તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Uttarakhand Glacier Burst Updates 24 Photos After 24 Hours| Latest & Breaking News On Uttarakhand Glacier Disaster

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જળ પ્રલયના 24 કલાક પછીની 24 તસવીર:15 હેક્ટરમાં ફેલાયેલું જંગલ મિનિટોમાં સાફ થઈ ગયું, પાણી નીકળી ગયા પછી હવે ચારેબાજુ કાટમાળ જ

20 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાની દુર્ઘટનાને 24 કલાક થઈ ગયા છે. ઉત્તરાખંડ પોલીસના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધીમાં 202 લોકો ગુમ હતા, તેમાંથી 20થી 25 લોકોને શોધી લેવામાં આવ્યા છે, જ્યારે બાકી લોકોને શોધવાનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. તારાજી એટલી ભયાનક હતી કે ઋષિગંગા નદીકિનારે 15 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું મરિન્ડા જંગલ ગણતરીની મિનિટોમાં જ સાફ થઈ ગયું હતું. ઋષિગંગા પાવર પ્રોજેક્ટ, તપોવનનું NTPC હાઈડ્રો પાવર પ્રોજેક્ટ, ચીન સીમા સુધી પહોંચનાર BROનો બ્રિજ, ત્રણથી ચાર ઝૂલા બ્રિજ, ઘણાં મંદિરો અને ઘરો ગણતરીની મિનિટોમાં જ બરબાદ થઈ ગયાં છે. 24 તસવીરમાં જુઓ પ્રલયની 24 કલાક પછીની તસવીરો...

કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે દોરડાની મદદથી ITBPના જવાનો કાટમાળમાં ઊતર્યા. અત્યારસુધીમાં 25 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, રેસ્ક્યૂ ઓપરેશન સતત ચાલી રહ્યું છે.

આ દૃશ્ય ઋષિગંગા કિનારાનું છે, આ તારાજીને કારણે જંગલ પણ સાફ થઈ ગયું છે. એનડીઆરએફ અને આઈટીબીપીના જવાન અહીં ક્રેનની મદદથી કાટમાળ હટાવીને લોકોને શોધવામાં આવી રહ્યા છે.

તપોવનમાં NTPC પાવર પ્રોજેક્ટ પાસે કાટમાળ હટાવવામાં જોડાયેલા જવાનો.

તારાજીને કારણે તપોવનમાં NTPC પાવર પ્રોજેક્ટ પાસે બનેલો ડેમ સંપૂર્ણ રીતે તૂટી ગયો છે.

હાઈડ્રો પાવર પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

તારાજીએ ધોળીગંગા કિનારે આવેલું મંદિર પણ તોડી નાખ્યું, હવે અહીં માત્ર કાટમાળ જ વધ્યો છે.

આ ઋષિગંગા પાવર પ્રોજેક્ટની તસવીર છે. ગ્લેશિયર તૂટ્યા પછી અહીં સૌ પહેલા તારાજી પહોંચી હતી.

રાહત-બચાવકાર્યમાં જોડાયેલી SDRF અને NDRFની ટીમ, અહીં ટનલમાં અત્યારે પણ 100થી વધારે લોકો ફસાયેલા છે.

ઉત્તરાખંડ જળ પોલીસની આસપાસ નદીઓમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તપોવનમાં થયેલી દુર્ઘટનામાં ઘણા લોકો તણાયા હોવાની શક્યતા છે.

NTPC પાવર પ્રોજેક્ટ પાસે બે ટનલ હતી. અત્યારે પણ અહીં ઘણા લોકો ફસાયેલા હોવાની શક્યતા છે. ક્રેનની મદદથી કાદવ હટાવવામાં આવી રહ્યો છે.

ટનલમાં ફસાયેલા લોકોને શોધવા માટે સ્નિફર ડોગ્ઝની મદદ લેવામાં આવી રહી છે.

કાટમાળ હટાવવામાં જોડાયા ITBPના જવાન.
કાટમાળ હટાવવામાં જોડાયા ITBPના જવાન.
તારાજીને કારણે આજુબાજુ ખૂબ કાદવ જમા થઈ ગયો છે, રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયેલા જવાનોને ઘણી તકલીફ થઈ રહી છે.

કાટમાળની અંદર ફસાયેલા લોકોને દોરડાની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. અત્યારે સુધીમાં 16 લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે.

દુર્ઘટનાને કારણે બ્રિજ તૂટી ગયા છે, આ સંજોગોમાં એક બાજુથી બીજી બાજુ જવા માટે જવાનો દોરડાની મદદ લઈને એક પહાડ પરથી બીજા પહાડ પર જઈ રહ્યા છે.

ધોળીગંગા નદીમાં સોમવારે પણ પાણીનું વહેણ ખૂબ ઝડપી હતું. લોકોએ પણ રેસ્ક્યૂમાં જવાનોની મદદ કરી.

ગુમ થયેલા લોકોનાં પરિવારજનો કાલથી જ તપોવનમાં આવેલી ટનલ અને ઋષિગંગા પાવર પ્રોજેક્ટ પાસે ભેગા થઈ રહ્યા છે.

ઘૂંટણી સુધી કાદવ, લોકોને કાઢવા માટે કાટમાળ હટાવતા જવાનો.

સેનાના ઓફિસરોએ પણ ઘટનાસ્થળની તપાસ કરી, રેસ્ક્યૂ ઓપરેશનમાં સેનાના ઘણા જવાનો મદદ કરી રહ્યા છે.

ખાઈવાળી જગ્યાઓ પર રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવા માટે લાકડાંના પટ્ટા લગાવવામાં આવી રહ્યા છે.

સ્થાનિક લોકોને રાહત સામગ્રી પણ આપવામાં આવી રહી છે. એમાં ખાવા-પીવાનું અને કપડાં લોકોને આપવામાં આવી રહ્યાં છે.

ટનલની અંદર કાટમાળ જમા થઈ ગયો છે. એને હટાવવા 200 જવાન મહેનત કરી રહ્યા છે.

ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.

મેપની મદદથી ઓફિસર્સ આસપાસના વિસ્તારોમાં રેસ્ક્યૂ ઓપરેશન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો