બુલ્લીબાઈ એપ:ઉત્તરાખંડ : યુવકની ધરપકડ, નેપાળ સાથે જોડાયા એપના તાર

દહેરાદૂન/મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ મામલે ત્રીજી ધરપકડ

મુસ્લિમ મહિલાઓની તસવીરોની હરાજી કરનાર બુલ્લીબાઈ એપ મામલે મુંબઈ પોલીસના સાઈબર સેલે વધુ એક યુવકની ધરપકડ કરી છે. આ ધરપકડ ઉત્તરાખંડના કોટદ્વારથી કરાઈ હતી. પોલીસ બેંગ્લુરુના એક વિદ્યાર્થી વિશાલકુમાર અને ઉત્તરાખંડની શ્વેતાને પકડી ચૂકી છે. તેમાં શ્વેતાને આ એપની માસ્ટર માઈન્ડ ગણાવાઇ છે. તેને પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે મહારાષ્ટ્ર લઈ ગઈ છે.

પોલીસે કહ્યું કે એપ સાથે દિલ્હી, મહારાષ્ટ્ર અને કર્ણાટક ઉપરાંત અનેક અન્ય રાજ્યોના યુવાઓ જોડાયા હતા. તપાસમાં સામે આવ્યું કે યુવતી એક નેપાળી યુવકના સંપર્કમાં હતી. તેના સંપર્કમાં આવ્યા બાદ જ તેણે પોતાના ટિ્વટર હેન્ડલ(એકાઉન્ટ)નું નામ બદલ્યું હતું. તેના બાદ તેણે 1 જાન્યુઆરીએ મહિલાઓની બુલ્લીએપના માધ્યમથી બોલી લગાવડાવી હતી. તેના સંપર્કમાં અન્ય લોકો પણ હોઈ શકે છે. આ મામલે તપાસમાં હવે ઉત્તરાખંડ એસટીએફ પણ જોડાઈ છે.

જાવેદ અખ્તરે કહ્યું - દરિયાદિલી બતાવો, છોકરીને માફ કરો : ગીતકાર જાવેદ અખ્તરે બુલ્લીબાઈ એપને લઈને કહ્યું કે આ યુવાન છોકરીએ તાજેતરમાં તેનાં માતા-પિતાને કેન્સર અને કોરોનાને કારણે ગુમાવ્યાં. લોકો થોડીક દરિયાદિલી બતાવે અને તેને માફ કરે. એક દિવસ પહેલાં જ જાવેદ અખ્તરે કહ્યું હતું કે મહિલાઓની ઓનલાઇન હરાજી થઇ રહી છે, ધર્મસંસદમાં 20 કરોડ ભારતીયોના નરસંહારની વાત થઇ રહી છે. શું આ જ સૌનો સાથ છે?

વિદ્યાર્થી ખાલસા નામે એકાઉન્ટ ચલાવતો
રિપોર્ટ્સ મુજબ ધરપકડ કરાયેલી છોકરી ઈન્ટરમીડિએટ પાસ છે. તેનાં માતા-પિતાનું નિધન થઇ ગયું છે. 3 બહેનો, 1 ભાઈનો આ પરિવાર આર્થિક ભીંસમાં છે. જ્યારે બેંગ્લુરુનો વિદ્યાર્થી વિશાલ ખાલસા સુપરમિસ્ટ નામે એકાઉન્ટ ચલાવતો હતો. તેમાં પંજાબમાં લખેલું હતું. થોડા દિવસ બાદ તેણે એકાઉન્ટનું નામ બદલી નાખ્યું. જાણ થઇ કે 1 જાન્યુઆરીએ એક પોસ્ટ થઇ હતી. તે જાટ ખાલસા નામના ટિ્વટર હેન્ડલથી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...