ઉત્તરાખંડના હરિદ્વારમાંથી એક વિચિત્ર કહી શકાય એવો કેસ સામે આવ્યો છે. જ્યાં વૃદ્ધ માતા-પિતાએ પુત્ર અને પુત્રવધૂને પૌત્ર-પૌત્રીનું સુખ ન મળવાને કારણે કોર્ટમાં અરજી કરી છે. તેમને કોર્ટમાં પુત્રને ભણાવવા-ગણાવવા અને તેના પાલન-પોષણમાં ખર્ચ કરવામાં આવેલા 5 કરોડ રૂપિયા પરત અપાવવાની અરજી કરી છે. કોર્ટ વૃદ્ધ દંપતીની અરજી પર 17 મેના રોજ સુનાવણી કરશે.
વૃદ્ધ દંપતીને એકમાત્ર સંતાન છે તેમનો પુત્ર
વૃદ્ધ દંપતીના વકીલ અરવિંદ કુમારે જણાવ્યું કે ફરિયાદકર્તા એસઆર પ્રસાદ BHELમાં જોબ કરતા હતા અને રિટાયર્ડ થયા છે. તેઓ એક હાઉસિંગ સોસાયટીમાં રહે છે. શ્રેય તેમનો એકમાત્ર પુત્ર છે, જેના વિરુદ્ધ તેમણે ફરિયાદ કરી છે.
લગ્નનાં 6 વર્ષ પછી પણ નથી મળ્યું પૌત્ર-પૌત્રીનું સુખ
રંજન પ્રસાદનો પુત્ર શ્રેય પાયલોટ છે. તેના લગ્ન વર્ષ 2016માં નોયડામાં રહેતી શુભાંગી સાથે થયા હતા. માતા-પિતાએ કોર્ટમાં કહ્યું કે લગ્નનાં 6 વર્ષ પછી પણ તેમના પુત્ર-પુત્રવધૂએ તેમને દાદા-દાદી બનાવવાનું સુખ નથી આપ્યું. આ કારણે તેમનું માનસિક સંતુલન ઠીક નથી રહેતું.
વૃદ્ધાવસ્થામાં એકલા જીવવું કોઈ ટોર્ચરથી ઓછું નથી
પૌત્ર-પૌત્રીના પ્રેમથી ચાહ રાખનાર વૃદ્ધ દંપતીએ કોર્ટમાં એવી પણ માગ કરી છે કે પુત્રના ઉછેરમાં તેમને લગભગ 5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. પુત્ર તે પૈસા તેમને પરત કરે. પુત્ર-પુત્રવધૂના વલણથી નિરાશ એસઆર પ્રસાદે કહ્યું- પુત્રને ભણાવ્યો-ગણાવ્યો, પરંતુ એ પછી પણ જો તેમને વૃદ્ધાવસ્થામાં એકલા જ જીવવાનું હોય તો આ તેમના માટે ટોર્ચર જેવું જ છે.
પિતાએ કહ્યું- મેં મારા પુત્ર પર તમામ પૈસા ખર્ચ કરી દીધા. અહીં સુધી કે તેને ભણાવવા માટે અમેરિકા પણ મોકલ્યો. મારી પાસે હવે કોઈ પૂંજી નથી વધી. અમે ઘર બનાવવા માટે બેંકમાંથી લોન લીધી છે અને ઘણા જ પરેશાન છીએ. તેથી અમે અરજીમાં પુત્ર અને પુત્રવધૂ બંને પાસેથી 2.5-2.5 કરોડ રૂપિયાની માગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.