તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Uttarakhand Chamoli Glacier Burst And Flood Update Second Day; IPS Officer Aparna Kumar To Lead Rescue Operatiom In Chamoli

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા ઓફિસરના હાથમાં ચમોલીની કમાન:રેસ્ક્યુ ઓપરેશનને લીડ કરી રહી છે ITBPના DIG અપર્ણા, દુનિયાની 7 ટોચ પર તિરંગો લહેરાવી ચૂક્યા છે

એક મહિનો પહેલા

દુર્ઘટનાએ ઉત્તરાખંડના ચમોલીમાં ઘણું બરબાદ કરી દીધુ છે. જ્યાં દેખો ત્યા બસ કાટમાળ જ દેખાઈ રહ્યો છે. કામ પર નીકળેલા ઘણાં બધા લોકો હજી તેમના ઘરે પરત નથી ફર્યા. કોઈનો દીકરો ગાયબ છે તો કોઈના મા-બાપ. કોઈનો ભાઈ ગાયબ છે તો કોઈની પત્ની. ગઈ કાલથી જ દરેક પરિવારજનોની આંખો તે કાટમાળ પર અટકેલી છે જ્યાં આઈટીબીપીના જવાનો રેસ્ક્યુમાં જોડાયેલા છે અને આ ટીમને લીડ કરી રહ્યા છે આઈપીએશ અપર્ણા કુમાર.

સરકારે ઉત્તરાખંડમાં ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનની કમાન અપર્માને સોંપી દીધી છે. અપર્ણા આઈટીબીપીના ડીઆઈજી છે. કર્ણાટકના શિવમોગામાં રહેતા અપર્ણા વર્ષ 2002 કેડરના આઈપીએસ અધિકારી છે. તેમનું સ્કૂલિંગ કર્ણાટકમાં થયું છે. ત્યારપછી તેમણે બીએ, એલએલબીનો અભ્યાસ કર્યો હતો. તેમના પતિ સંજય કુમાર પણ યુપી કેડરના આઈએએસ ઓફિસર છે.

અપર્ણા કુમાર 7 સમિટ્સ એટલે કે દુનિયાની 7 સૌથી ઉંચી ટોચ પર તિરંગો લહેરાવનાર દેશના પ્રથમ આઈપીએસ ઓફિસર છે. તેમણે માઉન્ટ એવરેસ્ટ, માઈન્ટ કિલિમંજારો, માઉન્ટ એલ્બ્રુશ, કાર્સન્ટસ પિરામિડ, વિન્સન મેસિફ, માઉન્ટ એકાંકાગુઆ અને માઉન્ટ ડેનાલી પર ચડાઈ કરવામાં સફળતા મેળવી હતી. આ દરેક ટોચ 7 અલગ અલગ મહાદ્વીપમાં છે.

ચમોલીના તપોવનમાં રેસક્યુ વિશેની માહિતી લેતા અપર્ણા કુમાર, આજે એટલે કે સોમવાર સવારથી જ તેમણે સમગ્ર રેસક્યુ ઓપરેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે
ચમોલીના તપોવનમાં રેસક્યુ વિશેની માહિતી લેતા અપર્ણા કુમાર, આજે એટલે કે સોમવાર સવારથી જ તેમણે સમગ્ર રેસક્યુ ઓપરેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે

39 વર્ષના હતા ત્યારે શરૂ કર્યું હતું પહાડો ચડવાનું
અપર્ણાએ પહેલીવાર 2002માં બરફથી ઢંકાયેલો પહાડ જોયો હતો. તેમણે જણાવ્યું કે, તેઓ ત્યારે મસૂરીમાં એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની ટ્રેનિંગ કરી રહ્યા હતા. ત્યારે જ તેમણે નક્કી કરી લીધુ હતું કે તે પહાડો પણ ચઢાણ કરશે. જોકે પોતાના સપના તરફ પહેલું પગલું માંડવામાં તેમને 11 વર્ષ થઈ ગયા હતા. 2013માં તેમણે માઉન્ટેનિયર ફાઉન્ડેશનનો કોર્સ કર્યો. ત્યારે તેમની ઉંમર 39 વર્ષની હતી.

રેસક્યુ ઓપરેશનમાં ITBP અને NDRFના જવાનો સાથે અપર્ણા કુમાર
રેસક્યુ ઓપરેશનમાં ITBP અને NDRFના જવાનો સાથે અપર્ણા કુમાર

2014થી પર્વતો પર ચઢાણ કરવા લાગ્યા
અપર્ણાએ માઉન્ટેનિયર કોર્સ પૂરો કર્યાના એક વર્ષ પછી જ એટલે કે 2014માં પહેલીવાર આફ્રિકાના સૌથી ઉંચા માઉન્ટ કિલિમંજારો (19,340 ફૂટ)ની ટોચ પર ચઢાણ કર્યું હતું. આ જ વર્ષે ઓસ્ટ્રેલિયા અને ઓશિનિયાના સૌથી ઉંચા પર્વત કાર્સ્ટેસ પિરામીડ (16,024 ફૂટ) પર જીત મેળવી હતી.

2015માં આર્જેન્ટિનાની સૌથી ઉંચી માઉન્ટ એકાંકાકાગુઆ (22,840 ફૂટ)ની ટોચ પર ચઢાણ કર્યું હતું. આ જ વર્ષે રશિયાની કોકેશિયાન રેન્જની સૌથી ઉંચી ટોચ માઉન્ટ એલ્બ્રુશ (18,510 ફૂટ) પર પણ ચઢાણ કરવામાં સફળતા મળી હતી. 2016માં એન્ટાર્કટિકાની સૌથી ઉંચી ટોચ વિન્સન માસિક (16,050 ફૂટ) પર ચઢાણ કર્યું હતું. આ વર્ષે દુનિયાની સૌથી ઉંચી ટોચ નેપાળની માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરવામાં સફળતા મળી હતી. અહીં તેઓ 23 હજાર ફૂટની ઉંચાઈ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.

2019માં માઈનસ 40 ડિગ્રી તાપમાનમાં દક્ષિણી ધ્રુવ પર પહોંચ્યા
2017માં નેપાળમાં આવેલી દુનિયાની આઠમી સૌથી ઉંચી ટોચ માઉન્ટ માનસાલુ પર તિરંગો લહેરાવ્યો હતો. અપર્ણા દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પહેલી ભારતીય ઓફિસર છે. 2019માં તેઓ માઈનસ 40 ડિગ્રી તાપમાનમાં દક્ષિણી ધ્રુવ સુધી પહોંચી ગયા હતા. 2019માં તેમણે અમેરિકાની માઉન્ટ ડેનાલીનું ચઢાણ કરીને 7 સમિટ્સ પર ચઢાણ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો