ભાસ્કર LIVE અપડેટ્સ:ધર્મ પરિવર્તન કરી જિતેન્દ્ર ત્યાગી બનેલા વસીમ રિજવીની હરિદ્વાર ધર્મ સંસદ કેસમાં ઉત્તરાખંડ પોલીસે ધરપકડ કરી

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)

હરિદ્વારમાં યોજાયેલી ધર્મ સંસદમાં વિવાદિત નિવેદનો આપવા અંગે દાખલ કેસમાં જિતેન્દ્ર ત્યાગીની ધરપકડ કરવામાં આવી છે. જિતેન્દ્ર ત્યાગી ધર્મ પરિવર્તન કરી તેઓ વસીમ રિઝવીમાંથી જિતેન્દ્ર ત્યાગી બન્યા છે. હરિદ્વાર પોલીસ વડા સ્વતંત્ર કુમાર તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે ઉત્તરાખંડ પોલીસે શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન રિજવીની ધરપકડ કરી છે. અત્યારે અન્ય કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

સપા-RLD વચ્ચે ગઠબંધન, 29 સીટ પર ઉમેદવાર જાહેર
કોંગ્રેસ પછી ગુરુવારે સપાએ પણ RLDની સાથે ગઠબંધન કરી 29 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં 10 કેન્ડિડેટ્સ સપાના જ્યારે 19 કેન્ડિડેટ્સ RLDના છે. પ્રથમ તબક્કાના મતદાનવાળી સીટમાં ચરથાવલથી પંકજ મલિક, મીરાપુરથી ચંદન ગુર્જર, સાહિબાબાદથી ઉમરપાલ શર્મા, કિઠૌર મેરઠથી શાહિદ મંજૂર, ખતૌલી બેઠક પરથી રુપેશ સોનીને ટિકિટ આપવામાં આવી છે.

BJPના સાથી પક્ષ અપના દળના ધારાસભ્યે રાજીનામું આપ્યું, સપામાં જોડાયાં

​​​​​​​ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં સ્વામી પ્રસાદ મોર્યાએ રાજીનામું આપીને રાજ્યના રાજકારણ ભૂકંપ સર્જી દીધો છે. મોર્યાના રાજીનામાં પછી ભાજપમાં પાર્ટી છોડવાની લાઈન લાગી છે. હવે ભાજપના સાથી પક્ષના પણ ધારાસભ્ય સમાજવાદી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે. આ કડીમાં ગુરુવારે અપના દળના ધારાસભ્ય ચૌધરી અમરસિંહનું નામ ઉમેરાયું છે. ભાજપને ગુરુવારે ઝાટકો આપતા સહયોગી પક્ષના ધારાસભ્ય અમરસિંહે કહ્યું કે તેઓ સમાજવાદી પાર્ટી જોઈન કરશે. અપના દળના ધારાસભ્ય ચૌધરી અમરસિંહે કહ્યું કે તેઓએ રાજીનામું આપી દીધું છે.

મેહુલ ચોક્સીએ દાવો કર્યો- મારી સામેના આરોપો ખોટા અને બોગસ છે

રિટેલ જ્વેલરી કંપની ગીતાંજલિ જેમ્સના માલિક અને ભારતીય મૂળના હીરાના કારોબારી મેહુલ ચોક્સી દાવો કર્યો છે કે તેની કંપની કે તેણે કંઈ જ ખોટું કર્યું નથી, તેની ઉપરના તમામ આરોપ ખોટા અને બોગસ છે. આ સાથે ચોક્સીએ એમ પણ કહ્યું કે તે રાજકીય રીતે ફૂટબોલ બની ગયો છે.

મેહુલ ચોક્સીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેણે ભારત છોડ્યું ત્યારથી મારું સ્વાસ્થ્ય ખૂબ જ બગડી ગયું છે અને પ્રવાસ નહીં ખેડવા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. મેહુલ ચોક્સી પર નિરવ મોદી અને PNBના કર્મચારીઓ સાથે મળી પંજાબ નેશનલ બેન્ક (PNB)ના રૂપિયા 13,500 કરોડની ગેરરીતિ આચરવાનો આરોપ છે. માર્ચ,2018માં તેની સામે નાણાકીય ગેરરીતિ અટકાવ ધારા હેઠળ ધરપકડનું વોરન્ટ જારી થયું હતું.

શ્રીહરમંદિર સાહિબના મુખ્ય ગ્રંથીએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો
​​​​​​​

પટના સિટીના તખ્ત શ્રીહરમંદિર સાહિબના મુખ્ય ગ્રંથી ભાઈ રાજેન્દ્ર સિંહે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. તેમણે પોતાના જ કૃપાણથી ગર્દન પર હુમલો કર્યો. ઈજાગ્રસ્ત સ્થિતિમાં તેમને સિટીના ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે સ્થિતિની ગંભીરતાને જોતા ડોક્ટરોએ કહ્યું કે PMCH રેફર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...