તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તરાખંડ સરકાર ચમોલીમાં ગ્લેશિયર તૂટવાનું કારણ શોધવા માટે એક ડિપાર્ટમેન્ટ બનાવવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર પાસે એ પણ માંગ કરવામાં આવશે કે તે એ રડાર સિસ્ટમની પણ માહિતી મેળવે જે અમેરિકાએ 56 વર્ષ પહેલા હિમાલયની પહાડીમાં મોકલી હતી. તેનામાં પરમાણુ ઉર્જા(પ્લૂટોનિયમ)થી ચાલતી કેપ્સુલ હતી. આ રડારથી ચીનની વોચ રાખવામાં આવતી હતી. આ વાત રાજ્યના સિંચાઈ મંત્રી સતપાલ મહારાજે સોમવારે કહી હતી.
સતપાલ મહારાજે એ પણ કહ્યું કે તેમના મંત્રાલય અંતર્ગત એક વિભાગ પણ બનાવવામાં આવશે. જે ગ્લેશિયર્સનું સેટેલાઈટથી વોચ અને અધ્યન કરશે. માનવામાં આવી રહ્યું છે કે જો ગ્લેશિયર પ્લૂટોનિયમાં થયેલા વિસ્ફોટના કારણે તૂટ્યો છે તો ઉત્તરાખંડ અને ખાસ કરીને ગંગા નદીમાં ખતરનાક રેડિએશન પણ ફેલાઈ શકે છે.
પ્લેટોનિયમ પેક શું છે?
1964માં ચીનના પરમાણુ પરીક્ષણ કર્યું હતું. તે પછી 1965માં અમેરિકાએ ભારતની સાથે મળીને ચીન પર નજર રાખવા માટે કરાર કર્યો હતો. આ અંતર્ગત હિમાલયમાં નંદા દેવીની પહાડી પર એક રડાર લગાવવામાં આવનાર હતું. તેમાં પરમાણુ ઉર્જાથી ચાલનાર જનરેટર લાગ્યું હતું. આ જનરેટરમાં પ્લૂટોનિયમની કેપ્સૂલ હતી. જોકે જ્યારે આ મશીનોને પહાડ પર લઈ જવામાં આવી રહ્યાં હતા ત્યારે મૌસમ ખરાબ થઈ ગઈ હતી. ટીમે પરત ફરવું પડ્યું. મશીન ત્યાં જ રહી ગયા. પછીથી તે ગ્લેશિયરમાં ક્યાંય ખોવાઈ ગયા.
મશીનો ખોવાઈ ગયા પછી અમેરિકાએ ત્યાં બીજી સિસ્ટમ લગાવી દીધી હતી. હવે એવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચમોલીમાં ગ્લેશિયર ક્યાંક આ પ્લૂટોનિયમના કારણે તો તૂટ્યો નથીને. એમ કહેવામાં આવ છે કે પ્લૂટોનિયમ પેકની ઉંમર લગભગ 100 વર્ષની હોય છે.
ચમોલી જિલ્લાના તપોવન વિસ્તારમાં 7 ફેબ્રુઆરીએ ગ્લેશિયર તૂટવાથી ઋષિગંગા અને ધૌલીગંગા નદીઓમાં અચાનક પુર આવ્યું હતું. તેમાં અહીં બનેલો NTPCનો હાઈડ્રો પાવર પ્લાન્ટ વહી ગયો હતો. એક ટનલ કાટમાળથી ભરાઈ ગઈ હતી, તેમાં હાલ પણ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 56 શબ મળ્યા છે. આ સિવાય 22 જેટલા માનવ અંગ પણ મળ્યા છે. તેમની ઓળખ DNAથી થશે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.