યા છે. તેઓ રાજ્યમાં ભાજપ 2010થી 2012 સુધી શહેર વિકાસ પરિષદના ઉપાધ્યક્ષ પણ રહ્યા છે. તેઓ 2012માં પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની આગેવાનીમાં રાજ્ય સરકારના સ્થાનિક યુવકોમાં 70 ટકા અનામત રાજ્યના ઉદ્યોગમાં મેળવવામાં સફળતા મળી છે.

RSS અને કોશ્યારીના ખાસ છે ધામી
ધામીને RSSના ખાસ માનવામાં આવે છે. તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંગ કોશિયારીના પણ ખાસ છે. પુષ્કર ધામી વિશે રાજકિય નિષ્ણાતોનું માનવું છે કે, આ એક એવું નામ છે જે હંમેશા વિવાદોથી દૂર રહ્યું છે. પુષ્કર સિંહ ધામી ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર જોરશોરથી અવાજ ઉઠાવી રહ્યા છે. યુવાઓની વચ્ચે પુષ્કર સિંહ ધામીની સારી પકડ માનવામાં આવે છે.

એક સપ્તાહથી તીરથને હટાવવાની અટકળો ચાલી રહી હતી
છેલ્લા એક સપ્તાહથી અનુમાન લગાવાઈ રહ્યું હતું કે ઉત્તરાખંડમાં ફરી એકવાર મુખ્યમંત્રીનો ચહેરો બદલાશે. તીરથ સિંહ રાવતના રાજીનામા પાછળનું કારણ બંધારણીય મજબૂરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેઓ હજી રાજ્યના કોઈપણ ગૃહના સભ્ય નહોતા. મુખ્યમંત્રી તરીકે તેમને ચાલુ રાખવાની રીતમાં પણ આ જ બાબત આવી રહી હતી.

તીરથના સામે બંધારણીય સમસ્યાઓ હતી
ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજીનામું આપ્યા પછી તીરથ સિંહ રાવતે 10 માર્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રીપદની શપથ લીધા હતા. હવે બંધારણ મુજબ પૌડી ગઢવાલથી ભાજપના સાંસદ તીરથને 6 મહિનાની અંદર વિધાનસભાની પેટા-ચૂંટણી જીતવી પડે એમ હતું, તો જ તેઓ મુખ્યમંત્રી રહી શક્યા હોત, એટલે કે 10 સપ્ટેમ્બર પહેલાં તેમને ધારાસભ્યની ચૂંટણી જીતવાની હતી.

વળી, ચૂંટણીપંચે સપ્ટેમ્બર પહેલાં પેટાચૂંટણી યોજવાની મનાઈ ફરમાવી દીધી હતી, ત્યાર પછી રાવત સામે ધારાસભ્ય બનવાનું બંધારણીય સંકટ ઊભું થયું હતું. જોકે તેઓ 6 મહિના પૂરા થયા પછી રાજીનામું આપીને ફરી શપથ લઈ શકે છે, પરંતુ ભાજપને આગામી વર્ષમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં આવું કરવું યોગ્ય લાગી રહ્યું નથી.

ઉત્તરાખંડનો ઘટનાક્રમ

  • રામનગરમાં આયોજીત ભાજપની ત્રણ દિવસની ચિંતની શિબિરમાં ભાગ લેવા મંગળવારે સાંજે પૂર્વ મુખ્યમંત્રી તીરથ સિંહ દેહરાદૂન પહોંચ્યા હતા. બુધવારે સવારે તેઓ દિલ્હી માટે રવાના થયા હતા. મોડી રાતે જ તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે મુલાકાતની સુચના મળી હતી. ત્યારથી જ ઘણી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. તેમને અચાનક બોલાવવામાં આવ્યા હતા. બુધવારે તેમના ઘણાં કાર્યક્રમો ઉત્તરાખંડમાં હતા તે છોડીને તેઓ દિલ્હીમાં હાજર થયા હતા.
  • માનવામાં આવે છે કે પાર્ટી હાઈકમાન્ડે તેમને દિલ્હી બોલાવ્યા હતા. તે દરમિયાન જ તીરથ સિંહે રાત્રે અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. તેઓ ગૃહ મંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. ત્યારપછી શુક્રવારે બે જુલાઈએ ઉત્તરાખંડમાં પેટા ચૂંટણી કરાવવા વિશે ચૂંટણી પંચને પત્ર આપવામાં આવ્યો હતો. જોકે ચૂંટણી પંચ કોરોના કાળમાં પેટા ચૂંટણી કરાવવા માટે પહેલાં જ ના પાડી ચૂક્યા છે. ચૂંટણી પંચને પત્ર આપ્યા પછી સૂચના આવી કે બંધારણીય સંકટની વાત કરીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પત્ર લખીને રાજીનામાની રજૂઆત કરી છે.
  • ત્યારપછી તીરથ સિંહ રાવત દેહરાદૂન પહોંચ્યા અને રાત્રે અંદાજે 9.50 વાગે તેમણે સચિવાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને તેમની સફળતા ગણાવી હતી. ત્યારપછી મોડી રાતે 11 વાગે તેમણે રાજભવન જઈને તેમનું રાજીનામું સોંપ્યું હતું. ત્યારપછી તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ચૂંટણી પંચના કારણે બંધારણી સંકટ ઉભુ થયું હતું અને તેથી તેમના રાજીનામું આપવું પડ્યું. તેમણે કેન્દ્રીય નેતૃત્વનો પણ આભાર માન્યો.
અન્ય સમાચારો પણ છે...