તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Uttarakhand: A Landslide Occurred Near The Motorway, Close To Joshimath Badrinath National Highway, That Connects Thaing Village In Chamoli District

હવે ઉત્તરાખંડમાં ભૂસ્ખલન:જોશીમઠ-બદરીનાથ નેશનલ હાઈ-વે પાસે ભૂસ્ખલન, ઘણાં વાહનો ફસાયા; કાટમાળ હટાવવાની કામગીરી શરૂ

2 મહિનો પહેલા

હવામાનમાં સતત ફેરફારો અને વરસાદના કારણે આંતરે દિવસે પહાડોનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. હિમાચલના કિન્નૌર પછી હવે ગુરુવારે ઉત્તરાખંડના ચમોલીના મુખ્ય હાઈવે પાસે ભૂસ્ખલન થયું છે. અહીં ચમોલી જિલ્લાના જોશીમઠ-બદ્રીનાથ નેશનલ હાઈવે પાસે ભૂસ્ખલનના કારણે અહીં ઘણાં વાહનો ફસાયા છે. આખા રસ્તા પર કાટમાળ પથરાયો હોવાના કારણે રસ્તો બંધ થઈ ગયો છે. પરિણામે ઘણાં વાહનો ફસાઈ ગયા છે.

નોંધનીય છે કે, ચમોલી જિલ્લામાં ગુરુવારે મોડી રાતે ભારે વરસાદ થયો હતો. તેના કારણે થાંગ ગામને જોડતો જોશીમઠ-બદ્રીનાથ નેશનલ હાઈવે પાસે ભૂસ્ખલ થયું હતું. તેના કારણે અહીં આખો રસ્તો બ્લોક થઈ ગયો છે. ઋષિકેશ, દેહરાદુન અને અન્ય વિસ્તારોમાંથી આવતા જતા વાહનોને ઘણી મુશ્કેલીઓ થઈ છે. હવે શુક્રવારે સવારે પ્રશાસનને આ વિશે માહિતી આપવામાં આવી છે. મશીનો દ્વારા અહીં કાટમાળ હટાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, રાજ્યના પરિવહન વિભાગની બસો કાટમાળમાં ફસાઈ છે. જોકે કાટમાળમાં કોઈ દબાયા હોવાની હજી સુધી કોઈ માહિતી મળી નથી. હાલ અહીં સ્થિતિ સામાન્ય છે અને ટ્રાફિકમાં ફસાયેલા લોકો કાટમાળ હટવાની રાહ જોઈ રહ્યા છે.

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના કમાન્ડર મનિષ કપીલનું કહેવું છે કે, જોશીમઠ-મલારી હાઈવે પર સુરાંઈથોડામાં સતત પથ્થરો પડી રહ્યા છે. બીઆરઓએ જેસીબી કામે લગાવ્યા છે. હાલ ધીમે ધીમે હાઈવેને ખોલવાનું કામ ચાલી રહ્યું છે. નોંધનીય છે કે, ચીન સીમા વિસ્તારને જોડતો જોશીમઠ-મલારી હાઈવે બુધવારે સુરાંઈથોટામાં વરસાદના કારણે ભૂસ્ખલન થવાના કારણે બંધ થઈ ગયો છે. વરસાદ બંધ થતાં બીઆરઓની જેસીબી હાઈવે ખોલવાના કામમાં જોડાયેલી ચે. પરંતુ સતત પથ્થર પડવાનું સતત ચાલુ હોવાના કારણે હાઈવે ખોલવાનું કામ પણ ધીમી ગતીમાં ચાલી રહ્યું છે.

બીજી બાજુ બાંસવાડા પાસેનો ગૌરીકુંડ હાઈવે પણ બંધ છે. મોહંડ પાસે આવેલો દૂન-દિલ્હી હાઈવે પાસે પણ ચટ્ટાનો પડતાં તે હાઈવે પણ અંદાજે 2 કલાક જેવો બંધ રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રામણે આગામી થોડા દિવસોમાં રાજ્યમાં દૂન સહિત વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...