તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rescue Strategy Changed In Tapovan, Uttarakhand, Drilling Started To Reach 13 Meters Below The Tunnel

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોતની ટનલમાં જિંદગીની શોધ:ઉત્તરાખંડના તપોવનમાં રેસ્ક્યૂ સ્ટ્રેટેજી બદલવામાં આવી, ટનલમાં 13 મીટર નીચે પહોંચવા માટે ડ્રિલિંગ શરૂ

દેહરાદૂન15 દિવસ પહેલા

ચમોલીના તપોવનમાં થયેલી દુર્ઘટનાનો આજે પાંચમો દિવસ છે. NTPCની ટનલમાં ફસાયેલા 39 વર્કર્સને બચાવવાની કોશિશ હજી ચાલુ જ છે, જોકે ઓપરેશનની સ્ટ્રેટેજીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટનલમાં 72 મીટર ડ્રિલિંગ કરવામાં આવી રહી છે. 13 મીટર નીચે સુધી હોલ કરવામાં આવશે. એ પછી કેમેરો અંદર નાખીને નીચેથી પસાર થઈ રહેલી બીજી ટનલમાં વર્કર્સ સુરક્ષિત છે કે કેમ એની માહિતી મેળવવામાં આવશે.

ડ્રિલિંગ મોડી રાતે બે વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું. અત્યારસુધીમાં સાડાછ મીટર સુધી ખોદકામ કરવામાં આવ્યું છે. પહેલા 75 મિલીમીટર પહોળાઈનો હોલ કરવામાં આવી રહ્યો હતો. જોકે લગભગ એક મીટર પછી તેમાં મુશ્કેલી સર્જાઈ હતી. હવે લગભગ 50 મિલીમીટર પહોંળાઈનો હોલ કરવામાં આવી રહ્યો છે.

પહેલા કાટમાળ ખસેડીને અંદર સુધી પહોંચવાનો પ્લાન હતો
આ ટનલની લંબાઈ લગભગ અઢી કિલોમીટર છે. એના મોટા ભાગનો હિસ્સો કાટમાળથી ભરાયેલા છે. આર્મી, ITBP, NDRF અને SDRFની ટીમો બુધવાર સુધી ટનલમાં સીધા પહોંચવાની કોશિશ કરી રહી હતી. 120 મીટર અંદર સુધી કાટમાળ સાફ કરવામાં આવ્યો. જોકે એમાં મુશ્કેલી દેખાઈ તો ડ્રિલિંગ પર વિચાર કરવામાં આવ્યો.

ડ્રોન અને રિમોટ સેન્સરની મદદ લેવાઈ રહી છે
રેસ્ક્યૂ ટીમે બુધવારે સુરંગમાં અંદરની સ્થિતિ જાણવા માટે ડ્રોન અને રિમોટ સેંસિંગ ઉપકરણોની મદદ પણ લીધી હતી. જોકે એમાં પણ વધુ સફળતા મળી ન હતી.

ઉત્તરાખંડમાં અત્યારસુધીમાં 32 શબ મળ્યા
ઉત્તરાખંડ દુર્ઘટના પછી રેસ્કયૂના ત્રીજા દિવસે મંગળવારે 6 બીજા શબ મળ્યા હતા. અત્યારસુધીમાં 32 લોકોના શબ મળી ચૂક્યા છે. સરકારના જણાવ્યા મુજબ, દુર્ઘટના પછી 206 લોકો ગુમ થઈ ગયા છે, તેમાંથી 174 લોકોની હાલ કોઈ ભાળ મળી નથી.

દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
ચમોલીમાં 7 ફેબ્રુઆરીએ આવેલી દુર્ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે જળસ્તર વધ્યા પછી નદીઓએ રસ્તામાં આવનારી દરેક ચીજોને નષ્ટ કરી છે. આ વીડિયોમાં કેટલાક વર્કર્સ અહીં બનેલા બંધ પર પાણી અને કાટમાળથી બચવાની કોશિશ કરી રહ્યા હતા, જોકે તેઓ બચી શક્યા નહોતા.

ગૃહમંત્રીએ સદનમાં જણાવ્યું- ઉત્તરાખંડના નીચાણવાળા વિસ્તારમાં પૂરનું જોખમ નથી
ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઉત્તરાખંડ દુર્ઘટના વિશે જણાવ્યું હતું કે રવિવારે સમુદ્ર તળથી લગભગ 5600 મીટરની ઊંચાઈ પર 14 વર્ગ કિલોમીટરક્ષેત્રનો ગ્લેશિયર પડ્યું હતું. આ પહેલાં ધૌલીગંગા અને ઋષિગંગામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું, સાથે જ ઉત્તરાખંડ સરકારના જણાવ્યા મુજબ, નીચાણવાળા વિસ્તારમાં હવે પૂરનું જોખમ નથી. પાણીનું લેવલ પણ ઘટી રહ્યું છે. મોટા ભાગના વિસ્તારમાં વીજળીનો સપ્લાઈ શરૂ થઈ ગયો છે, સાથે જ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન(BRO) 5 ડેમેજ પુલોને રિપેર કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો