તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાખંડ દુર્ઘટનાનો 9મો દિવસ:અલકનંદા નદીનો જળસ્તર વધવાનો મેસેજ વાઇરલ, પોલીસે કહ્યું- બધું સામાન્ય; તપોવનમાં અત્યારસુધીમાં 53 મૃતદેહ મળ્યા

નવી દિલ્હી21 દિવસ પહેલા

ચમોલી દુર્ઘટનાના રેસ્કયૂનો આજે 9મો દિવસ છે. તપોવન વિસ્તારમાંથી અત્યારસુધીમાં 53 મૃતદેહ જપ્ત કરાયા છે. NTPCની ટનલમાં ફસાયેલા 32 મજૂરને કાઢવાના પ્રયાસ ચાલી રહ્યા છે,પરંતુ જેમ જેમ સમય વીતી રહ્યો છે, આશા પણ ઓછી થતી જઈ રહી છે. આ ટનલમાંથી અત્યારસુધીમાં 5 મૃતદેહ મળ્યા છે. રેસ્ક્યૂ દરમિયાન જ રવિવારે મોડી રાતે અલકનંદા નદીનો જળસ્તર વધવાનો મેસેજ વાઈરલ થયો, પરંતુ ઉત્તરાખંડ પોલીસે આને અફવા જાહેર કરી દીધી છે.

NTPCની ટનલમાં ફસાયેલા 32 મજૂરને કાઢવાના પ્રયાસ ચાલી રહ્યા છે,પરંતુ જેમ જેમ સમય વીતી રહ્યો છે, આશા પણ ઓછી થતી જઈ રહી છે.
NTPCની ટનલમાં ફસાયેલા 32 મજૂરને કાઢવાના પ્રયાસ ચાલી રહ્યા છે,પરંતુ જેમ જેમ સમય વીતી રહ્યો છે, આશા પણ ઓછી થતી જઈ રહી છે.

ઉત્તરાખંડ પોલીસે કહ્યું હતું કે એક મેસેજ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં અલકનંદા નદીનો જળસ્તર વધવાની વાત કહેવાઈ રહી છે; આ ખોટો મેસેજ છે. અલકનંદાનો જળસ્તર સામાન્ય છે. ટેન્શન કરવાની કોઈ વાત નથી.

ટનલના અંદરના વિસ્તારમાં કેમેરો ઓપરેટ કરવાનો પ્રયાસ
ચમોલીમાં જે 53 મૃતદેહ મળ્યા છે એમાંથી મોટા ભાગના તપોવન વિસ્તારમાં જ છે. આમાં પણ સૌથી વધુ સંખ્યા NTPCની ટનલ અને રૈણી ગામથી મળતા મૃતદેહોની છે. હાલ ટનલમાં 32 વર્કર્સ ફસાયા હોવાની આશંકા છે. ટનલમાં 130 મીટર સુધીનો કાટમાળ સાફ કરી દેવાયો છે. હાલ ટનલ પાસેની એક સુરંગમાં કરવામાં આવેલા હોલનું મોઢું પહોંળું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી તેમાં વર્કર્સની તપાસમાં કેમેરો ઓપરેટ કરી શકાય.

ટનલમાં 130 મીટર સુધીનો કાટમાળ સાફ કરી દેવાયો છે. હાલ ટનલ પાસેની એક સુરંગમાં કરવામાં આવેલા હોલનું મોઢું પહોંળું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી તેમાં વર્કર્સની તપાસમાં કેમેરો ઓપરેટ કરી શકાય.
ટનલમાં 130 મીટર સુધીનો કાટમાળ સાફ કરી દેવાયો છે. હાલ ટનલ પાસેની એક સુરંગમાં કરવામાં આવેલા હોલનું મોઢું પહોંળું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી તેમાં વર્કર્સની તપાસમાં કેમેરો ઓપરેટ કરી શકાય.

રેસ્ક્યૂ ટીમને આશા છે કે ટનલમાં હાલ પણ ઓક્સિજન છે અને અમુક એવી જગ્યા પણ હશે, જેમાં મજૂર સુરક્ષિત હોઈ શકે છે. અધિકારીઓનું કહેવું છે કે અમે ઝડપથી મજૂરોને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

હાલ 150 ગુમ, સર્ચ-ઓપરેશન તેજ
ઉત્તરાખંડ પોલીસના જણાવ્યા પ્રમાણે, આપત્તિ પછી કુલ 206 લોકોના ગુમ થયાની ફરિયાદ આવી હતી. એમાં હાલ 150 લોકોની તપાસ ચાલી રહી છે. ઋષિગંગા, ધૌલીગંગા અને આસપાસની નદીઓમાં લોકોની તપાસ કરવાનું કામ ઝડપી કરી દેવાયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો