તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Mussoorie, The MLA's Sub inspector Issued A Notice For Not Wearing A Mask And Was Transferred To His Taluka Four Days Later.

BJPના ધારાસભ્ય પર પગલા લેવાનુ ભારે પડ્યું:મસૂરીમાં માસ્ક ન પહેરવા બાબતે MLAનું સબ ઈન્સપેક્ટરે ચલન ફાડ્યું, ચાર દિવસ પછી તેમની તાલુકામાં ટ્રાન્સફર કરાઈ

દેહરાદૂન3 મહિનો પહેલા
  • સબ ઈન્સપેક્ટર નીરજ કઠૈતે રવિવારે બપોરે લગભગ 1 વાગ્યે રુડકીના ભાજપના ધારાસભ્ય પ્રદીપ બત્રાને મસુરીમાં અટકાવ્યા હતા

માસ્ક ન પહેરનાર ધારાસભ્યનું ચલાન ફાડનાર ઉત્તરાખંડના સબ ઈન્સપેક્ટર નીરજ કઠૈતની ટ્રાન્સફર એક તાલુકામાં કરવામાં આવી છે. SSP કાર્યાલયમાંથી તેમની ટ્રાન્સફર દેહરાદુનથી 40 કિલોમીટર દૂર કાલસીમાં કરવામાં આવી છે. આ પહેલા તેઓ મસૂરીમાં હતા. ધારાસભ્ય પર કાર્યાવાહી કરવામાં આવ્યા પછી થયેલી તેમની ટ્રાન્સપર પર સવાલ ઉઠી રહ્યાં છે.

નીરજ કઠૈતે રવિવારે બપોરે લગભગ 1 વાગ્યે રુડકીના ભાજપના ધારાસભ્ય પ્રદીપ બત્રાને મસુરીમાં અટકાવ્યા હતા. ધારાસભ્ય તેમના પરિવારની સાથે આવ્યા હતા. માસ્ક ન પહેરવા બદલ નીરજે તેમનુ ચલન ફાડ્યું હતું. કાર્યવાહીથી નારાજ ધારાસભ્યએ સબ ઈન્સપેક્ટરની સામે દંડની રકમના પૈસા ફંેક્યા હતા. પછીથી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

ચલન ફાડ્યા પછી ધારાસભ્ય પ્રદીપ બત્રા અને સબ ઈન્સ્પેક્ટર નીરજ કઠૈત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.
ચલન ફાડ્યા પછી ધારાસભ્ય પ્રદીપ બત્રા અને સબ ઈન્સ્પેક્ટર નીરજ કઠૈત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.

વીડિયો વાઈરલ થયા બાદ બબાલ
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો હતો, તેમાં નીરજ ધારાસભ્યને પુછી રહ્યાં હતા કે તમે માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર શાં માટે ફરી રહ્યાં છો? આવું વર્તન કરવાની પરવાનગી નથી. આ અંગે ધારાસભ્ય પ્રદીપ પત્રા સબ ઈન્સપેક્ટરને શાંત રહેવાનું કહે છે.

બત્રા કહે છે કે તેઓ પરિવાર સહિત આખો દિવસ માસ્ક પહેરેલા હતા. વીડિયોમાં ધારાસભ્યનો પુત્ર એ કહેતો દેખાય છે કે તે પરિવારની સાથે હોટલ જઈ રહ્યો છે. નીરજ ધારાસભ્યને કહે છે કે તેમણે 500 રૂપિયાનું ચલન ભરવાનું રહેશે. પછીથી પ્રદીપ બત્રા તેમની પર પૈસા ફેંકીને આગળ વધી જાય છે.

સબ ઈન્સપેક્ટરના સમર્થનમાં લોકો રસ્તા પર આવી ગયા
સબ ઈન્સપેક્ટરની ટ્રાન્સફરના સમાચાર ફેલાતા જ મસૂરી સહિત ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં તેમને લોકોનો સપોર્ટ મળવા લાગ્યો. તેમના સમર્થનમાં ઓનલાઈન અભિયાન ચલાવવામાં આવ્યું છે. લોકો રસ્તાઓ પર ઉતરી રહ્યાં છે.

મસૂરી ટ્રેડર્સ એસોસિએશનને પણ તેમની ટ્રાન્સફર રોકવાની કોશિશ કરી. એસોસિએશનના અધ્યક્ષ રજત અગ્રવાલે કહ્યું ધારાસભ્યએ કાયદો તોડ્યો હતો, આ કારણે પોલીસે કાર્યવાહી કરી. આ કારણે આ બાબતે તેમની પ્રશંસા થવી જોઈએ. જોકે તેના બદલે તેમને તો સજા થઈ રહી છે.

મસૂરી ટ્રેડર્સ એસોસિએશને સબ ઈન્સ્પેક્ટર નીરજ કઠૈતના સમર્થનમાં દેખાવો કર્યા.
મસૂરી ટ્રેડર્સ એસોસિએશને સબ ઈન્સ્પેક્ટર નીરજ કઠૈતના સમર્થનમાં દેખાવો કર્યા.

કઠૈતના સમર્થનમાં આંદોલન કરશે કોંગ્રેસ
સબ ઈન્સપેક્ટર નીરજ કઠૈતના સપોર્ટમાં વિપક્ષી દળ કોંગ્રેસે પણ મોરચો ખોલી દીધો છે. મસૂરી કોંગ્રેસ અધ્યક્ષ ગૌરવ અગ્રવાલનું કહેવું છે કે તેમની ટ્રાન્સફર ન રોકાઈ તો આંદોલન કરવામાં આવશે. સબ ઈન્સપેક્ટરની ભૂલ વગર જ તેમને સજા થઈ રહી છે. ભૂલ ધારાસભ્ય પ્રદીપ બત્રાની હતી તે માસ્ક વગર મોલ રોડ પર ફરી રહ્યાં હતા.

પોલીસનું કહેવું, ટ્રાન્સફરને ઘટના સાથે સંબંધ નથી
સર્કલ ઓફિસર(CO)નરેન્દ્ર પંતનું કહેવું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે, જેથી જાણી શકાય કે બંને તરફથી કોઈએ ખરાબ વ્યવહાર તો કર્યો નથીને. તેમણે એ પણ કહ્યું કે સબ ઈન્સપેક્ટર નીરજ કઠૈતને ગુરુવારે મસૂરીમાં 3 વર્ષ પુરા થયા હતા. આ કારણે તેમની ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમની ટ્રાન્સફરને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી.

અન્ય સમાચારો પણ છે...