તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Uttar Pradesh (UP) Population Control Bill Draft 2021; What Is? All You Need To Know

UPમાં વસતિ નિયંત્રણનો ડ્રાફ્ટ તૈયાર:2થી વધુ બાળકો હશે તો સરકારી નોકરી અને ચૂંટણી-ટિકિટ નહીં મળે; કાયદાનું પાલન કરનારને પ્રમોશન અને ટેક્સમાં છૂટ અપાશે

21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વન ચાઇલ્ડ પોલિસી એક્સેપ્ટ કરનારને ફ્રી એજ્યુકેશન અપાશે

ઉત્તરપ્રદેશની યોગી સરકારે વસતિ નિયંત્રણ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. રાજ્ય કાયદા આયોગના અધ્યક્ષ જસ્ટિસ આદિત્યનાથ મિત્તલે આને તૈયાર કર્યો છે. જો આ ડ્રાફ્ટ કાયદો બની ગયો તો UPમાં ભવિષ્યની અંદર જેનાં 2થી વધુ બાળકો હશે તેમને સરકારી નોકરી નહીં મળે.

લવ-જેહાદ કાયદાનો ડ્રાફ્ટ પણ મિત્તલે તૈયાર કર્યો હતો
તેવા લોકો ક્યારેય ચૂંટણી પણ લડી શકશે નહીં. તેમને એકપણ સરકારી યોજનાનો લાભ પણ નહીં અપાય. લૉ કમિશને દાવો કર્યો છે કે અનિયંત્રિત વસતિને કારણે સમગ્ર વ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે. આયોગે ડ્રાફ્ટમાં 19 જુલાઈ સુધી જનતાની સલાહ પણ માગી છે. આની પહેલાં લવ-જેહાદ કાયદાનો ડ્રાફ્ટ પણ આદિત્યનાથ મિત્તલે જ તૈયાર કર્યો હતો.

ડ્રાફ્ટના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ

 • બેથી વધુ બાળકોના વાલીને સરકારી નોકરી નહીં મળે.
 • લોકલ બોડી અને પંચાયતની ચૂંટણી પણ લડી શકશે નહીં.
 • રાશન કાર્ડમાં પણ ચારથી વધુ સભ્યોનાં નામ નહીં લખાય.
 • 21 વર્ષથી વધુ ઉંમરના યુવક અને 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની યુવતીઓ પર આ કાયદો લાગુ કરાશે.
 • વસતિ નિયંત્રણ સંબંધિત સિલેબસ પણ શાળામાં ભણાવી શકાય, એવું સૂચન પણ આપ્યું છે.
 • કાયદો લાગુ થયા પછી જો એક બાળકની માતાને બીજી પ્રેગ્નન્સીમાં જોડિયાં બાળકો જન્મે તો તેના પર આ કાયદો લાગુ નહીં કરાય.
 • ત્રીજા બાળકને દત્તક લેવા સામે કોઈપણ પ્રતિબંધ નહીં લાદવામાં આવે. જો કોઈનાં 2 બાળકો દિવ્યાંગ છે તો તેને ત્રીજા બાળકને પણ વિવિધ સુવિધાઓનો લાભ મળશે.

બે બાળકના વાલીને આટલા ફાયદા થશે

 • જેમને બે બાળકો છે અને સરકારી નોકરી પણ કરે છે તેવા લોકો જો સ્વેચ્છાએ નસબંધી કરાવશે તો તેમને 2 એક્સ્ટ્રા ઈન્ક્રિમેન્ટ, પ્રમોશન, સરકારી આવાસ યોજનાઓમાં છૂટ, PFમાં એમ્પ્લોયર ફાળો જેવી સુવિધાઓનો લાભ મળશે. પાણી, વીજળી, હાઉસ ટેક્સમાં પણ છૂટ અપાશે.
 • એક સંતાન બાદ સ્વેચ્છાએ નસબંધી કરાવનાર લોકોને 20 વર્ષ સુધી ફ્રી સારવાર, વીમો, શિક્ષણ તથા સરકારી નોકરીમાં પણ પ્રાથમિકતા આપવાની ભલામણ કરાશે.

વન ચાઇલ્ડ પોલિસી એક્સેપ્ટ કરનારને ફ્રી એજ્યુકેશન

 • વન ચાઇલ્ડ પોલિસી સ્વીકાર કરનાર BPL શ્રેણીનાં માતા-પિતાએ ખાસ કરીને પ્રોત્સાહિત કરવાનું સૂચન છે.
 • આ અંતર્ગત જો માતા-પિતા પ્રથમ સંતાન પછી ઓપરેશન કરાવશે તો તેમને ઘણી સુવિધાઓ અપાશે.
 • પહેલું બાળક જ્યારે પુખ્ત વયનું થશે ત્યારે 77 હજાર અને બાળકીને 1 લાખ રૂપિયાની પ્રોત્સાહિત રકમ અપાશે.
 • એવામાં માતા-પિતાની પુત્રીનું ઉચ્ચ શિક્ષણ ફ્રીમાં અપાશે, જ્યારે પુત્રને 20 વર્ષ સુધી ફ્રીમાં શિક્ષણની સુવિધા પ્રાપ્ત થશે.

19 જુલાઈ સુધી જનતાનાં સૂચનો પણ માગ્યાં
સ્ટેટ લૉ કમિશને ડાફ્ટને ઉત્તરપ્રદેશ વસતિ (નિયંત્રણ, સ્થિરીકરણ તથા કલ્યાણ) બિલ-2021 નામ આપ્યું છે. કમિશને ડ્રાફ્ટ પોતાની વેબસાઇટ http://upslc.upsdc.gov.in/ પર શુક્રવારે જ અપલોડ કર્યો હતો. 19 જુલાઈ જનતા પાસેથી સૂચન માગ્યા હતા. આ ડ્રાફ્ટ એવા સમયે રજૂ કરવામાં આવ્યો છે, જ્યારે યોગી આદિત્યનાથ સરકાર 11 જુલાઈએ નવી વસતિ નીતિ જાહેર કરવા જઈ રહી છે.

અમે કોઇ ખાસ ધર્મની વિરુદ્ધ નથી
જસ્ટિસ આદિત્ય મિત્તલે કહ્યું હતું કે જાણીજોઈને જે આનો ભંગ કરશે તેને એકપણ સરકારી સુવિધાનો લાભ મળશે નહીં, કારણ અમે સમજી-વિચારીને નીતિ બનાવી છે. અમે કોઇ ખાસ ધર્મની વિરુદ્ધ નથી. અમે ઇચ્છીએ છીએ કે વસતિ નિયંત્રણમાં મદદ કરનારા લોકોને યોજનાનો લાભ મળશે.

એક વર્ષ પછી લાગુ કરાશે
કાયદાના અત્યારના ડ્રાફ્ટ મુજબ, આ બિલ સત્તાવાર ગેઝેટમાં પ્રકાશનની તારીખથી એક વર્ષ પછી અમલમાં આવશે. એક કરતાં વધારે લગ્નના કિસ્સામાં બાળકોની સચોટ સંખ્યા જાણવાના હેતુથી દરેક દંપતીને એક પરિણીત દંપતી તરીકે ગણાશે.

અન્ય સમાચારો પણ છે...