• Gujarati News
  • National
  • The Bus Driver Had Not Slept For Two Nights; The Administration Is Not Talking To Injured Family Members

ઉત્તરાખંડમાં MPના 26 યાત્રાળુઓના મૃત્યુ:બે રાતથી બસ ડ્રાઈવર સુતો નહોતો; પ્રશાસન પરિવારના સભ્યોની ઘાયલ સાથે વાત કરાવી રહ્યું નથી

પન્નાએક મહિનો પહેલા

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવારે સાંજે એક બસ ખીણમાં ખાબકી હતી. તેમાં મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના 28 યાત્રાળુઓ અને ડ્રાઈવર ક્લીનર સહિત 30 લોકો હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એક ન્યુઝ એજન્સીને કહ્યું કે દુર્ઘટનામાં 26 લોકોના મૃત્યુ થયા છે. આ તમામ યાત્રાળુઓ ચારધામ યાત્રા પર જઈ રહ્યાં હતા. મૃતકોમાં દેહરાદૂનના કન્ડક્ટર પણ સામેલ છે. એમ કહેવામાં આવે છે કે બસ ડ્રાઈવર રાતે ઉંધ્યો નહોતો. સોમવારે સવારે પુષ્કર સિંહ ધામી અને MPના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ ઘટના સ્થળ દામટા પહોંચ્યા હતા. આ પહેલા ઘાયલ ડ્રાઈવરે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને જણાવ્યું કે ઘટના કઈ રીતે બની...

પોસ્ટમોર્ટમ પછી મધ્યપ્રદેશના 25 યાત્રાળુઓના પાર્થિવ શરીરને ઉતરકાશીથી દેહરાદૂન એરપોર્ટ મોકલવામાં આવ્યા છે. મૃતકોના પાર્થિવ શરીરને દેહરાદૂન એરપોર્ટથી એરફોર્સના વિમાનથી ખજુરાહો એરપોર્ટ માટે રવાના કરવામાં આવ્યા હતા. ખજુરાહોથી પન્ના જિલ્લાના ગામમાં એમ્બ્યુલન્સથી પહોંચાડવમાં આવશે. મપ ભાજપ પ્રદેશઅધ્યક્ષ વીડી શર્મા અને ખજુરાહો સાંસદ બૃજેન્દ્ર પ્રસાદ સિંહ પણ દેહરાદૂન પહોંચી ગયા છે. બંને તીર્થયાત્રાળુઓના પાર્થિવ શરીરને લઈને આવશે. બીજી તરફ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સવારે ભોપાલ માટે રવાના થયા હતા.

મમ્મી-પપ્પા સાથે વાત નથી કરાવી રહ્યાં- કૃષ્ણા
પન્નાના ઉદય સિંહ અને તેમની અક્ખી રાજાની સારવાર દેહરાદૂનમાં ચાલી રહી છે. તેમના પુત્ર કૃષ્ણા સિંહે ભાસ્કરને જણાવ્યું કે મમ્મી-પપા સાથે વાત કરાવવામાં આવી રહી નથી. અમે દેહરાદુન જવાનું કહ્યું તો કલેક્ટરે કહ્યું- અહીં જ રહો. મમ્મી-પપા અને કાકા સાથે એક દિવસ પહેલા જ વાત થઈ હતી. કાકાના મૃત્યુના સમાચાર સવારે 6 વાગ્યે મળ્યા હતા. મમ્મી-પપા સાથે વાત થઈ ગઈ હોત તો શાંતિ થાત.

આ કારણે નહોતો સૂતો ડ્રાઈવર...
ઘટનાનું એક કારણ ડ્રાઈવરની ઉંધ પુરી ન થઈ હોવાને પણ ગણવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ ડ્રાઈવર બે રાત સૂતો નહોતો. આ વાત કેટલી સાચી છે, એ તપાસનો વિષય છે, જોકે મે અને જૂન આ બે મહિના દરમિયાન ઉત્તરાખંડના બસ ડ્રાઈવર ખૂબ જ ઓછી ઉંધ લે છે. આ બે મહિનામાં લાખો ટુરિસ્ટ અને તીર્થયાત્રી ઉત્તરાખંડ પહોંચે છે. આટલી મોટી સંખ્યામાં યાત્રીઓ આવવાથી ડ્રાઈવરને પૈસા કમાવવાની સારી તક મળે છે. આરામ કર્યા વગર ડ્રાઈવર દિવસ-રાત ઉત્તરાખંડના રસ્તાઓ પર ગાડીઓ ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...