તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Uttarakhand NTPC Tapovan Tunnel Rescue Operation LIVE Update | Uttarakhand Chamoli Glacier Burst Latest Today News Of 12th February

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોતની ટનલમાં જીવનની શોધ:પહાડના કારણે ટનલમાં ડ્રિલિંગ અટકાવી દેવાયું, કાટમાળ હટાવીને સીધો અંદર પહોંચવાનો પ્રયાસ ફરી શરૂ

દેહરાદૂન21 દિવસ પહેલા

ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના તપોવનમાં છ દિવસ પહેલા આવેલી આપદા પછી ટનલમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. મીડિયા રિપોર્ટમાં ITBPના એક અધિકારીના હવાલાથી જણાવાયું છે કે, ટનલમાં ગુરુવારે શરૂ કરવામાં આવેલી ડ્રિલિંગને અટકાવી દેવાયું છે. જોકે સાત મીટરના ખોદકામ પછી પહાડ આવી ગયો તો ઘણા પ્રયાસ પછી પણ ડ્રિલિંગ ન થઈ શક્યું એટલે રેસ્ક્યૂ ટીમે પહેલા પ્લાન પર જ કામ કરવાનો નિર્ણય કર્યો. સવારે ટનલની અંદરથી કાટમાળ નીકળવાનું કામ ફરી શરૂ કરી દેવાયું છે. રેસ્ક્યૂની સ્ટ્રેટેજીમાં પહેલી વખત ફેરફાર બુધવાર મોડી રાતે કરવામાં આવ્યો હતો. ત્યારે નક્કી થયું હતું કે ટનલમાં કાટમાળ હટાવીને પહોંચવાની જગ્યાએ 72 મીટર અંદર ડ્રિલિંગ કરવામાં આવે. 13 મીટર નીચે સુધી હોલ કરીને અંદર કેમેરો નાખવામાં આવે અને નીચેથી પસાર થઈ રહેલી ટનલમાં વર્કર્સના સુરક્ષિત હોવાની ભાળ મેળવાશે.

વધુ 2 લાશ મળી આવ્યા, હવે 168ની શોધ
ચમોલીના જિલ્લાઅધિકારી સ્વાતિ ભદૌરિયાએ કહ્યું કે, વિસ્તારમાંથી અત્યાર સુધી 36 લાશ મળી આવી છે. બે લોકો જીવતા મળ્યા છે. હવે 168 લોકોની શોધખોળ ચાલી રહી છે. જેમાંથી 39 વર્કર્સ ટનલની અંદર ફસાયા હોવાની આશંકા છે. NDRFના કમાન્ડેન્ટ પીકે તિવારીએ જણાવ્યું કે, નદીના કિનારા વાળા વિસ્તારમાં લાશની સતત તપાસ કરવામાં આવી રહ્યાં છે.

ગઈકાલે ચિનૂક હેલિકોપ્ટરથી મશીનરી મોકલવામાં આવી હતી
ગુરુવારે સેનાના ચિનૂક હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ માટે ભારે મશીનરી અને મેન પાવરને ચમોલી મોકલવામાં આવ્યો. NDRF અને SDRF માટે 14 પેસેન્જર્સ અને 1400 કિલો લોડ, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના પાંચ અધિકારી અને ત્રણ ટન સામાનને અહીં પહોંચાડવામાં આવ્યો છે.

નદીમાં પાણી વધવાથી ઓપરેશન અટકાવવું પડ્યું
ગુરુવારે બપોરે અચાનકથી ધૌલીગંગા નદીનું જળસ્તર વધ્યા પછી રેસ્ક્યૂ ઓપરેશન અટકાવી દીધું હતું. રાતે અમુક સભ્યોની ટીમ સાથે રેસ્ક્યૂ ઓપરેશન ફરીથી શરૂ કરી દેવાયું.NDRFના જણાવ્યા પ્રમાણે, પાણી વધવાના કારણે ટીમને સુરક્ષિત સ્થળ પર શિફ્ટ કરી દેવાયા હતા. સાથે જ ચમોલી પોલીસે આસપાસના વિસ્તારને એલર્ટ કરી દેવાયા છે. લોકોને સતર્ક રહેવા માટે કહેવાયું છે. તેમણે ગભરાવાની જરૂર નથી. વોટર લેવલ પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.

ગ્લેશિયર તૂટવાથી ઋષિગંગા નદીના ઉપરના ભાગમાં સરોવર બન્યું
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર ફાટ્યા પછી કાટમાળ ભેગો થવાના કારણે ઋષિગંગા નદીની અપસ્ટ્રીમ(ઉપરી ધારા)માં વહેણ અટકાવી દેવાયું છે.જેનાથી નદીના પાણીએ સરોવરનું રૂપ લઈ લીધું છે. સતત પાણીના વધતા દબાણના કારણે સરોવર ફાટ્યું તો નીચાણ વાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. દુર્ઘટના પછી આવેલી સેટેલાઈટ ઈમેજ અને ગ્રાઉન્ડ ઝીરોથી આવી રહેલા એક્સપર્ટના રિપોર્ટ્સમાં આવી આશંકા વ્યક્ત કરાઈ છે.

સ્થિતિની સમીક્ષા કરવા માટે SDRFની ટીમને મોકલવામાં આવી
ઉત્તરાખંડ SDRFની DIG રિદ્ધિમ અગ્રવાલે કહ્યું કે, શક્ય છે કે તપોવન વિસ્તાર પાસે રૈણી ગામની ઉપર પાણી જમા થવાથી અને સરોવરનું રૂપ લેવાના સમાચાર છે. વિસ્તારનો એરિયલ સર્વે પણ કરવામાં આવ્યો છે. શુક્રવારે સવારે આઠ સભ્યોની SDRF ટીમને પણ ઘટના સ્થળે સમીક્ષા કરવા માટે પગપાળા મોકલવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો