તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
UPની રાજધાની લખનઉથી લગભગ 100 કિમી દૂર ઉન્નાવ જિલ્લાના અંતિમ ભાગ પર વસેલું બબુરહા ગામ અચાનક સમાચારમાં છવાયું છે. ગત બુધવારની રાતે અહીં દલિત પરિવારની બે કિશોરીના મૃતદેહ મળ્યા હતા, જ્યારે ત્રીજી છોકરીની હાલત નાજુક છે. તે કાનપુરના રિજેન્સી હોસ્પિટલમાં મોત સામે જંગ લડી રહી છે. આ છોકરીઓ સંબંધમાં ફોઈ-ભત્રીજી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પોઈઝનિંગની પુષ્ટિ થઈ છે, પણ ત્રણેય જાતે જ ઝેર ખાઈ લીધું કે ખવડાવવામાં આવ્યું, એ હાલ પણ એક સવાલ છે.
આ ઘટના પછી દેશના તમામ દલિત નેતાઓ, સોશિયલ એક્ટિવિસ્ટ અને વિપક્ષ નેતાઓએ ઉત્તરપ્રદેશની કાયદા વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યા છે, સાથે જ બબુરહા ગામમાં પોલીસફોર્સ અને પ્રશાસનિક અધિકારીઓની સંખ્યા વધારી દેવાઈ છે. રાજનેતાઓની પણ ગામમાં અવરજવર શરૂ થઈ ગઈ છે.
બબુરહા વળતા રસ્તા પર પોલીસનું બેરિયર અને આ ગામમાં મીડિયાનો જમાવડો
બબુરહા ગામમાં કાજલ, કોમલ અને રોશની શંકાસ્પદ પરિસ્થિતિમાં ખેતરમાંથી મળી આવી હતી. કાજલ અને કોમલનાં મોત થઈ ગયાં છે. રોશનીની હાલત નાજુક છે. કાજલના પિતાએ ઘટનાના 18 કલાક પછી અસોહા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉન્નાવની અસોહા પોલીસ હવે પહેલાં કરતાં વધુ એક્ટિવ જોવા મળી રહી છે. પોલીસ સ્ટેશનથી 1 કિમી દૂર બબુરહા ગામ તરફ વળતા રસ્તા પર 6થી વધુ પોલીસવાળા બેરિયર પાસે ઊભા છે અને આવતા-જતા લોકોની પૂછપરછ કરી રહ્યા છે. અહીંથી એક કિમી દૂર બબુરહા ગામમાં બહારથી પોલીસ અને મીડિયાનો જમાવડો જોવા મળે છે. લગભગ 100 મીટર અંદર એ પરિવાર છે, જેને બે છોકરી ગુમાવી દીધી છે. અહીં પોલીસ બેરિકેડિંગ તો છે, પણ અવરજવર પર રોકટોક નથી.
દીકરી પણ જતી રહી, પોલીસવાળાઓએ દીકરાને હજી સુધી નથી છોડ્યો કાજલના ઘરની સામે 12-15 પોલીસકર્મી તેમના ડંડા સાથે તહેનાત છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા આ એક રૂમનું ઘર છે. બાજુમાં કાચા મકાન પર ઝૂંપડી બનેલી છે. કાજલની માત બિટૌલ બેભાન અવસ્થામાં તેમનાં સગા-વહાલાંના ખોળામાં માથું રાખી બેઠા છે. વાતે વાતે રડી પડે છે. કહે છે કે મારી દીકરી જતી રહી અને મારા દીકરા કલ્લુ(25)ને પણ પોલીસવાળા પોલીસ સ્ટેશન લઈ ગયા છે. તેમની સાથે દસ વર્ષના લલિતને પણ પોલીસ લઈ ગઈ છે. આ વાત થતાંની સાથે જ મહિલા પોલીસ સબ-ઈન્સ્પેક્ટર વચ્ચે અટકાવતાં બોલી કે પંચનામા માટે લઈ ગયા છે, પણ જ્યારે એ સવાલ થાય છે કે રાતે કેમ લઈ ગયા તો પોલીસ અધિકારી મૌન સાધી લે છે.
પીડિત પરિવાર કોણે શું કહી રહ્યો છે, આ અંગે પોલીસની બાજનજર
કાજલના ઘરેથી 100 મીટર દૂર જ કોમલનું ઘર છે. કોમલની માતા ઘરની બહાર સગા-વહાલાઓ સાથે બેઠા છે. અમુક નેતાઓ પણ તેમને આશ્વાસન આપી રહ્યા છે. તેઓ કહે છે, કોણ જાણે છોકરીઓ સાથે શું બન્યું? પણ પોલીસવાળા અમારા જ ઘરના લોકોને પોલીસ સ્ટેશન લઈ જતા રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે તેમને છોડી મૂકવામાં આવે. કોમલની ફોઈ કહે છે કે ઘરમાં ફોન નથી. જ્યારે મને રાતે સમાચાર મળ્યા તો અમે સવારે પહોંચ્યા. આ ઘરે પણ પોલીસવાળાનો પહેરો છે. પરિવારજનો સાથે શું વાત થઈ રહી છે, એની પર નજર રાખવામાં આવી રહી છે. ઘરના લોકોને આ વાતનો વાંધો છે.
રોશનીની માતાએ કહ્યું- દીકરીને મળવા માટે કાનપુર જઈ રહ્યા છીએ, ગઈકાલથી કોઈ સમાચાર નથી મળ્યા
બચી ગયેલી રોશનીની સારવાર કાનપુરની હોસ્પિટલમાં ચાલી રહી છે, પણ તેની હાલત એટલી ખરાબ છે કે તે કંઈ પણ બોલી શકે એમ નથી. માયૂસીભર્યા માહોલમાં તેની માતા ઘરની બહાર જવાની તૈયારીમાં છે. સવાલ કર્યો તો તેમણે જણાવ્યું, કાનપુર જઈ રહ્યા છીએ. તેમની સાથે તેમની વહુ પણ તેના બાળકને ખોળામાં લઈને જવા માટે તૈયાર છે. ચાલતાં ચાલતાં રોશનીની માતાએ કહ્યું, દીકરી કાલની હોસ્પિટલમાં દાખલ છે. કંઈ ખબર પડતી નથી કે તેને શું થયું છે? ના કોઈ સમાચાર મળી રહ્યા છે. મારો દીકરો છે, પણ તેને બીપીની બીમારી છે, ખબર નહીં કઈ સ્થિતિમાં હશે.
નેતાઓના આવવાનો સિલસિલો યથાવત્, વચ્ચે વચ્ચે નારા પણ લાગે છે
બબુરહામાં વાદળી મફલર નાખીને ભીમ આર્મીના કાર્યકર્તા ફરી રહ્યા છે તો કોંગ્રેસના નેતા પણ પહોંચ્યા છે. કહી રહ્યા છે કે ઝડપથી પ્રિયંકા ગાંધી મળવા માટે આવશે. આ બધાની વચ્ચે કાજલના ઘરની સામે ક્યારેક ક્યારેક પ્રશાસન અને સરકાર વચ્ચે નારાબાજી પણ થઈ રહી છે. એકવાર પોલીસ સાથે ધક્કામુક્કી થઈ હતી. IG લક્ષ્મી સિંહે એકવાર ફરી પીડિત પરિવારજનોની મુલાકાત કરી. આ દરમિયાન ઘરમાં આવેલાં સગાં-વહાલાંને પણ અલગ હટાવી દેવાયાં.
શું કહે છે પોસ્ટમાર્ટમ રિપોર્ટ? પોલીસ કયા બિંદુઓ પર તપાસ કરી રહી છે?
બન્ને છોકરીના પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં ઝેરી પદાર્થ મળવાની વાત કહેવાઈ છે. ડોક્ટર્સે શરીરમાંથી મળતા ઝેરી પદાર્થનાં સેમ્પલને તપાસ માટે લેબમાં મોકલ્યાં છે. પોલીસસૂત્રોનું કહેવું છે કે પોસ્ટમાર્ટમ રિપોર્ટ આવ્યા પછી હવે આખી ઘટનાની તપાસ ત્રણ પોઈન્ટ પર કરવામાં આવી રહી છે.
ઓનર કિલિંગઃ સૂત્રોનું કહેવાનું છે કે પોલીસની તપાસનો સૌથી પહેલો પોઈન્ટ ઓનર કિલિંગ છે. આ અંગે દરેક માહિતી ભેગી કરવા માટે પોલીસ પરિવારજનો અને તેમના પરિચિતોની પૂછપરછ કરી રહી છે.
પ્રેમ પ્રસંગઃ આ એન્ગલ પર પણ પોલીસ બારીકાઈથી ધ્યાન આપી રહી છે, જેના માટે છોકરીઓની બહેનપણીઓ સાથે પણ વાતચીત કરાઈ છે. જાણકારી એવી પણ મળી રહી છે કે બે શંકાસ્પદ છોકરાઓને પણ ગામમાંથી ઉઠાવી લેવાયા છે.
આપઘાતઃ છોકરીઓએ જાતે ઝેર ખાધું કે બળજબરી ખવડાવાયું. આ પોઈન્ટ અંગે પણ પોલીસ બારીકાઈથી માહિતી ભેગી કરી રહી છે. જોકે ઘટનાસ્થળની આસપાસ ઝેર સંબંધિત કોઈ વસ્તુ પોલીસને મળી નથી.
ઘટના અંગે ઊભા થઈ રહેલા મહત્ત્વના સવાલો
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.